• Gujarati News
  • National
  • Modi Arrives In France From Denmark, Meets President Emanuel Macron And Congratulates Him On Victory

PM મોદીનો યુરોપ પ્રવાસ:મોદીએ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ગળે મળીને જીતની શુભેચ્છા પાઠવી, ભારતીયો સાથે પણ કરી મુલાકાત

પેરિસ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ત્રણ દિવસીય યુરોપ પ્રવાસના છેલ્લા દિવસે બુધવારે ફ્રાન્સ પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરતા પહેલા પીએમ મોદીએ પેરિસમાં ભારતીયો સાથે મુલાકાત કરી હતી.વડાપ્રધાન મોદીની આ પાંચમી ફ્રાંસ મુલાકાત હતી.

મોદી એવા સમયે પેરિસ પહોંચ્યા હતા જ્યારે ફ્રાન્સ યુરોપિયન યુનિયનની અધ્યક્ષતા કરી રહ્યું છે. બંને નેતાઓએ યુક્રેન-રશિયા યુદ્ધથી સંકટનો સામનો કરવા અંગે ચર્ચા કરી હતી. તેઓ સંરક્ષણ, ટેકનોલોજી, અંતરિક્ષ અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવા અને સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા હતા.

આ સિવાય પીએમ મોદીએ ઈમેન્યુઅલ મેક્રોનને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફરીથી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ફ્રાન્સમાં 2002 પછી કોઈ નેતા ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા નથી. પરંતુ મેક્રોને આ પરંપરાને તોડી નાંખી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આ બેઠકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

નોર્ડિક સમ્મેલનમાં હાજરી આપી હતી
પેરિસ પહોંચતા પહેલા પીએમ મોદીએ ડેનમાર્કમાં બીજી ભારત-નોર્ડિક સમિટમાં હાજરી આપી હતી. સમ્મેલનમાં ભાગ લીધા બાદ મીડિયાને જણાવ્યું કે ભારત અને નોર્ડિક દેશ વિશ્વની સમૃદ્ધિ અને સતત વિકાસથી ઘણું મેળવી શકીએ છીએ અને તેમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ.

નોર્વે, ડેનમાર્ક, સ્વીડન, આઈસલેન્ડ અને ફિનલેન્ડ નોર્ડિક દેશો છે. તેમના વડાપ્રધાને સમ્મેલનમાં હાજરી આપી હતી. 2018માં પ્રથમ નોર્ડિક-ઈન્ડિયા સમિટ યોજાઈ હતી. સમ્મેલનમાં કોરોના મહામારી પછી આર્થિક રીકવરી, આબોહવા પરિવર્તન અને રિન્યુએબલ એલર્જી પર ધ્યાન કેન્દ્રીત રહ્યું હતું.

નોર્ડિક દેશોના વડાપ્રધાનોને પણ મળ્યા
સમ્મેલન દરમિયાન પીએમ મોદીએ નોર્ડિક દેશોના વડાપ્રધાનો સાથે ભારત સાથેના સંબંધો પર ચર્ચા કરી હતી. યુક્રેન-રશિયા સંઘર્ષ સહિત વૈશ્વિક સ્થિતિ વિશે પણ વાત કરી હતી. તેમણે નોર્વેનાં વડાપ્રધાન જોનાસ ગહર સ્ટેર વચ્ચે બ્લુ ઇકોનોમી, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન, સૌર અને પવન પ્રોજેક્ટ્સ, ગ્રીન શિપિંગ, ફિશરીઝ, વોટર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોને વિસ્તારવા બાબતે ચર્ચા કરી હતી.

ચાર દેશોના વડાપ્રધાનો સાથે મુલાકાત
ઈન્ડો-નોર્ડિક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદીએ ફિનલેન્ડ, આઈસલેન્ડ, નોર્વે અને સ્વીડનના વડાપ્રધાનો સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન ક્લાઈમેટ ચેન્જ સહિત ભારત-નોર્ડિક સહયોગ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. નોર્ડિક દેશ ભારત પુનઃપ્રાપ્ય ઉર્જા, ડિજિટલાઇઝેશન અને નવીનતામાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.

સ્વીડનના વડાપ્રધાન સાથેની વાતચીતમાં સ્વચ્છ ટેક્નોલોજી અને ક્લાઈમેટ ચેન્જ પર ફોકસ કરવામાં આવ્યું હતું. વિદેશ સચિવ વિનય ક્વાત્રાના જણાવ્યા અનુસાર - સ્વીડન ભારતને સ્વચ્છ ટેકનોલોજીના સંદર્ભમાં મદદ કરશે. આઇસલેન્ડ અને ભારતે પરસ્પર સંબંધોના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. બંને દેશોએ સંશોધન, કૌશલ્ય વિકાસ અને ઈનોવેશન ક્ષેત્રે સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે.

વડા પ્રધાન મોદી બુધવારે કોપનહેગનમાં ફિનલેન્ડના વડા પ્રધાન સન્ના મારિન સાથે.
વડા પ્રધાન મોદી બુધવારે કોપનહેગનમાં ફિનલેન્ડના વડા પ્રધાન સન્ના મારિન સાથે.

PMOએ સોશિયલ મીડિયા પર કહ્યું- મોદીની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે યુરોપ ઘણા મોરચે પડકારો અને વિકલ્પોનો સામનો કરી રહ્યું છે. ભારત તેના યુરોપિયન ભાગીદારો સાથે સહયોગ વધારવા માંગે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડનના વડાપ્રધાન મેગ્ડેલેના એન્ડરસન સાથે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વીડનના વડાપ્રધાન મેગ્ડેલેના એન્ડરસન સાથે.

પીએમ મોદીએ આપ્યો 'ચલો ઈન્ડિયા'નો નારો
આ પહેલા મંગળવારે મોદીએ ડેનિશ વડાપ્રધાન ફ્રેડ્રિક્સન અને ભારત-ડેનમાર્કના ટોચના બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરી હતી. આ પછી પીએમ મોદી ભારતીય સમુદાયના સભ્યોને સંબોધવા બેલા સેન્ટર પહોંચ્યા. અહીં તેમણે તમામ ભારતીયોનો આભાર વ્યક્ત કર્યો અને લોકોને 'ચલો ઈન્ડિયા'નો નારા પણ આપ્યો.

PMએ કહ્યું- આપણો દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. જો તમે માનતા હોવ તો હું કહીશ. લોકોના મૌન પર કટાક્ષ કરતા પીએમએ કહ્યું - તમને લોકો જોઈને લાગે છે કે કોઈ મુશ્કેલી ચોક્કસ આવી રહી છે. હું વિશ્વમાં રહેતા તમામ દેશોને વિનંતી કરું છું, તમે દર વર્ષે 5 બિન-ભારતીય મિત્રોને ભારતની મુલાકાતે મોકલવાનું કામ કરી શકો છો.