• Gujarati News
  • National
  • Modi And Johnson's 22nd Summit; Agreement On Free Trade Agreement Possible, Trade Target Of Rs 2.89 Lakh Crore

બ્રિટિશ PMનો ભારત પ્રવાસ:મોદી અને જોનસનની 22મીએ શિખર બેઠક; મુક્ત વેપાર સમજૂતિ પર કરાર સંભવ, 2.89 લાખ કરોડના ટ્રેડનું લક્ષ્ય

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક
  • કૉપી લિંક
બોરિસ જોનશન, વડાપ્રધાન, બ્રિટન - ફાઇલ તસવીર - Divya Bhaskar
બોરિસ જોનશન, વડાપ્રધાન, બ્રિટન - ફાઇલ તસવીર

બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન 21-22 એપ્રિલના રોજ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. રશિયા-યુક્રેન યુદ્વ જ્યારે ચરમસીમાએ છે ત્યારે આ પ્રવાસ થઇ રહ્યો છે. જોનસનનો પ્રવાસ 21 એપ્રિલથી ગુજરાતથી શરૂ થશે. આ પ્રથમવાર છે જ્યારે બ્રિટિશ PM ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતમાં બ્રિટિશ પીએમ સંયુક્ત વેપારના અનેક મહત્વપૂર્ણ રોકાણ પ્રસ્તાવોની જાહેરાત કરશે. બંને દેશો મુક્ત વેપાર સમજૂતિ (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ) પર વાતચીત કરી રહ્યા છે. આ દિશામાં મહત્વની પ્રગતિ થશે તેવી આશા છે.

બ્રિટન, ભારતની સાથે વાર્ષિક કારોબારને 2.89 લાખ કરોડ સુધી લઇ જવા માટે ઇચ્છુક છે. જોનસન 22 એપ્રિલના રોજ પીએમ મોદી સાથે શિખર બેઠક કરશે. જોનસનનો ભારત પ્રવાસ 2020થી ટળતો આવ્યો છે. 2021માં તેમણે પીએમ મોદી સાથે વર્ચ્યુઅલ શિખર બેઠક કરી હતી. તેમાં 2030 સુધી માટે વ્યૂહાત્મક અને વ્યાપાર સહયોગનો રોડમેપ તૈયાર કરાયો હતો. ભારત, બ્રિટનમાં 5300 કરોડ રૂપિયાની રોકાણ સમજૂતિ પર સહમતિ સાધી ચૂક્યું છે. હવે તેને 2035 સુધીના એજન્ડમાં પણ સામેલ કરાશે.

ભારત આર્થિક મહાશક્તિ અને સૌથી મોટી લોકશાહી: જોનસન
ભારત પ્રવાસ પહેલા બ્રિટિશ પીએમ બોરિસ જોનસને રવિવારે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ભારત આર્થિક મહાશક્તિ અને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. વર્તમાન અસ્થિર વૈશ્વિક સંજોગોમાં ભારત, બ્રિટનનું મહત્વનું ભાગીદાર છે. તેઓએ કહ્યું કે, મારા પ્રવાસથી રોજગારીના અવસરો, સુરક્ષા અને આર્થિક વિકાસને લઇને સંબંધો વધુ ગાઢ બનશે.

યુક્રેન યુદ્વ પર પણ ભારત પક્ષ રજૂ કરશે
મોદી અને જોનસન વચ્ચે યુક્રેન યુદ્વ પર પણ ચર્ચા થશે. ભારત પોતાનો પક્ષ રજૂ કરશે. આ યુદ્વમાં ભારત તેમના પક્ષે રહે તેવું પશ્વિમી દેશો ઇચ્છે છે. જ્યારે ભારતે તટસ્થ વલણ અપનાવ્યું છે. પરંતુ અનેક પશ્વિમી દેશોના નેતાઓની સાથે બેઠકના માધ્યમથી ભારતએ શાંતિના પક્ષમાં મજબૂત અવાજ ઉઠાવ્યો છે. ભારત-પ્રશાંત ક્ષેત્રે સહયોગ પણ એજન્ડનો ભાગ છે.

બ્રેક્ઝિટ બાદ ભારત સાથે આર્થિક અવસરોની આશા
બ્રિટન યુરોપીય સંઘથી જોડાણ તોડી ચૂક્યું છે. હવે ભારત સાથે વેપારથી જોનસન પોતાના દેશમાં મોંઘવારી ઓછી કરવા માટે ઉપભોક્તા વસ્તુઓના ક્ષેત્રમાં સહયોગની આશા લઇને આવી રહ્યા છે. ગ્રીન ટેક્નોલોજી અને ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓના અવસરોનું સર્જન કરવા માટે પણ બંને દેશો આતુર છે. સાથે જ બ્રિટનમાં 53 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ છે. બ્રિટનની સાથે નોલેજ શેરિંગ પાર્ટનરશિપ આ પ્રવાસનો મહત્વનો એજન્ડા છે.

અન્ય સમાચારો પણ છે...