• Gujarati News
  • National
  • MLA Swears, Taken Into Custody By Police; Went To Complain Against The Demolition Of The Wall

કર્ણાટકના BJPના ધારાસભ્યએ મહિલા સાથે કર્યુ ગેરવર્તન:MLAએ અપશબ્દો કહ્યા, ને પોલીસે કસ્ટડીમાં લીધા; દીવાલ તોડી પાડવા અંગે ફરિયાદ કરવા ગયા હતા

એક મહિનો પહેલા

કર્ણાટકના બેંગ્લુરુમાં એક મહિલા સાથે BJPના ધારાસભ્યએ ગેરવર્તન કર્યાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં બીજેપીના MLA અરવિંદ લિંબાવલી એક મહિલા સામે ઉગ્ર થઈને અપશબ્દો કહેતા દેખાય રહ્યા છે. મહિલા શુક્રવારે પોતાની બિલ્ડિંગની દિવાલ પાડી નાખવા અંગે ફરિયાદ કરવા MLA પાસે ગયા હતા. તે મહિલાએ ધારાસભ્યને આવેદન આપવા માટે કોશિશ કરી હતી. જેનાં કારણે અરવિંદ લિંબાવલી ભડકી ગયા હતા અને મહિલાના હાથમાંથી આવેદન છીનવી લીધુ હતુ.

MLAએ એટલુ નહિ, પરંતુ પોલીસને તે મહિલાને કસ્ટડીમાં લેવા માટે કહ્યુ હતુ પોલીસ તેને પોલીસ સ્ટેશન પણ લઈ ગઈ હતી, જ્યાં તેના પર સરકારી કામમાં રુકાવટ કરવા માટે FIR દાખલ થઈ હતી. ધારાસભ્ય પોતાના વિધાનસભા ક્ષેત્ર મહાદેવપુરના રાજકાલુ એરિયાની ખબર કાઢવા ગયા હતા. આ એરિયામાં એક અઠવાડિયા પહેલા ભારે વરસાદના કારણે પાણી ભરાય ગયુ હતુ.

MLA લિંબાવલી પોતાના વિધાનસભા મહાદેવપુરના રાજકાલુ વિસ્તારમાં ગયા હતા. જ્યાં તેઓએ વિસ્તારના સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ.
MLA લિંબાવલી પોતાના વિધાનસભા મહાદેવપુરના રાજકાલુ વિસ્તારમાં ગયા હતા. જ્યાં તેઓએ વિસ્તારના સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ.

કોંગ્રેસ બોલી- લિંબાવલી ધારાસભ્ય બનવા લાયક નથી

આ ઘટનાને લઈને વિપક્ષ કોંગ્રેસે રાજ્યની ભાજપની સરકાર પર નિશાનો સાધતા કહ્યુ હતુ કે 'લિંબાવલી ધારાસભ્ય બનવાને લાયક નથી. તેણે રાજ્યમાં ભાજપાની સરકાર સત્તામાં રહી શકે તેમ નથી.'

આરોપોના જવાબમાં MLAએ પાણી ભરાયાના ફોટો પોસ્ટ કર્યા

કોંગ્રેસના આરોપનો જવાબ દેતા લિંબાવલીએલ કહ્યુ હતુ કે ' હું માફી માગવા માટે તૈયાર છું. પરંતુ આપની પાર્ટીની કાર્યકર્તા રુથ સગઈ મૈરીએ રાજ નહર (વરસાદના પાણીના નિકાલ માટે બનેલી નહેર) પર કબ્જો કર્યો હતો. અને લોકોને હેરાન કર્યા હતા. તેમને કહો કે તે જગ્યા ખાલી કરી દે.' આ સાથે તેઓએ તેમના એરિયામાં ભરાયેલા પાણીના ફોટોઝ પણ પોસ્ટ કર્યા હતા.

રાજકાલુ વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી ત્યાંના રહેવાસીઓ ઘરની બહાર નીકળી શક્તા નથી.
રાજકાલુ વિસ્તારમાં પાણી ભરાયા હોવાથી ત્યાંના રહેવાસીઓ ઘરની બહાર નીકળી શક્તા નથી.

પાણીના નિકાલમાં આવી રહી હતી સમસ્યા

બેંગ્લુરુ વોટર સપ્લાઈ બોર્ડ એન્ડ સીવરેઝ બોર્ડએ મૈરીની કોમર્શિયલ બિલ્ડિંગની દિવાલને તોડી પાડી હતી. તેવો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો હતો કે નહેરની જમીન પર આ બિલ્ડિંગ બનાવામાં આવી હતી. જેનાં જવાબમાં તેમણે કહ્યુ હતુ કે સરકારી સર્વેયર તરફથી સર્વે કરીને અને વિભાગની મંજુરી મેળવીને દિવાલ બનાવી હતી.

સોમવારે પડેલા ભારે વરસાદના કારણે મહાદેવપુરા વિધાનસભા ક્ષેત્રના ઘણા એરિયામાં પાણી ભરાયા હતા. ગુરુવારે બપોરે ધારાસભ્યએ નલ્લૂરહલ્લીમાં અતિક્રમણ કરનારી જગ્યાની મુલાકાત કરી હતી. જેના પછી રાજ નહરથી સટે બિલ્ડિંગનો એક ભાગ બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યો હતો.

MLAએ જેલમાં નાખવાની ધમકી આપી હતી

મહિલા કાર્યકર્તાએ કહ્યુ હતુ કે 'ધારાસભ્ય લિંબાવલીએ પોલીસને મને જેલમાં નાખવા માટે કહ્યુ હતુ. તેમણે મને કહ્યુ હતુ કે શું તમને આદર અને સમ્માન છે? તમે જમીન પર કબ્જો કરો છો અને હવે મારી સામે થાવ છો. આ પછી પોલીસ મને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.' મહિલાએ વધુમાં કહ્યુ હતુ કે 1971માં તેમની સંપત્તિને બૃહત બેંગ્લુરુ મહાનગર પાલિકાએ (BBMP) ડિમોલીશ કરવાની કોશિશ કરી હતી.

જે પણ હોય, ધારાસભ્યએ જાહેરમાં એક મહિલા સાથે સારો વ્યવહાર કરી શકે તેમ હતા.