• Gujarati News
 • National
 • MLA's Meeting Today After 40 MLAs' Letter Annoyed With The Captain; Harish Rawat Tweeted After Meeting Sonia

પંજાબમાં રાજકીય ઉથલપાથલ:કેપ્ટને પૂરી ટીમ સાથે આપ્યું રાજીનામું; પદ છોડ્યા બાદ અમરિંદરનું મોટું નિવેદન- ઈમરાન અને બાજવાના ખાસ મિત્ર એવા સિદ્ધુથી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ

જલંધર3 મહિનો પહેલા
 • ધારાસભ્યોએ નવા CM પસંદ કરવાનો નિર્ણય સોનિયા ગાંધી પર છોડ્યો
 • સોનિયાને મળ્યા બાદ હરીશ રાવતે ટ્વીટ કર્યું

પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજીનામું આપી દીધું છે. તેમણે રાજ્યપાલ બીએલ પુરોહિતને સમગ્ર મંત્રિમંડળનું રાજીનામું આપ્યું છે. કેપ્ટન સાંસદ પત્ની પરનીત કૌર અને દિકરા રણઈંદર સિંહ સાથે રાજભવન પહોંચ્યા હતા અને પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું હતું. કેપ્ટન ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે. કોંગ્રેસ હાઈકમાનનું વલણ જોઈને કેપ્ટનના ખાસ લોકોએ પણ તેમનાથી અંતર કરી લીધું છે.

પંજાબ કોંગ્રેસ પ્રભારી હરીશ રાવતે કહ્યું કે પાર્ટીની પરંપરા પ્રમાણે નવા CMનો ચહેરો સોનિયા ગાંધી નક્કી કરશે. આ પ્રસ્તાવ ધારાસભ્ય બ્રહ્મ મોહિંદરાએ રાખ્યો. જેનું ધારાસભ્ય સંગત સિંહ, ગિલજિયાં, રાજકુમાર વેરકા અને અમીરક સિંહે ઢિલ્લોએ આ વાતનું સમર્થન પણ કર્યું.

સિદ્ધુ દેશ માટે જોખમી- ઈમરાન ખાન અને બાજવા સાથે ઘનિષ્ઠ મિત્રતા
પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે પક્ષના વડા નવજોત સિંહ સિદ્ધુ પર મોટો આરોપ લગાવ્યો છે. કેપ્ટને કહ્યું કે સિદ્ધુ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને આર્મી ચીફ જનરલ બાજવા સાથે મિત્રતા ધરાવે છે. જો કોંગ્રેસ પાર્ટી તેમને પંજાબના મુખ્યમંત્રી બનાવશે તો હું તેનો વિરોધ કરીશ કારણ કે તે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે.

કેપ્ટને કહ્યું, "હું જાણું છું કે નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન સાથે કેવા સંબંધો છે. પાકિસ્તાનના વડાપ્રધાન તેમના મિત્ર છે, જનરલ બાજવા સાથે તેમની મિત્રતા છે. આપણા કાશ્મીરમાં દરરોજ જવાનોની હત્યા કરવામાં આવી રહી છે. તમને લાગે છે કે હું સિદ્ધુનું નામ સ્વીકારીશ?

અમરિંદરે કહ્યું- મારો નિર્ણય સવારે જ થઈ ગયો હતો
રાજભવનથી નીકળીને મીડિયા સાથે વાત કરતાં અમરિંદરે કહ્યું- મારો નિર્ણય આજે સવારે જ થઈ ગયો હતો. મેં કોંગ્રેસ પ્રેસિડન્ટ સાથે વાત કરી હતી અને તેમને સવારે જ કહી દીધું હતું કે, હું રાજીનામું આપી રહ્યો છું. મને ત્રણ ત્રણ વખત દિલ્હી બોલાવવામાં આવ્યો. મારા ઉપર શંકા છે કે હું સરકાર નહીં ચલાવી શકું. મને શરમ આવી રહી છે. 2 મહિનામાં 3 વખત એસેમ્બલી મેમ્બર્સને દિલ્હી બોલાવવામાં આવ્યા. ત્યારે જ મેં નક્કી કર્યું કે, હવે હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દઈશ અને તેમને જેમના પર વિશ્વાસ હોય તેને મુખ્યમંત્રી બનાવી દે.
ફ્યુચર પોલિટિક્સ શું છે તેનો વિકલ્પ હંમેશા ખુલ્લો હોય છે. હું પણ તે વિકલ્પનો ઉપયોગ કરીશ. જે મારા સાથી છે, સપોર્ટર છે. સાડા 9 વર્ષથી હું મુખ્યમંત્રી રહ્યો, તે દરમિયાન જેઓ મારી સાથે રહ્યા, તેમની સાથે વાતચીત કરીને હું આગળનો નિર્ણય કરીશ. હું કોંગ્રેસ પાર્ટીમાં છું. સાથીઓ સાથે વાત કરીને આગળની પોલિટિક્સનો નિર્ણય કરીશ.

કેપ્ટન અમરિંદરના ઘરે તેમના ગ્રુપના ધારાસભ્યોની બેઠક શરૂ
કેપ્ટન અમરિંદરના ઘરે તેમના ગ્રુપના ધારાસભ્યોની બેઠક શરૂ
કોંગ્રેસે તમામ ધારાસભ્યોને આજની બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે.
કોંગ્રેસે તમામ ધારાસભ્યોને આજની બેઠકમાં હાજર રહેવા સૂચના આપી છે.

કેપ્ટને તેના નજીકના ધારાસભ્યને બોલાવ્યા
ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી છે એ બાબતે જાણ થતાં જ કેપ્ટન અમરિંદર સિંહે તેમના નજીકના ધારાસભ્યોને પણ સિસવા ફાર્મ હાઉસમાં બેઠક માટે બોલાવ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે અહીં બળવાખોર જૂથ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની સ્થિતિમાં તેની સામે લડવા માટેની એક યોજના તૈયાર કરવામાં આવશે.

આવતા વર્ષે ચૂંટણી છે, તેથી વિવાદ સમાપ્ત કરવાનો પ્રયાસ થશે
નવજોત સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા ત્યારથી કોંગ્રેસમાં હંગામો ચાલી રહ્યો છે. ખાસ કરીને કેપ્ટનના વિપક્ષી જૂથે બીજી વખત મોરચો ખોલ્યો છે, જ્યારે આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ ઈચ્છશે કે આ મામલો વહેલી તકે ઉકેલાય. જોકે કેપ્ટન સામે બળવો કરવાની દરેક શરત અત્યારસુધી નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં હવે સિદ્ધુ કેમ્પ સંપૂર્ણ જોર લગાવશે કે આજની બેઠકમાં જ કેપ્ટનને ખુરશી પરથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવે.

કમલનાથ અને મનીષ તિવારી સાથે વાત કરી પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા
આ પહેલા કેપ્ટને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ અને મનિષ તિવારી સાથે વાત કરી પોતાના ઈરાદા જાહેર કરી દીધા હતાં. સૂત્રો પ્રમાણે કેપ્ટને આજે જ સંપૂર્ણ બબાતને સમાપ્ત કરવાનું કહ્યું હતું. સાથે જ ધમકી પણ આપી હતી કે આ રીતે CM પદેથી હટાવવામાં આવશે તો તેઓ પાર્ટી પણ છોડી દેશે. તેમણે સંદેશ પાર્ટી હાઈ કમાન્ડ સુધી પહોંચાડવા માટે પણ કહેવામાં આવ્યું હતું.

40 ધારાસભ્યોએ હાઈકમાન્ડ સાથે કેપ્ટનની ફરિયાદ કરી હતી
કેપ્ટનથી નાખુશ 40 ધારાસભ્યોની ચિઠ્ઠી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે શુક્રવારે મોટો નિર્ણય લીધો હતો. તેમણે શનિવારે સાંજે 5 વાગ્યે કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક બોલાવાની ઘોષણા કરી દીધી હતી. પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ રાવતે સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ શુક્રવારે અડધી રાત્રે આ જાણકારી શેર કરી હતી. ધારાસભ્યોની મીટીંગ માટે અજય માકન અને હરીશ ચૌધરી ઓબ્જર્વર બનાવામાં આવ્યા છે અને બંને નેતા ચંડીગઢ પહોંચી ચૂક્યા છે.

કેપ્ટન અને નવજોત સિંહ સિદ્ધુ ઘણી વખત જાહેરમાં સાથે દેખાયા હતા પરંતુ તેમના વિચારો હંમેશા અલગ રહ્યા છે
કેપ્ટન અને નવજોત સિંહ સિદ્ધુ ઘણી વખત જાહેરમાં સાથે દેખાયા હતા પરંતુ તેમના વિચારો હંમેશા અલગ રહ્યા છે

સિદ્ધુ જૂથે કેપ્ટનના કોંગ્રેસી હોવા પર સવાલ ઉઠાવ્યા
રાજનૈતિક ઉથલપાથલ વચ્ચે પંજાબ કોંગ્રેસના પ્રધાન નવજોત સિંહ સિદ્ધુના રાજનૈતિક સલાહકાર પુર્વ DGP મુહમ્મદ મુસ્તફાએ કહ્યું કે પંજાબના ધારાસભ્યો પાસે સાડા ચાર વર્ષો બાદ કોંગ્રેસી CM પસંદ કરવાની તક છે. એટલે કે મુસ્તફાએ સ્પષ્ટપણે અમરિંદર સિંહના કોંગ્રેસી હોવાને જ નકારી કાઢ્યું છે. મુસ્તફાએ કહ્યું કે 2017માં પંજાબે કોંગ્રેસને 80 ધારાસભ્યો આપ્યા. તેમ છત્તા આજ સુધી કોંગ્રેસી CM મળ્યા નથી. આશરે સાડા ચાર વર્ષો પછી કેપ્ટને પંજાબ અને પંજાબીબિયતના દુ:ખને દિલથી ન સમજ્યું. તેવામાં હવે 80માંથી 79 ધારાસભ્યો પાસે સન્માન પામવાનો અને જશ્ન મનાવાની તક ઉભી થઈ છે.

