નેવીએ જહાજથી બ્રહ્મોસનું પરિક્ષણ કર્યું:અરબી સમુદ્રમાં મિસાઇલે સટીક નિશાન માર્યું; 2 મહિના પહેલા સુખોઈથી પરિક્ષણ થયું હતું

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન નેવીએ અરબી સમુદ્રમાં પોતાના જહાજથી બ્રહ્મોસનું સફળ પરિક્ષણ કર્યું હતું. DRDOએ ડિઝાઇન કરેલાઆ બૂસ્ટરની સાથે બ્રહ્મોસ મિસાઇલએ અરબી સમુદ્રમાં ટાર્ગેટ પર સટીક હુમલો કર્યો હતો. મિસાઇલનું પરિક્ષણ બેટલશિપ કોલકતાથી કરવામાં આવ્યું હતું. મિસાઇલમાં સ્વદેશી સામગ્રી વધારવા પર બ્રહ્મોસ એરોસ્પેસ સતત કામ કરી રહી છે.

2 મહિના પહેલા બ્રહ્મોસ મિસાઇલનું સુખોઈનું સફળ પરિક્ષણ થયું હતું

મિસાઈલ પરીક્ષણની આ ફાઈલ ફૂટેજ ભારતીય વાયુસેના દ્વારા તેના એકાઉન્ટમાંથી બહાર પાડવામાં આવી હતી.
મિસાઈલ પરીક્ષણની આ ફાઈલ ફૂટેજ ભારતીય વાયુસેના દ્વારા તેના એકાઉન્ટમાંથી બહાર પાડવામાં આવી હતી.

ઈન્ડિયન એરફોર્સે ડિસેમ્બર 2022માં બંગાળની ખાડીમાં બ્રહ્મોસ એર લોન્ચ મિસાઇલું સફળ પરિક્ષમ કર્યું હતું. આ 400 કિલોમીટર સુધીના ટાર્ગેટને નિશાને લઈ શકે છે. વાયુ સેનાએ પોતાના ઑફિશિયલ નિવેદનમાં કહ્યું હતું કે આ મિસાઇલને સુખોઈ Su-30 ફાઈટર એરક્રાફ્ટથી ટેસ્ટ કરવામાં આવ્યું છે. રક્ષા વિભાગે જણાવ્યું હતું કે ટેસ્ટ વખતે મિસાઇલે ટાર્ગેટ કરાયેલી શિપને વચ્ચોવચ્ચ માર્યું હતું. આ મિસાઇલના એર-લોન્ચ વર્ઝનનું એન્ટી-શિપ વર્ઝન છે.

કેવી રીતે નામ પડ્યું બ્રહ્મોસ?
બ્રહ્મોસને ભારતના રક્ષાના અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO) અને રશિયાના ફડરલ સ્ટેટ યૂનિટરી ઇન્ટરપ્રાઇઝ NPOMની વચ્ચે કરાર હેઠળ વિકસાવ્યું છે. બ્રહ્મોસ એક મધ્યમ શ્રેણીની સ્ટીલ્થ રેમજેટ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. આ મિસાઇલને જહાજ, સબમરીન, એરક્રાફ્ટ અથવા ફરી ધરતીથી લોન્ચ કરાવી શકાય છે.

રક્ષા વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બ્રહ્મોસનું નામ ભગવાન બ્રહ્માના તાકાતવર શસ્ત્ર બ્રહ્માસ્ત્ર પરથી નામ આપ્યું છે. જોકે અમુક રિપોર્ટ્સમાં એ પણ દાવો કર્યો છે કે આ મિસાઇલનું નામ બે નદીઓ, ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મોસ્કવા નદી પરથી નામ રખાયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે એન્ટી- શિપ ક્રુઝ મિસાઇલના રૂપમાં દુનિયામાં સૌથી ઝડપી છે.

બ્રહ્મોસ પર એક નજર

  • બ્રહ્મોસ એક સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે, જેને સબમરિન, શિપ, એરક્રાફ્ટ અથવા જમીન ક્યાંયથી પણ છોડી શકાય છે.
  • બ્રહ્મોસ રશિયાની P-800 ઓકિંસ ક્રુઝ મિસાઇલ ટેક્નોલોજી પર આધારિત છે. આ મિસાઇલને ભારતીય સેનાના ત્રણેય અંગો, આર્મી, નેવી અને એરફોર્સને સોંપવામાં આવી ગયું છે.
  • બ્રહ્મોસ મિસાઈલના અનેક વર્ઝન અસ્તિત્વમાં છે. બ્રહ્મોસના લેન્ડ-લોન્ચ, શિપ-લોન્ચ, સબમરીન-લોન્ચ એર-લોન્ચ વર્ઝનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
  • બ્રહ્મોસ જમીન અથવા સમુદ્રમાંથી ફાયરિંગ કરવામાં આવે ત્યારે 290 કિમીની રેન્જમાં મેક 2 સ્પીડ (2500 કિમી/કલાક)ની ઝડપે તેના ટાર્ગેટને નષ્ટ કરી શકે છે.
  • બ્રહ્મોસ મિસાઇલને પાણીની અંદરથી 40-50 મીટરની ઊંડાઈથી સબમરીનથી લોન્ચ કરી શકાય છે. સબમરીનથી લોન્ચ કરાયેલી બ્રહ્મોસ મિસાઈલનું પરિક્ષણ 2013માં કરવામાં આવ્યું હતું.

ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઈલ વચ્ચે શું તફાવત છે?
મિસાઇલ એ માર્ગદર્શિત હવાઈ શ્રેણીનું હથિયાર છે જે સ્વ-સંચાલિત ઉડાન માટે સક્ષમ છે, જે સામાન્ય રીતે જેટ એન્જિન અથવા રોકેટ મોટર દ્વારા સંચાલિત થાય છે. મિસાઈલને ગાઈડેડ મિસાઈલ અથવા ગાઈડેડ રોકેટ પણ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, મિસાઈલનો અર્થ થાય છે કોઈ લક્ષ્ય તરફ વિસ્ફોટક ફેંકવું, બાળવું અથવા મોકલવું. સામાન્ય રીતે બે પ્રકારની મિસાઇલો હોય છે. ક્રુઝ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલો.

ક્રુઝ મિસાઇલ

  • ક્રુઝ મિસાઇલ એ માનવરહિત સ્વ-માર્ગદર્શિત મિસાઇલનો એક પ્રકાર છે. આ મિસાઇલો હાઇ સ્પીડ પ્લેનની જેમ જમીનની ખૂબ નજીકથી ઉડે છે. આ માટે, રૂટ માર્કિંગ તેમની નેવિગેશન સિસ્ટમમાં ફીડ કરવામાં આવે છે. એટલા માટે તેમને ક્રુઝ મિસાઈલ નામ આપવામાં આવ્યું છે.
  • તે જેટ એન્જિન ટેક્નોલોજીની મદદથી પૃથ્વીના વાતાવરણમાં ઉડે છે. તેમની ઝડપ ખૂબ ઝડપી છે.
  • ક્રૂઝ મિસાઈલને તેમની ક્ષમતા અનુસાર સબસોનિક, સુપરસોનિક અને હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાં વિભાજિત કરી શકાય છે. ઉદાહરણ તરીકે, ભારતની બ્રહ્મોસ એક સુપરસોનિક મિસાઇલ છે અને બ્રહ્મોસ 2 હાઇપરસોનિક મિસાઇલ છે.
  • ક્રુઝ મિસાઈલ જમીનથી માત્ર 10 મીટર ઉપર ખૂબ જ નીચી ઉડે છે. ક્રુઝ મિસાઈલ પૃથ્વીની સપાટીની સમાંતર ગતિ કરે છે અને તેમના લક્ષ્યો ખૂબ જ સચોટ હોય છે.
  • ઓછી ઉંચાઈ પર ઉડવાને કારણે તે રડાર હેઠળ આવતું નથી. તેમને જમીન, હવા, સબમરીન અને યુદ્ધ જહાજોથી લોન્ચ કરી શકાય છે.
  • ક્રુઝ મિસાઈલ બેલેસ્ટિક મિસાઈલો કરતા કદમાં નાની હોય છે અને તેમાં હળવા વોરહેડ્સ હોય છે. ક્રુઝ મિસાઇલોનો ઉપયોગ પરંપરાગત અને પરમાણુ હથિયારો બંને માટે થાય છે.

બેલિસ્ટિક મિસાઇલ

  • આ મિસાઈલ છોડ્યા બાદ ઝડપથી ઉપર જાય છે અને પછી ગુરુત્વાકર્ષણના કારણે ઝડપથી નીચે આવતાં તેના લક્ષ્યને અથડાવે છે.
  • બેલેસ્ટિક મિસાઈલ મોટા દરિયાઈ જહાજ અથવા સંસાધનો સાથેની ખાસ જગ્યા પરથી છોડવામાં આવે છે. ભારત પાસે પૃથ્વી, અગ્નિ અને ધનુષ નામની બેલેસ્ટિક મિસાઈલો છે.
  • બેલેસ્ટિક મિસાઈલો ક્રુઝ મિસાઈલ કરતા કદમાં મોટી હોય છે. આ મિસાઈલો ક્રુઝ મિસાઈલ કરતાં ભારે હથિયાર લઈ જઈ શકે છે.
  • બેલેસ્ટિક મિસાઈલ છોડ્યા પછી, તે હવામાં અર્ધચંદ્રાકાર આકારના માર્ગને અનુસરે છે. રોકેટ સાથેનો સંપર્ક તૂટી જતાં જ તેમાં રહેલો બોમ્બ ગુરુત્વાકર્ષણને કારણે જમીન પર પડી જાય છે.
  • એકવાર આ મિસાઇલો છોડવામાં આવે તો તેનો રસ્તો બદલી શકાતો નથી.
  • બેલેસ્ટિક મિસાઇલોનો ઉપયોગ સામાન્ય રીતે પરમાણુ શસ્ત્રો વહન કરવા માટે થાય છે, જો કે તે પરંપરાગત હથિયારો પણ વહન કરી શકે છે.

ભારતની મિસાઈલ પાકિસ્તાનમાં પડી
9 માર્ચે, એક ભારતીય મિસાઈલ પાકિસ્તાનની 124 કિલોમીટર અંદર શહેર ચન્નુ મિયાં પાસે પડી હતી. ભારતનું કહેવું છે કે ટેક્નિકલ ખામીના કારણે આવું થયું છે. બીજી તરફ પાકિસ્તાનનો દાવો છે કે તે હથિયાર વગરની સુપરસોનિક મિસાઈલ હતી.

પાકિસ્તાની સૈન્યના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિકારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, એક હાઈ-સ્પીડ ફ્લાઈંગ ઓબ્જેક્ટ તેના શહેર મિયાં ચન્નુ પાસે ક્રેશ થયું હતું. આ ઑબ્જેક્ટ 40 હજાર ફૂટની ઉંચાઈ પર અને પાકિસ્તાની એરસ્પેસની અંદર 124 કિલોમીટર સુધી મેક 3 સ્પીડથી ઉડાન ભર્યા બાદ ક્રેશ થયું હતું.

અન્ય સમાચારો પણ છે...