• Gujarati News
  • National
  • Modi And Didi's Friendship And Enmity Have Come, No One Will Fall Back For Political Gain

ખુરશીનો ખેલ:આવી છે મોદી અને દીદીની દોસ્તી અને દુશ્મની, રાજકીય લાભ ખાટવા કોઈ પાછા ન પડે

8 મહિનો પહેલા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને વડા પ્રધાન મોદી વચ્ચેની તનાતની થમવાનું નામ લેતી નથી. આ વખતે વિવાદનું કારણ બની છે ખાલી ખુરશી. બે દિવસથી ખુરશીનો આ ખેલ દેશભરમાં ચર્ચામાં છે. વાત એમ છે કે, યાસ વાવાઝોડાંથી થયેલી તબાહીનો તાગ મેળવવા મોદી શુક્રવારે બંગાળ પહોંચ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ મમતા દીદી રિવ્યૂ મીટિંગમાં મોડા પહોંચતાં મોદીએ અડધો કલાક સુધી રાહ જોવી પડી હતી. જો કે, મમતા દીદી કહે છે કે, PMને મળવા માટે તેમણે જ વેઈટ કરવી પડી હતી. દીદીએ આરોપ લગાવ્યો કે, વડા પ્રધાન નિવાસથી જ આવા ન્યૂઝ વહેતા થયા છે.

પણ આ જે વાત કરવી છે, મોદી અને દીદીની દોસ્તી અને દુશ્મનીની. બહુ ઓછા લોકો જાણે છે કે, મોદી અને દીદી સારા દોસ્ત પણ છે. ખુદ PM મોદીએ જ આ વાત કરી હતી. જો કે, મોદી અને દીદીની દુશ્મની પણ કોઈ નવી વાત નથી. રાજકીય લાભ મળતો હોય તો બન્ને એકબીજાને ઘેરવામાં ક્યારેય પાછા પડતાં નથી.

અન્ય સમાચારો પણ છે...