તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • MLAs From The Congress And The BSP Who Have Been Instrumental In The Trouble Can Become Ministers, Nothing Special To The Pilot

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજસ્થાનમાં મંત્રીમંડળના સમીકરણ:મુશ્કેલીમાં મદદરૂપ બનેલા કોંગ્રેસ અને BSPમાંથી આવેલા ધારાસભ્ય મંત્રી બની શકે છે, પાયલટને વિશેષ કંઈ નહીં

જયપુર2 મહિનો પહેલાલેખક: અનુરાગ હર્ષ
 • કૉપી લિંક

મુખ્યમંત્રી અશોક ગેહલોત સત્તામાં ત્રીજી વખત આવ્યા બાદ સતત પડકારોનો સામનો કરી રહ્યા છે. સચિન પાયલટ વિવાદનો અંત આવ્યા બાદ પણ ગેહલોતને આગામી કેટલાક દિવસો સુધી આ જૂથથી ફરી વિવાદનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં મંત્રીમંડળમાં ફેરફાર કરવાની આગને હવા આપી અજય માકન તો દિલ્હી પરત ફર્યા છે, પણ ગેહલોતને આ આગ ઓલવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગેહલોત કોઈ પણ સ્થિતિમાં પાયલટ ગ્રુપ પોતાની સરકારમાં પ્રભૂત્વ સ્થાપે તેવુ ઈચ્છતા નથી. આ દ્રષ્ટિથી 30 મંત્રી બની શકે છે. પાંચ મંત્રી પદ અગાઉથી જ ખાલી હતા. બે મંત્રી પદ પાયલટ વિવાદ વચ્ચે હટાવવામાં આવ્યા. એક મંત્રીના અવસાન બાદ અત્યારે કુલ 8 પદ ખાલી છે. પાયલટે વિરોધ કર્યો તે સમયે કોંગ્રેસ સાથે રહેલા અને BSPમાંથી આવેલા ધારાસભ્યોને પણ સત્તામાં ભાગીદારીને લઈ દબાણ છે.

BSP માંથી કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યોએ તાજેતરમાં નારાજગી વ્યક્તિ કરી હતી. આ સંજોગોમાં નવા મંત્રીમંડળમાં તેમને સ્થાન આપવામાં આવી શકે છે. જ્યારે સીપી જોશી પોતે અથવા તેમની સાથે જોડાયેલ કેટલાક નેતાઓને પણ સત્તામાં આવવાનો લાભ મળી શકે છે. પ્રમોદ જૈન ભાયા, ઉદયલાલ અંજાના અને ભંવરસિંહ ભાટીના કામકાજનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યુ છે. તેમના વિભાગોમાં ફેરફાર કરવામાં આવી શકે છે.

પાયલટ જુથના રમેશ મીણા અને વિશ્વેદ્રને મંત્રી બનાવવા દબાણ
પક્ષમાં નારાજગી વ્યક્ત કર્યા બાદ કોંગ્રેસમાં પરત આવેલા ભૂતપુર્વ મુખ્યમંત્રી સચિન પાયલટ અત્યારે પોતાના માટે કંઈ જ માંગી રહ્યા નથી. તેઓ પાતાના એવા મંત્રીઓ અને ધારાસભ્યોને ફરી સેટ કરવા ઈચ્છે છે કે જેઓ પક્ષમાં વિદ્રોહ બાદ પોતાનું ઘણુ બધુ ગુમાવ્યુ હતું. હવે એ વાત અલગ છે કે તેઓ ફરી મજબૂત થાય તે ગહેલોત ક્યારેય સ્વીકારશે નહીં.

સચિન પાયલટ રમેશ મીણા અને વિશ્વેન્દ્ર સિંહને ફરી મંત્રીમંડળમાં સામેલ કરવા ઈચ્છે છે. આ માટે અશોક ગેહલોત જૂથ કોઈ પણ સંજોગોમાં તૈયાર નથી. આ સ્થિતિમાં સામાજીક સંતુલન માટે મીણાની જગ્યાએ મીણા અને રાજપુતની જગ્યા રાજપુતને મંત્રી બનાવવામાં આવી શકે છે. તે પણ પાયલટને રાજી કરીને.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો