તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Modi And Ayushman Khurana Among 100 Most Influential People In The World, But Time Writes: BJP Targets Muslims

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

TIMEની યાદી:મોદી દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં સામેલ, પરંતુ ટાઇમે લખ્યું- ભાજપે મુસલમાનોને ટાર્ગેટ કર્યા, વિરોધને દબાવવા માટે મહામારીનું બહાનું મળ્યું

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • ડોનાલ્ડ ટ્રમ્પ અને ગૂગલના CEO સુંદર પિચાઈ પણ ટાઇમની યાદીમાં સામેલ
  • શાહીન બાગના ધરણાંમાં સામેલ થયેલી 82 વર્ષની બિલ્કિસ બાનોનું પણ નામ

અમેરિકન ટાઈમ મેગેઝિને વડાપ્રધાન મોદીને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સામેલ કર્યા છે, પરંતુ ક્યાંક તીખી કોમેન્ટ પણ કરી છે. ટાઈમના એડિટર કાર્લ વિકે લખ્યું છે કે ભારતની 1.3 અબજની વસતિમાં ઈસાઈ, મુસ્લિમ, શીખ બૌદ્ધ, જૈન અને અન્ય ધર્મોના લોકો સામેલ છે. નરેન્દ્ર મોદીએ શંકામાં મૂકી દીધા છે.

‘વિરોધને દબાવવા માટે ભાજપને મહામારીનું બહાનું મળી ગયું’
વિકે લખ્યું છે કે ‘ભારતના મોટા ભાગના વડાપ્રધાન હિન્દુ સમુદાય(દેશની 80% વસતિ)માંથી આવ્યા છે, પણ માત્ર મોદી એ પ્રકારનું કામકાજ કરી રહ્યા છે જાણે બીજું કંઈ તેમના માટે મહત્ત્વનું નથી. મોદી એમ્પાવરમેન્ટના વાયદા સાથે સત્તામાં આવ્યા. તેમની હિન્દુ રાષ્ટ્રવાદી ભાજપે માત્ર એલિટીઝ્મને જ નહીં, પણ પ્લૂરલિઝ્મને પણ ફગાવી દીધું, જેમાં ખાસ કરીને મુસલમાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા. વિરોધને દબાવવા માટે મહામારીનું બહાનું મળી ગયું અને આ રીતે દુનિયાનું સૌથી વાઈબ્રન્ટ લોકતંત્ર અંધારામાં જતું રહ્યું.’

આયુષ્માન ખુરાના પણ લિસ્ટમાં સામેલ
આયુષ્માન ખુરાના એકમાત્ર ભારતીય અભિનેતા છે, જેમને આ વર્ષે ટાઈમના 100 સૌથી પ્રભાવશાળી લોકોના લિસ્ટમાં સ્થાન મળ્યું છે. તેમના માટે અભિનેત્રી દીપિકા પાદુકોણે લખ્યું કે આયુષ્માન એવાં પાત્રોમાં પણ ઘણી સારી રીતે ઘૂસી જાય છે, જેને એકદમ સ્ટીરિયોટાઈપ ગણવામાં આવે છે. તેમણે ઘણી યાદગાર ફિલ્મો આપી છે.

શાહીન બાગનાં દાદીને પણ સ્થાન
નાગરિકતા કાયદા વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં થયેલા દેખાવમાં સામેલ રહેલી 82 વર્ષની બિલ્કિસ બાનોને પણ ટાઈમના લિસ્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે. પત્રકાર રાણા અય્યુબે તેમના વિશે લખ્યું છે કે બિલ્કિસ એક હાથમાં તિરંગો પકડી અને બીજા હાથમાં માળા જપતાં સવારે 8 વાગ્યાથી માંડી રાતે 12 વાગ્યા સુધી ધરણાં પર બેઠાં હતાં.

ગૂગલના CEO સુંદર પિચાઈનું નામ પણ સામેલ
ભારતીય મૂળના પિચાઈને પણ ટાઈમના લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમના વિશે કહેવામાં આવ્યું છે કે ભારતથી આવીને અમેરિકામાં કામ કરવા અને 1 ટ્રિલિયન ડોલરની કંપનીના CEO બનવા સુધીની તેમની કહાણી ખાસ છે. જે એ દેખાડે છે કે આપણે આપણી સોસાયટી માટે શું ઈચ્છા રાખીએ છીએ. તેમણે પોતાના કુદરતી ગુણોનો ઘણો સારો ઉપયોગ કર્યો છે.

ટાઇમના લિસ્ટમાં સામેલ 10 મોટી હસ્તી

  • નરેન્દ્ર મોદી, વડાપ્રધાન
  • ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપતિ
  • જો બાઈડન, અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર
  • કમલા હેરિસ, અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર
  • નેન્સી પેલોસી, અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેજેન્ટેટિવના સ્પીકર
  • એન્જેલા મર્કેલ, જર્મનીની ચાન્સેલર
  • શી-જિનપિંગ,ચીનના રાષ્ટ્રપતિ
  • નાઓમી ઓસાકા, જાપાનના ટેનિસ ખેલાડી
  • સુંદર પિચાઈ, ગૂગલના સીઈઓ
  • આયુષ્માન ખુરાના, એક્ટર
  • રવીન્દ્ર ગુપ્તા, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ક્લિનિકલ માઈક્રોબાયોલોજીના પ્રોફેસર

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો