તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Army Chief To Meet Top Commanders Today, China Border Tensions Likely To Be Discussed

લદ્દાખમાં તણાવ:સેના પ્રમુખ આજે ટોપ કમાન્ડરોની સાથે બેઠક કરશે, ચીનની સીમા પરના તણાવ મુદ્દે ચર્ચાની શકયતા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલની આસપાસ ચીન અને ભારતીય સેનાની વચ્ચે તણાવ વધી રહ્યો છે
  • વડાપ્રધાન મોદીએ મંગળવારે હાઈલેવલ મીટિંગ બોલાવી હતી, તેમાં રક્ષા મંત્રી, એનએસએ, સીડીએસ અને ત્રણે સેના પ્રમુખ હાજર રહ્યાં હતા

ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન સેના પ્રમુખ મનોજ મુકુંદ નરવણે બુધવારે ટોપ કમાન્ડરોની સાથે બેઠક કરશે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, બે દિવસીય આ બેઠકમાં આ મામલેની સાથે અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા જાય તેવી શકયતા છે.

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે લદ્દાખ સેકટરમાં ચીન અને ભારતની સેના સામ-સામે છે. ચીને લાઈફ ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલના વિવિધ લોકેશન પર તેના 5 હજાર સૈનિકો તૈનાત કર્યા છે. ભારત પણ એટલી સંખ્યામાં જવાનોની સંખ્યા વધારી રહ્યું છે.

મોદીએ સીડીએસ અને ત્રણે સેના પ્રમુખોની સાથે બેઠક કરી હતી

ચીનની હરકતોની વચ્ચે ભારતમાં પણ આ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈલેવલ મીટિંગ બોલાવી હતી. તેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, એનએસએ સલાહકાર અજીત ડોભાલ, સીડીએસ બિપિન રાવત અને ત્રણે સેનાના પ્રમુખ સામેલ થયા હતા. બેઠક બાદ મોદીએ વિદેશ સેક્રેટરી હર્ષવર્ધન શ્રૃંગલા સાથે પણ ચર્ચા કરી. આ પહેલા લદ્દાખમાં તણાવ મામલે રક્ષા મંત્રીની સીડીએસ અને ત્રણે સેનાઓના પ્રમુખો સાથે લગભગ એક કલાક મીટિંગ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...