• Gujarati News
  • National
  • Mobs Chant Slogans, Burn BJP Posters In Shahjahanpur, Police Lathi charge; Suspect Seen On CCTV

મસ્જિદમાં ઘૂસી ધાર્મિક ગ્રંથોનું કર્યું અપમાન:શાહજહાંપુરમાં ટોળાંએ સૂત્રોચ્ચાર કરી ભાજપનાં પોસ્ટરો સળગાવ્યાં, પોલીસે લાઠીચાર્જ કર્યો; CCTVમાં દેખાયો શંકાસ્પદ

એક મહિનો પહેલા

શાહજહાંપુરમાં બુધવારે સાંજે મસ્જિદમાં ઘૂસીને અસામાજિક તત્ત્વોએ ધાર્મિક ગ્રંથનું અપમાન કર્યું. સૂચના મળતાં જ મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા. પોલીસે તાત્કાલિક અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધી 24 કલાકમાં આરોપીને પકડવાની ખાતરી આપી હતી. રોષે ભરાયેલા લોકોએ તાત્કાલિક ધરપકડની માગ કરતાં રોડ પર ભાજપનાં પોસ્ટર સળગાવ્યાં હતાં, સાથે જ પોલીસ અને વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વાતાવરણ ગંભીર બનતાં પોલીસને લાઠીચાર્જનો સહારો લેવો પડ્યો. ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં સુરક્ષાદળો તહેનાત કરવામાં આવ્યાં.

ટોળાંએ ભાજપના હોર્ડિંગ્સ ફાડી નાખીને આગ ચાંપી દીધી.
ટોળાંએ ભાજપના હોર્ડિંગ્સ ફાડી નાખીને આગ ચાંપી દીધી.

ઘટનાનો CCTV ફૂટેજ સામે આવ્યો છે, એમાં એક શંકાસ્પદ દેખાઈ રહ્યો છે, જેના આધારે પોલીસે શંકાસ્પદની તપાસ હાથ ધરી છે. કેસના ફરિયાદી હાફિઝ હસીબે કહ્યું, "ઘટના બાદ વિસ્તારમાં તણાવ છે. આવું હોવા છતાં સવારની નમાઝ અદા કરવામાં આવી હતી, પરંતુ નમાઝ અદા કરવા જેટલા લોકો આવે છે એટલી સંખ્યામાં આવ્યા નહોતા. શાહજહાંપુરમાં આ પ્રકારની આ પહેલી ઘટના છે. પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ."

ઘટનાસ્થળે તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસદળોને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યાં છે.
ઘટનાસ્થળે તણાવને જોતાં મોટી સંખ્યામાં પોલીસદળોને સ્થળ પર તહેનાત કરવામાં આવ્યાં છે.

ભાજપનાં હોર્ડિગ્સ ફાડીને આગ લગાડી
જણાવી દઈએ કે શાહજહાંપુર શહેરના ચોક કોતવાલી વિસ્તારના મોહલ્લા બાવુઝાઈમાં સૈયદ શાહ ફખરે આલમ મિયાં મસ્જિદ છે. બુધવારે સાંજે બે યુવકે મસ્જિદમાં ઘૂસી ત્યાં રહેલા ધાર્મિક ગ્રંથોને સળગાવી દીધા હતા. જ્યારે ઈમામ હાફિઝ નદીમ અને અન્ય લોકો મગરીબની નમાજ માટે પહોંચ્યા ત્યારે તેમણે ધાર્મિક ગ્રંથનાં બળેલાં પાનાં જોઈને મસ્જિદના ઈમામને જાણ કરી.

8 વાગ્યાની આસપાસ આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ પછી કેટલાક યુવાનોએ ભાજપના હોર્ડિંગ્સ ફાડીને આગ લગાવી દીધી હતી.

અધિકારીઓના સમજાવવા પર પણ ભીડ બેકાબૂ
આગની માહિતી મળતાં જ એસપી, એસપી સિટી, એસપી ગ્રામ્ય સહિત ભારે પોલીસદળ પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. પોલીસે લોકોને સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ ભીડે સાંભળ્યું નહીં અને બીજેપીનાં પોસ્ટર સળગાવવા લાગ્યાં. આ પછી પોલીસે સ્થળ પર લાઠીચાર્જ કર્યો હતો. એ બાદ નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. જોકે રાત્રે 9 વાગ્યા સુધીમાં પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ પોલીસે 24 કલાકમાં આરોપીઓની ધરપકડ કરવાની ખાતરી આપી છે.

ડીએમ ઉમેશ પ્રતાપ સિંહે પણ મસ્જિદનું નિરીક્ષણ કર્યું હતું.
ડીએમ ઉમેશ પ્રતાપ સિંહે પણ મસ્જિદનું નિરીક્ષણ કર્યું હતું.

પોલીસે CCTV ફૂટેજની તપાસ કરી રહી છે
એસપી એસ. આનંદે કહ્યું, "અજાણ્યા વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને એની શોધ શરૂ કરવામાં આવી છે. ભીડને સમજાવવામાં આવી છે. નજીકના સીસીટીવી કેમેરા જોવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે."

ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઊમટી પડ્યા હતા.
ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઊમટી પડ્યા હતા.

આસપાસના વિસ્તારમાં ભારે પોલીસ બળો તહેનાત
હોબાળો જોતાં જ મોટી સંખ્યામાં પોલીસબળો તહેનાત કરવામાં આવ્યાં છે. કેટલાક લોકોને મસ્જિદમાં પોસ્ટ કરવામાં આવ્યા છે. કેટલાક સૈનિકોને વિસ્તારના મુખ્ય માર્ગ પર તહેનાત કરવામાં આવ્યા છે. કેટલાક કોન્સ્ટેબલને વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ તહેનાત કરવામાં આવ્યા છે. આવતા-જતા લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...