તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mistakenly Entered The Pakistani Border, Returned Home After 14 Years From A Pakistani Prison; Said Indians Are Treated Inhumanely

પાક.માં કઠોર 'વનવાસ':ભૂલથી પાકિસ્તાનની બોર્ડરમાં પ્રવેશ્યો, 14 વર્ષ પછી જેલથી છૂટી વતન પરત આવ્યો; કહ્યું- ભારતીયો સાથે અમાનવીય વ્યવહાર કરાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરના ડોડાના 43 વર્ષના ધરમ સિંહ અમૃતસરના અટારી ખાતેની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનથી પરત ફર્યા હતા. - Divya Bhaskar
જમ્મુ-કાશ્મીરના ડોડાના 43 વર્ષના ધરમ સિંહ અમૃતસરના અટારી ખાતેની આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાનથી પરત ફર્યા હતા.
  • પાકિસ્તાનની જેલમાં ભારતીયોને ઢોર માર મારીને પાગલ કરી દેવાય છેઃ ધર્મસિંહ

એક ભારતીય નાગરિક 14 વર્ષ પછી પાકિસ્તાનની લખપત જેલમાંથી છૂટીને દેશમાં પરત ફર્યો છે. આ યુવક જમ્મૂ-કાશ્મીરનો છે, આને સીમા સુરક્ષા દળે અમૃતસરની સ્થાનિક પોલીસને સોંપ્યો હતો અને મેડિકલ ચેકઅપ કર્યા પછી અત્યારે એને ક્વોરન્ટાઈન રાખવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં 'વનવાસ' ભોગવીને આવેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે તે ભૂલથી આંતરરાષ્ટ્રીય બોર્ડર ઓળંગીને પાકિસ્તાન જતો રહ્યો હતો. જ્યાં એને ભારતનો ગુપ્તચર સમજીને જાસૂસીનો આરોપ લગાવીને 14 વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી હતી. આ વ્યક્તિએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ભારતીય મૂળના કેદીઓ સાથે અમાનવીય વર્તન કરવામાં આવે છે.

14 વર્ષના વનવાસ પછી ભારત પરત ફર્યા
આશરે 43 વર્ષના ધર્મસિંહ મૂળ જમ્મૂ-કાશ્મીરના નિવાસી છે. પ્રાપ્ત થતી જાણકારી અનુસાર 2003માં તેઓ ભારત-પાક બોર્ડરના સાંબા સેક્ટરના માર્ગથી ભૂલમાં પાકિસ્તાનમાં પ્રવેશી ગયા હતા. જ્યારે તેઓ સરહદ પાર કરીને પાકિસ્તાન પહોંચ્યા ત્યારે સરહદ પર તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારપછી ધર્મસિંહને ભારતનો ગુપ્તચર સમજીને 14 વર્ષ કેદની સજા સંભળાવી હતી. ધર્મસિંહે આ સોમવારે 14 વર્ષની સજાની સમય મર્યાદા પૂરી કરી લીધી હોવાથી પાકિસ્તાનની જેલમાંથી તેઓને છોડી મુકાયા હતા. તેવામાં આજે મંગળવારે બપોરે 2 વાગ્યે જ્યારે ધર્મસિંહે ભારતની ભૂમિમાં પ્રવેશ કર્યો ત્યારે તેમના શરીરમાં અનેરો ઉત્સાહ વ્યાપી ગયો હતો. સરહદ સુરક્ષા દળે ધર્મસિંહને પોલીસને સોંપી દીધો હતો.

ટૂંક સમયમાં તેઓને પરિવારજનો સાથે મોકલી દેવાશે
આ ઘટના અંગે પંજાબ પોલીસના અધિકારી અરૂણ કુમારે જણાવ્યું હતું કે ધર્મસિંહને કસ્ટમ ઈમીગ્રેશન પૂર્ણ કર્યા પછી અમૃતસરની ગરૂનાનક દેવ મેડિકલ કૉલેજ ખાતે ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં તમામ કાર્યવાહીને પૂર્ણ કર્યાપછી ધર્મસિંહને એમના પરિવારજનો પાસે મેકલી દેવામાં આવશે, જેની જાણ જમ્મૂ-કાશ્મીર પોલીસને પણ કરવામાં આવી છે.

ભારતીય કેદીઓને પાકિસ્તાનની જેલમાં ઢોર માર મરાય છે
પોલીસની પૂછપરછ દરમિયાન ધર્મસિંહે જણાવ્યું હતું કે લખપત જેલમાં ભારતીય કેદીઓ સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. તેઓને આખા દિવસ સુધી દોરી વડે બાંધીને ઢોર માર મારવામાં આવે છે. એમની સાથે અન્ય 31 કેદીઓ પણ લખપત જેલમાં સજા ભોગવી રહ્યા હતા. જેમાંથી 14 કેદીઓને એટલો કષ્ટ આપ્યો કે તેઓ પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી બેઠા છે અને પાગલ થઈ ગયા છે. જાસૂસી કરવાના આરોપો લગાવીને ભારતીય કેદીઓને પાકિસ્તાનની જેલમાં ઘણા હેરાન કરવામાં આવે છે. જીવતા ભારત પરત ફર્યા હોવાને કારણે ધર્મસિંહે ભગવાનનો ધન્યવાદ માન્યો હતો.