તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Modern Corona Vaccine May Be Approved In India Soon, Cipla Applies For Import And Marketing In The Country

ચોથી વેક્સિન જલ્દી જ:મોડર્નાની કોરોના વેક્સિનને ભારતમાં જલ્દી જ મળી શકે છે મંજૂરી, દેશમાં ઇમ્પોર્ટ અને માર્કેટિંગ માટે સિપ્લાએ અરજી કરી

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • ભારતમાં હાલમાં કોરોનાની 3 વેક્સિન અને એક પાવડર છે
  • રશિયાની સ્પૂતનિક-વીને પણ ભારતમાં ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે

અમેરિકન ફાર્મા કંપની મોડર્નાની કોરોના વેક્સિનને ટૂંક સમયમાં જ ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે. કંપનીએ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) તરફથી મંજૂરી માંગી છે. સમાચાર એજન્સી PTIના સુત્રોના હવાલેથી મંગળવારે આ માહિતી આપી છે. જ્યારે, મોડર્ના દ્વારા કહેવામાં આવ્યું છે કે યુએસ સરકાર દ્વારા મોડેર્ના કોવિડ-19 વેક્સિનના ડોઝને નિશ્ચિત સંખ્યામાં ભારતને ડોનેટ કરવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

સિપ્લા કંપનીએ દેશમાં મોડર્નાની કોરોના વેક્સિનના ઇમ્પોર્ટ અને માર્કેટિંગ માટે અરજી કરી છે. જણાવી કે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ 1 જૂને કહ્યું હતું કે જો મોડર્નાની વેક્સિનને મુખ્ય મોટા દેશો અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) દ્વારા ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે, તો ભારતમાં લોન્ચ કર્યા પછી, બ્રિજિંગ ટ્રાયલની જરૂર રહેશે નહીં.

મોડર્ના અને ફાઈઝર એવી કંપનીઓમાં સામેલ છે જેણે ભારત સરકારને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપ્યા પછી સ્થાનિક ટ્રાયલની જરૂરિયાતને દૂર કરવા અપીલ કરી હતી. વેક્સિનના ઉપયોગ પછી મોટી આડઅસરો માટે નુકસાન અથવા જવાબદારી જેવી પરિસ્થિતિઓ અંગે સરકારે હજી સુધી નિર્ણય લીધો નથી.

ટૂંક સમયમાં જ મોડર્નાની કોરોના વેક્સિનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે
ટૂંક સમયમાં જ મોડર્નાની કોરોના વેક્સિનને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી શકે છે

ફાઇઝર અને મોડર્નાએ શરત રાખી કહતી કે ઇન્ડેમ્નિટી મળશે તો જ તે વેક્સિન ભારત મોકલવામાં આવશે. આ ઇન્ડેમ્નિટી વેક્સિન કંપનીઓને બધા જ પ્રકારની કાયદાકીય જવાબદારીઓથી મુક્ત રાખે છે. જો ભવિષ્યમાં વેક્સિનના કારણે કોઈપણ પ્રકારની ગડબડી થાય તો આ કંપનીઓ પાસેથી વળતર માંગી શકાશે નહીં.

ભારતમાં હાલમાં 3 વેક્સિન અને એક પાવડર
દેશમાં સિરામ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ વેક્સિનેશન ડ્રાઈવમાં કરવામાં આવી રહ્યો છે. રશિયાની સ્પૂતનિક-વીને પણ ભારતમાં ઉપયોગ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ ઉપરાંત DRDOએ કોરોનાને અટકાવવા માટે 2-DG દવા બનાવી છે. તેના ઈમરજન્સી ઉપાયોગ માટેની પણ મજૂરી મળી ગઈ છે. એ પાવડર તરીકે હોય છે, જેને પાણીમાં ઘોળીને આપવામાં આવે છે.