તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mithun Chakraborty, Who Was Trapped By The Dialogue Of 'I Will Kill Here And The Corpse Will Fall In The Crematorium', Clarified By Appearing Virtually In The High Court

મિથુન'દાની હેટ સ્પીચ:ફિલ્મ ડાયલોગ 'મારુંગા યહાં ઔર લાશ ગિરેગી સ્મશાન મેં' બોલીને ફસાયા અભિનેતા, બર્થ-ડેના દિવસે જ કોલકાતા પોલીસે પૂછપરછ શરૂ કરી

3 મહિનો પહેલા
  • કોર્ટના આદેશ પછી માનિકતલા પોલિસે વર્ચ્યુઅલ પૂછપરછ શરૂ કરી
  • મિથુન પર પોતાના ફિલ્મી ડાયલોગ દ્વારા લોકોને ઉશ્કેરવાનો આરોપ

ભારતીય જનતા પાર્ટીના નેતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની આજથી તેમના જન્મ દિવસથી જ માનિકતલા પોલીસે વર્ચ્યુઅલ પૂછપરછ શરૂ કરી છે. તેમની સવારે 10 વાગ્યાથી પૂછપરછ શરૂ કરવામાં આવી રહી છે અને પોલીસ નિવેદન નોંધી રહી છે. હકીકતમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન રેલીમાં મિથુને પોતાની ફિલ્મનો ડાયલોગ કહ્યો હતો કે, 'મારુંગા યહાં ઔર લાશ ગિરેગી સ્મશાન મેં'. આ વિવાદાસ્પદ ભાષણના સંદર્ભમાં મિથુન સામે માનિકતલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. FIR રદ કરવાની માગણી માટે મિથુને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે તેના વળતા જવાબમાં હાઈકોર્ટે તપાસ અધિકારીને મિથુનની વર્ચ્યુઅલી પૂછપરછ કરવાનો આદેશ આપ્યો છે.

પોલીસે એક કલાક સુધી પૂછપરછ કરી
કોલકાતા પોલીસે જસ્ટિસ તીર્થકર ધોષની બેન્ચના આદેશ પછી મિથુન ચક્રવર્તીની આજે વર્ચ્યુઅલ પૂછપરછ શરૂ કરી હતી. વીડિયો-કોન્ફરન્સ દ્વારા ચાલેલી આ પૂછપરછ લગભગ એક કલાક સુધી ચાલી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ પાર્ટી તરફથી ચૂંટણીપ્રચાર કરવા ગયા હતા કે એ માટે તેમણે પૈસા લીધા હતા? જવાબમાં મિથુને કહ્યું હતું કે તેણે ચૂંટણીપ્રચારના બદલામાં પૈસા નહોતા લીધા. તે બીજેપીની વિચારધારાથી પ્રભાવિત છે. તેમને એવું લાગ્યું હતું કે આ ડાયલોગ લોકોમાં બહુ પ્રચિલત છે તેથી તેઓ આ ડાયલોગ બોલ્યા હતા.

TMC નેતાએ મિથુન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
મિથુન ચક્રવર્તીએ રેલીમાં આ ડાયલોગનો ઉપયોગ કરતાં ટીએમસીના યુવા કોંગ્રેસ નેતાએ કોલકાતાના માનિકતલા પોલીસ સ્ટેશન ઉશકેરણીજનક ભાષણ આપવાના આરોપમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે 7 માર્ચે બીજેપીમાં સામેલ થયા પછી યોજવામાં આવેલી રેલીમાં ચક્રવર્તીએ “मारबो एकहने लाश पोरबे शोशाने” જેનો અર્થ થાય, મારીશ અહીં ને લાશ સ્માશાનમાં પડશે એવો થાય છે. એ પછી તેમણે “एक छोबोले चाबी” ડાયલોગ કહ્યો હતો, જેનો અર્થ થાય છે કે સાપના એક દંશથી તમે તસવીરમાં કેદ થઈ જશો. મિથુનના આ ડાયલોગ પછી રાજ્યમાં ચૂંટણી પછી હિંસા ફેલાઈ હતી.

7 માર્ચે બીજેપીમાં જોડાયા પછી મિથુનની પહેલી રેલી.
7 માર્ચે બીજેપીમાં જોડાયા પછી મિથુનની પહેલી રેલી.

મિથુને FIR સામે અરજી દાખલ કરી હતી
મિથુન ચક્રવર્તીએ તેની સામે થયેલી FIR સામે હાઈકોર્ટમાં અરજી કરીને ફરિયાદ કરી હતી કે આ તેમની ફિલ્મનો ડાયલોગ છે. તેમનો હેતુ લોકોને ઉશ્કેરવાનો નહોતો. તેમણે હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની માગણી કરી હતી, પરંતુ કોર્ટે એ અરજી ફગાવી દીધી અને કહ્યું, આ મામલે પૂછપરછ થવી જોઈએ અને આજથી તેમની વર્ચ્યુઅલ પૂછપરછ શરૂ થવી જોઈએ.

TMC સાંસદ પણ રહી ચૂક્યા છે મિથુન
નોંધનીય છે કે મિથુન આ પહેલાં તૃણમૂલ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં બીજેપીએ તેના તમામ પ્રયત્નો પછી પણ તૃણમૂલ કોંગ્રેસને સત્તામાંથી બહાર કાઢવામાં સફળતા નહોતી મળી. આ વખતે પણ ટીએમસીએ 200થી વધારે સીટો જીતીને સતત ત્રીજી વાર રાજ્યમાં સત્તા મેળવી છે.

અન્ય સમાચારો પણ છે...