ભાજપના નેતા મિથુન ચક્રવર્તીએ બુધવારે આપેલા નિવેદનથી બંગાળના રાજકારણમાં હલચલ શરૂ થઈ ગઈ છે. કોલકાતામાં મિથુને મીડિયાને પૂછ્યું હતું કે, શું તમારે બ્રેકિંગ ન્યૂઝ જોઈએ છે? ત્યારપછી તેમણે કહ્યું કે, અત્યારની વાત કરીએ તો 38 તૃણમૂલ ધારાસભ્યો સાથે ઘણા સારા સંબંધો છે. તેમાંથી 21 ધારાસભ્યો સીધા સંપર્કમાં છે.
પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, ભાજપ પર આરોપ લાગ્યા છે કે, તેઓ ઉપદ્રવ કરે છે પરંતુ આ માત્ર એક કાવતરું છે. 18 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ભાજપને એન્ટી મુસ્લિમ કહેવામાં આવે છે. જો આવું હોય તો દેશમાં શાહરુખ, આમિર અને સલમાન જેવા એક્ટર સ્ટાર કેવી રીતે છે?
ગુરુવારે પાર્થ વિરુદ્દ રેલી કરશે BJP
બીજેપીએ પાર્થ ચેટરજીના મુદ્દે ગુરુવારે 28 જુલાઈએ કોલકાતામાં રેલી કાઢવાનો નિર્ણય કર્યો છે. મમતા સરકારમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે બીજેપી રાજ્યમાં પંચાયત ચૂંટણી પહેલાં વિવિધ રાજકિય કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયત્ન કરી રહી છે.
સરકાર બનાવવા-પાડવા વિશે બોલ્યા મિથુન
- પાર્થ ચેટરજીની ધરપકડ વિશે મિથુને કહ્યું- ટીચર ભર્તી કૌભાંડ 100 કરોડ નહીં પરંતુ 2 હજાર કરોડનું છે.
- પહેલાં મ્યુઝિક અને પછી ટ્રેલર રિલીઝ થાય છે. અત્યારે મ્યુઝિક રિલીઝ થયું છે, હજી ટ્રેલરની રાહ જોવો.
- હું ઉંઘીને ઉઠ્યો અને જોયું તો અચાનક બીજેપી અને શિવસેના સરકાર બની ગઈ હતી. એવું અહીં પણ થઈ શકે છે.
- બંગાળમાં ઈડીની કાર્યવાહી વિશે કહ્યું- જો પુરાવા નથી તો ડરવાની જરૂર નથી અને જો કઈક ખોટું કર્યું હશે તો કોઈ નહીં બચાવી શકે.
આજે જ મમતાએ કહ્યું હતું- બંગાળને તોડવું સરળ નથી
મમતાએ બુધવારે ટીટાગઢ વેગન્સમાં 4 દિવસમાં બીજી વાર કહ્યું હતું કે, બંગાળને મહારાષ્ટ્ર સમજવાની ભૂલ ના કરવી જોઈએ. બીજેપી પાસે કઈ કામ નથી. તેઓ માભ 3-4 એજન્સીઓ ગ્વારા રાજ્ય સરકારને તેમના હાથમાં લઈ લે છે. તેમણે મહારાષ્ટ્ર અને ઝારખંડ ઉપર પણ કબજો કર્યો છે. પરંતુ બંગાળે તેમને હરાવી દીધું છે. બંગાળને તોડવું સરળ નથી. કારણકે તે માટે તમારે પહેલાં રોયલ બંગાળ ટાઈગર સામે લડવું પડશે.
મમતાએ કહ્યું હતું, મને વિશ્વાસ છે કે, ભાજપ 2024માં સત્તામાં નહીં આવે. ભારતમાં બેરોજગારી 40 ટકા વધી છે. પરંતુ બંગાળમાં 45 ટકા ઓછી થઈ છે. આજે મીડિયા ટ્રાયલ ચાલી રહી છે અને તે લોકોને આરોપી કહી રહ્યા છે. તેઓ માત્ર બંગાળની છબી ખરાબ કરવા માંગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.