તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

38 પત્નીઓના પતિના અંતિમસંસ્કાર અટક્યા:પરિવારનો દાવો- જીવતા છે જીઓના ચાના, તેમનું શરીર હજી સુધી ગરમ અને શ્વાસ પણ ચાલે છે

3 મહિનો પહેલા
  • ચાનાની પત્નીઓ જમવાનું બનાવે છે અને વહુઓ સાફ-સફાઈની જવાબદારી સંભાળે છે

દુનિયાના સૌથી મોટા પરિવાર (167 લોકો)ના મુખિયા મિઝોરમના જીઓના ચાનાનો પરિવાર હજી તેમના મોત પર વિશ્વાસ કરવા તૈયાર નથી. પરિવારનું માનવું છે કે ચાના અત્યારે પણ જીવતા છે અને તેમના શ્વાસ ચાલી રહ્યા છે. આ ઘટના પછી ચાનાના અંતિમસંસ્કાર રોકી દેવામાં આવ્યા હતા.

ચાના પાવલ સંપ્રદાયના નેતા છે. તેમના પિતાએ આ સંપ્રદાયનું ગઠન કર્યું હતું. સંપ્રદાયમાં 433 પરિવાર અને 2,500થી વધારે લોકો સામેલ છે. સંપ્રદાયના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી મોત કન્ફર્મ નહીં થાય ત્યાં સુધી અંતિમસંસ્કાર નહીં કરાય.

2 દિવસ પહેલાં ડોક્ટરે કન્ફર્મ કર્યું હતું મોત
મિઝોરમનું પાટનગર એજવાલના ત્રિનિટ હોસ્પિટલના ડોક્ટર્સે 13 જૂને ચાનાનું નિધન કન્ફર્મ કર્યું હતું. તેઓ 76 વર્ષના હતા. ચાનાની 38 પત્નીઓ છે અને 89 બાળકો છે. મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ પણ ચાના માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી હતી. તેમણે લખ્યું હતું કે મિઝોરમ અને તેમનું ગામ બકટાવંગ તલંગનુમ આ પરિવારના કારણે ટૂરિસ્ટ એટ્રેક્શન બન્યું હતું.

સૌથી મોટી પત્ની જવાબદારી કામની વહેંચણી કરે છે
આ પરિવાર વિશે કહેવામાં આવ્યું છે કે ચાનાની સૌથી મોટી પત્ની ઘરના સભ્યોમાં કામની વહેંચણીનું કામ કરે છે. તે દરેકના કામ પર નજર રાખે છે. 167 લોકોનો આ પરિવાર પહાડોની વચ્ચે બનેલા 4 ફ્લોરના મકાનમાં રહે છે. ઘરનું નામ 'છૌન થર રન' (ન્યૂ જનરેશન હોમ) છે. આ મકાનમાં 100થી વધારે રૂમ છે.

આવું છે પરિવારનું જીવન
ચાનાનો જન્મ 21 જુલાઈ 1945માં થયો હતો. તે ચાના પાવલ નામના સમુદાયના પ્રમુખ છે. આ સંસ્થાની તેમના પિતાએ સ્થાપના કરી હતી. આ સંપ્રદાયમાં બહુ લગ્નની પરંપરા છે, ચાનાની આટલી બધી પત્નીઓ એટલે જ છે. આ પરિવારનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સામેલ છે.

પત્નીઓ બનાવતી હતી ખાવાનું, વહુઓ કરે છે સફાઈ
રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે, આ પરિવારમાં એક દિવસના રેશનમાં 45 કિલો ચોખા, 25 કિલો દાળ, 20 કિલો ફળ, 30થી 40 મુરઘા અને 50 ઈંડાંની જરૂર પડે છે. ચાનાના પરિવાર માટે એક મોટા ડાઈનિંગમાં 50 ટેબલ પર ખાવાનું પીરસવામાં આવે છે. ચાનાની પત્નીઓ જમવાનું બનાવે છે. દીકરીઓ ઘરના બીજા કામ સંભાળે છે અને સાફ-સફાઈની જવાબદારી વહુઓ સંભાળે છે.

અન્ય સમાચારો પણ છે...