• Home
  • National
  • Mizoram has been running on trust for 30 years without shops, take what you need and put the money in the box

રસપ્રદ / મિઝોરમમાં 30 વર્ષથી વિશ્વાસ પર ચાલી રહી છે દુકાનદાર વગરની દુકાનો, જે જરૂર હોય એ લઈ જાઓ અને પૈસા બોક્સમાં નાંખી દો 

Mizoram has been running on trust for 30 years without shops, take what you need and put the money in the box
X
Mizoram has been running on trust for 30 years without shops, take what you need and put the money in the box

  • આ નાનકડા રાજ્યના ખેડૂતોએ ટૂરિસ્ટો માટે દુકાનો ખોલી, જેમાં કિંમત કહેનારું કે પૈસા લેનારું પણ કોઈ નથી
  • સુરક્ષા માટે દુકાનોમાં સીસીટીવી સુદ્ધાં નથી, પરંતુ હજુ સુધી કશું ચોરાયું નથી

સેમ્યુઅલ વીએલ રિનમાવિયા

Jun 30, 2020, 04:00 AM IST

આઈઝોલ. તમે સડક માર્ગે મિઝોરમ જાઓ તો હાઈવે પર તમને એવી અનેક દુકાનો જોવા મળશે, જેમાં સામાનના બદલામાં રૂપિયા લેનારું કોઈ હોતું નથી. આ દુકાનોમાં ગ્રાહકો પર દેખરેખ રાખવા સીસીટીવી કેમેરા પણ નથી. તેમ છતાં શાકભાજી, ફળ, જ્યૂસ અને કરિયાણાની આ દુકાનો લગભગ 30 વર્ષથી ચાલી રહી છે.

આ દુકાનોને મિઝોરમની સ્થાનિક ભાષામાં ‘નગાહ લોહ દ્વાર’ કહે છે, જેનો અર્થ છે, ‘દુકાનદાર વગરની દુકાનો’. આ દુકાનોમાં સામાનના ભાવનું લિસ્ટ હોય છે. સામાન લીધા બાદ ગ્રાહકે દુકાનમાં મુકેલા બોક્સમાં પૈસા મુકી દેવાના હોય છે. મિઝોરમમાં 1990થી આવી દુકાનોનું ચલણ વધ્યું છે. મોટાભાગની દુકાનો રાજધાની આઈઝોલથી લુંગલેઈ હાઈવેની વચ્ચેના 60 કિમી વિસ્તારમાં બક્તવાંગ, તલુંગવેલ, થિંગસુલ્થલિયા ગામોની વચ્ચે છે. આ દુકાનોના મોટાભાગના ગ્રાહક ટૂરિસ્ટ કે હાઈવે પર ચાલતા ટ્રક ડ્રાઈવર હોય છે. 

સામાન્ય દિવસોમાં આ દુકાનોમાં સારીકમાણી થતી હતી, પરંતુ લોકડાઉનના કાણે પ્રવાસીઓ ઘટતાં તેમનો ધંધો મંદો પડ્યો છે. આવી જ એક દુકાન ચલાવતા લલરિથપુઈયા ગામના ખેડૂતે જણાવ્યું કે, રોજની 500થી 1000ની આવક થતી હતી, હવે ઘણી ઘટી ગઈ છે. ટૂરિસ્ટ આવતા નથી અને ટ્રકો પણ ઘટી ગઈ છે. આ વિસ્તારમાં ખેડૂત પરિવારના બધા જ સભ્યો ખેતરોમાં કામ કરે છે, આથી દુકાન પર સતત બેસનારું કોઈ હોતું નથી. બધી દુકાનો વિશ્વાસ પર ચાલે છે અને કોઈ પૈસા ચુકવ્યા વગર ગયું હોય એવું ક્યારેય બન્યું નથી. 

શાકભાજી, ફળ, જ્યુસથી માંડીને માછલીઓ પણ મળે છે 
વિશ્વાસની આ દુકાનો ગામના ખેડૂતોની છે. ખેડૂતો દરરોજ તાજી શાકભાજી, ફૂલ, ફ્રૂટ જ્યુસ, તાજું પાણી, સુકવેલી નાની માછલીઓ અને જરૂરિયાતનો બીજો સામાન એક્ઠો કરીને દુકાનમાં ગોઠવી દે છે. વાંસની લાકડીથી બનેલી આસામાન્ય દુકાનો પર પવીશા બોન એટલે કે પૈસા મુકવાનું બોક્સ હોય છે. બોક્સમાં છુટા પૈસા પણ મુકેલા હોય છે. દરરોજ સાંજે ખેતરમાંથી પાછા ફરતા સમયે ખેડૂતો દુકાનમાં બચેલો સામાન છોડીને પૈસા કાઢી લે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી