રાજ ઠાકરેને કોરોના:વેક્સિનના બે ડોઝ લગાવી ચુક્યા છે મનસે પ્રમુખ, તેમની માતા તથા ઘરે કામ કરતી મહિલા પણ સંક્રમિત

એક મહિનો પહેલા
માસ્ક નહીં પહેરવા બદલ સપ્ટેમ્બર 2020માં રાજ ઠાકરે પર એક હજારનો દંડ થયો હતો
  • અગાઉ તેમણે કહેલું કે હું માસ્ક પહેરતો નથી, પહેલી સપ્ટેમ્બર,2020ના રોજ માસ્ક નહીં પહેરવા બદલ રૂપિયા 1 હજાર દંડ કરવામાં આવેલો

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમનામાં કોવિડના સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. રાજ ઉપરાંત તેમના માતા પણ સંક્રમિત થયા છે. અત્યારે તેઓ ઘરમાં ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. રાજે સોશિયલ મીડિયા પર છેલ્લા એક સપ્તાહ દરમિયાન તેમના સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની વાત કહી છે.

રાજ ઠાકરે છેલ્લા કેટલાક દિવસથી પુણે અને નાસિક સહિત અનેક શહેરોનો પ્રવાસ કર્યો હતો. તે સમયે પુણેમાં પાર્ટીના હોદ્દેદારોની બેઠક પણ યોજી હતી. રાજ ઠાકરે કોરોના કાળમાં પણ ક્યારેય માસ્ક પહેરીને દેખાયા ન હતા. તેઓ પોતાના ઘરે કુષ્ણ કૂંજ ખાતે લોકો સાથે માસ્ક વગર જ મુલાકાત કરતા રહ્યા છે. BMCના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાજ અને તેમની માતા કોરોના વેક્સિનના બન્ને ડોઝ મેળવી ચુક્યા છે. રાજ ઠાકરે અને તેમની માતાને લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તેમને મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ આપવામાં આવશે. એન્ટીબોડી આપ્યા બાદ ત્રણ કલાકમાં બન્નેને રજા આપવામાં આવશે.

તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા
મનસેના વડાના ઘરે કામ કરતી એક મહિલાને કોરોનાનું સંક્રમણ થયું છે. તેની પુષ્ટી બાદ રાજ ઠાકરેએ તેમના તમામ કાર્યક્રમ રદ કર્યા છે. રાજની શનિવારે મુંબઈના ભાંડુપ અને રવિવારે પુણેમાં એક સભા યોજાવાની હતી. તેઓ કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરવાના હતા. મનસે તરફથી આપવામાં આવેલ માહિતી પ્રમાણે રદ કરવામાં આવેલ તમામ સભા બાદમાં યોજવામાં આવશે. કેટલાક દિવસ અગાઉ અયોધ્યાના સંતોએ રાજ ઠાકરે સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી અને તેમને અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું હતું.

રાજ ઠાકરેએ કહ્યું હતું- હું માસ્ક નહીં પહેરતો નથી- કોરોનાની બીજી લહેરની શરૂઆત થઈ તે અગાઉ એટલે કે ફેબ્રુઆરી, 2021ના રોજ એક પત્રકાર પરિષદમાં રાજને માસ્ક નહીં પહેરવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન અંગે કહ્યું કે હું માસ્ક પહેરતો નથી. જો રાજ્યમાં કોરોના આટલી ઝડપથી વધી રહ્યો છે અને લોકોના જીવનને જોખમ છે તો રાજ્યમાં યોજાનારી મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખ પણ લંબાવવી જોઈએ. આ અગાઉ પહેલી સપ્ટેમ્બર,2020ના રોજ માસ્ક નહીં પહેરવા બદલ રૂપિયા 1 હજાર દંડ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...