• Gujarati News
  • National
  • Mita Suraiya Of Delhi Is A Gold Medal Sculpture Artist, Teaching People How To Make Eco friendly Idols Of Ganesha Online

કોરોનાકાળમાં ગણેશ ચતુર્થી:દિલ્હીની મીતા સુરૈયા ગોલ્ડ મેડલ સ્કલ્પ્ચર આર્ટિસ્ટ છે, લોકોને ઓનલાઈન ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવતા શીખવાડે છે

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુરુગ્રામની મીતા એક ગોલ્ડ મેડલિસ્ટ સ્કલ્પ્ચર આર્ટિસ્ટ છે
  • ઘરમાં ગણેશજીની મૂર્તિ માત્ર 45 મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે

શ્રદ્ધાળુઓ ગણેશ ચતુર્થીની આતુરતાથી રાહ જોતા હોય છે. ગણેશજીની પ્રતિમા ખરીદવા માટે લોકો અનેક દુકાનો ફરતા હોય છે અને ઘરમાં ગણેશજીની તૈયારીઓ કરતા હોય છે. જોકે, આ વર્ષે કોરોના વાઈરસને કારણે તમામ તહેવારો ધૂમધામથી સેલિબ્રેટ કરવા શક્ય નથી. ગણેશ ચતુર્થી પણ આમાંથી બાકાત નથી. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ગુરુગ્રામની મીતા ગણેશ ચતુર્થીના સેલિબ્રેશનનો મૂડ જાળવવાનો પ્રયાસ કરે છે. તે ગોલ્ડ મેડલિસ્ટ સ્કલ્પ્ચર આર્ટિસ્ટ છે. કોરોનાકાળમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મીતાએ એક ક્લે કિટ બનાવી છે. આની મદદથી તમે ઘરમાં જ ગણેશજીની સુંદર મૂર્તિ તૈયાર કરી શકો છો.

દિલ્હીમાં રહેતી મીતા છેલ્લાં 11 વર્ષથી ગણેશ ભગવાનની સુંદર પ્રતિમા બનાવી રહી છે. તેણે કહ્યું હતું કે માટીમાંથી બનાવેલી મૂર્તિ ઈકો ફ્રેન્ડલી હોવાની સાથે સાથે શ્રીગણેશને સન્માન આપવાની યોગ્ય રીત પણ છે.

આમ તો દર વર્ષે ગણેશ વિસર્જનના સમયે પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલી અનેક મૂર્તિઓનું દરિયાકિનારે વિસર્જન કરવામાં આવે છે. આ જ કારણે જળ પ્રદૂષણ વધે છે. મીતાએ જ્યારથી ઓર્ડર લઈને ગણેશજીની મૂર્તિ બનાવવાનું નક્કી કર્યું ત્યારે તે લોકોને એ વાત પણ સમજાવતી કે ઘરમાં જ ટબ કે ડોલમાં મૂર્તિ વિસર્જિત કરવામાં આવે. મીતાએ કહ્યું હતું, આ વર્ષે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને ઘરમાં જ ગણેશ વિસર્જન કરવું એ સમયની જરૂરિયાત છે.

મીતાના મતે, ઘરમાં ગણેશજીની મૂર્તિ બનાવવી સરળ છે અને માત્ર 45 મિનિટમાં બની જાય છે. જો તમે પહેલી વાર મૂર્તિ બનાવતા હોવ તો તમને એક કે દોઢ કલાકનો સમય લાગી શકે છે. 44 વર્ષીય મીતા કહે છે, હું લોકોની ડિમાન્ડ અનુસાર ક્લેની સાઈઝ બનાવીને આપું છું. આ સાઈઝ છ ઈંચથી લઈને 18 ઈંચ સુધીની હોય છે. મીતાની કિટમાં મૂર્તિ કેવી રીતે બનાવવી તે અંગેની તમામ સૂચનાઓ પણ લખેલી હોય છે. આટલું જ નહીં મીતા પર્યાવરણ બચાવવા માટે માટીના ગણેશ લોકો વધુને વધુ બનાવતા થાય તે માટે ઓનલાઈન વર્કશોપ કરીને મૂર્તિઓ બનાવતા શીખવે છે.

આ મૂર્તિઓને સૂકાતા ત્રણથી ચાર દિવસનો સમય લાગી શકે છે. ત્યારબાદ કલરકામ કરવામાં આવે છે. મીતાએ કહ્યું હતું, ગણેશ વિસર્જન તમે ઘરે જ 20 મિનિટમાં કરી શકો છો. વિસર્જન બાદ તમે ટબમાં રાખેલું પાણી તથા માટી ફૂલ-છોડમાં નાખી શકો છો.

જ્યારે કોઈ માટીના ગણેશનું આ રીતે વિસર્જન કરી અને તેની તસવીરો મીતાને મોકલે ત્યારે તેને ઘણો જ આનંદ થાય છે. મીતાએ કહ્યું હતું, થોડાં દિવસમાં ગણેશોત્સવ પૂરો થઈ જશે પરંતુ પર્યાવરણ પ્રત્યે લોકો જાગૃત થાય તેનો પ્રયાસ હું દર વર્ષે કરીશ.

અન્ય સમાચારો પણ છે...