સિદ્ધુ્ અને કેપ્ટન વચ્ચે વિવાદ શું છે?

 • પંજાબના રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે બંને વચ્ચે વૈચારિક મતભેદો છે. બંનેના સંબંધોમાં તણાવ આવી ગયો છે. સિદ્ધુ 2004થી 2014 સુધી અમૃતસરથી સાંસદ હતા. આ દરમિયાન 2002-2007 સુધી અમરિંદરના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સિદ્ધુ તેમના કડવા ટીકાકાર રહ્યા હતા.
 • 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 117 બેઠકોવાળી વિધાનસભામાં 77 બેઠકો જીતી હતી અને આ રીતે જંગી બહુમતી સાથે કેપ્ટન સીએમ બન્યા હતાં. ત્યારે એવી ચર્ચા હતી કે સિદ્ધુને ડેપ્યુટી સીએમ બનાવી શકાય છે પરંતુ એવું થયું નહીં. તેના બદલે સિદ્ધુને નાગરિક સંસ્થા વિભાગના કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
 • તેના બાદ પણ બને વચ્ચેની દૂરી પૂરી થઈ નહીં. ક્યારેક ટીવી શોમાં જજની ભૂમિકાને લઈને તો ક્યારેક વિભાગીય નિર્ણયોને લઈને સિદ્ધુ મુખ્યમંત્રીના નિશાને જ રહ્યા. ત્યારે કેપ્ટને સિદ્ધુનો વિભાગ પણ બદલી નાખ્યો. તેમને વીજળી ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું, જે સિદ્ધુએ સ્વિકાર ન કર્યુ અને ઘરે બેસી ગયા.
 • થોડા મહિના પહેલા સિદ્ધુએ બેઅદબી કેસ અંગે ટ્વીટ કરવાનું શરૂ કર્યું હતું અને કેપ્ટન પર બાદલ પરિવારના સભ્યોને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. જ્યારે તેઓ કેપ્ટનના વિરોધીઓ સાથે જોડાયા ત્યારે તેઓ વધુ સક્રિય થયા. ત્યારબાદ હાઈકમાન્ડે દરમિયાનગીરી કરી સુનીલ જાખડને હટાવી ને સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા.

મોટો સવાલ- કેપ્ટન હટ્યા તો કમાન કોને મળશે

 • જો બળવાખોર જૂથ કેપ્ટન અમરિન્દર સિંહ પર ભારે પડ્યુ તો તેમણે પદ છોડવું પડ્યું. હવે પંજાબ કોંગ્રેસ સમક્ષ મોટો પ્રશ્ન એ હશે કે કોને કમાન સોંપવી જોઈએ. બળવાખોર જૂથનું નેતૃત્વ કરી રહેલા સુખજિન્દર રંધાવા પણ સીએમ બનવા માંગે છે, તેમ છતાં કેપ્ટન જૂથના ધારાસભ્યો જો તેમ કરશે તો તેઓ નારાજ થશે.
 • તે સિવાય સોશિયલ મીડિયામાં નવજોત સિદ્ધુને CM બનાવાની માગ કરવામાં આવી રહી છે. જોકે તેઓ પહેલા જ સંગઠનના પ્રધાન છે. પછી તેમને લઈને કેપ્ટન ગ્રુપની નારાજગી પણ રહેશે
 • પંજાબમાં અત્યારે મુખ્યમંત્રી અને પાર્ટી પ્રધાન(સિદ્ધુ) બંને શિખ ચહેરા છે. તેનાથી હિન્દુ અને શિખોનું તાલમેલનું રાજનૈતિક ગણીત ગડબડાયેલું છે. તેવામાં ચર્ચા છે કે કોઈ હિન્દુ ચેહરાને 5 મહિના માટે CMની ખુરશી આપવામાં આવી શકે છે? આવી સ્થિતિમાં સુનીલ જાખડનું નામ સામે આવી રહ્યું છે.
 • પૂર્વ પ્રધાન લાલ સિંહ પણ આ દિવસોમાં કેપ્ટનના નજીકના બનેલા છે. સાંસદ પ્રતાપ સિંહ બાજવા પણ લાંબા સમયથી ખુરશી પામવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમના સિવાય રાજિંદર કૌર ભટ્ઠલ પર પણ નજરો છે જે અગાઉ પણ CM રહી ચૂક્યા છે.
અન્ય સમાચારો પણ છે...