ભાસ્કર LIVE અપડેટ્સ:MNS પ્રમુખ રાજ ઠાકરેની ચેતવણી- કહ્યું- 3 મે બાદ હું જોઈશ કે હવે પછી શું કરવાનું છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

MNS પ્રમુખ રાજ ઠાકરેએ આજે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે મહારાષ્ટ્રમાં કોમી હિંસા ઈચ્છતા નથી. નમાજનો કોઈ વિરોધ કરતું નથી, પણ જો તમે તેને (મુસલમાન) લાઉડસ્પીકર પર કરશે તો અમે પણ લાઉડસ્પીકરનો ઉપયોગ કરશું. મુસલમાનોએ સમજવું જોઈએ કે ધર્મ કાયદાથી વિશેષ નથી. 3 મે બાદ હું જોઈશ કે શું કરવાનું છે. રાજ ઠાકરે 5 જૂનના રોજ અયોધ્યા જવાના છે.

આસામમાં કોંગ્રેસને ઝાટકો, ભૂતપુર્વ પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરા TMCમાં સામેલ

આસામમાં કોંગ્રેસને ઝાટકો આપતા ભૂતપુર્વ પ્રદેશ અધ્યક્ષ રિપુન બોરા તૃણમુલ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે. બોરાએ રાજીનામુ આપવા સાથે આરોપ લગાવ્યો હતો કે આસામ કોંગ્રેસના કેટલાક નેતા ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે. આ સંજોગોમાં પાર્ટીમાં રહેવાનો કોઈ અર્થ નથી. ​​​​​​​

બ્રિટનના PM બોરિસ જોનસન ભારત આવશે, ગુજરાતની મુલાકાત લેશે

​​​​​​​બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અહીં 21 અને 22 એપ્રિલના રોજ ભારતમાં રોકાશે. જોનસન દિલ્હી અને ગુજરાતનો પ્રવાસ કરશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે બ્રિટનના PM 21 એપ્રિલના રોજ ગુજરાતનો પ્રવાસ કરસે અને 22 એપ્રિલના રોજ PM મોદી સાથે દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા વિચારણા કરશે. ભારત પ્રવાસ અંગે બ્રિટનના વડાપ્રધાને કહ્યું કે મારી ભારત યાત્રા સમયે બન્ને દેશના લોકોને જોડનારા મહત્વના મુદ્દા અંગે વાતચીત થશે. તેમા રોજગારીની તકો વધારવા અને આર્થિક વિકાસથી લઈ ઉર્જા સુરક્ષા અંગે ચર્ચા કરવામાં આવશે.