• Gujarati News
  • National
  • Misdemeanor With A 30 year old Woman Late At Night At 3 P.m., Hospitalized In Critical Condition, One Arrested

મુંબઈમાં મહિલા સાથે નિર્ભયા જેવી દરિંદગી:30 વર્ષની મહિલા સાથે મોડીરાત્રે 3 વાગે દુષ્કર્મ, ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ, એકની ધરપકડ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્રના પુણેમાંથી પણ દુષ્કર્મની ત્રણ ઘટના સામે આવેલી છે

મુંબઈના સાકિનાકા વિસ્તારમાં એક 30 વર્ષિય મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. પીડિત મહિલાની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. પોલીસે આ ઘટનામાં અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેમા અન્ય કેટલાક લોકોની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પીડિતા સાથે નિર્ભયા જેવી દરિંદગી કરવામાં આવી હોવાની પણ માહિતી સામે આવી છે.

આ ઘટના રાત્રે 3 વાગ્યા આસપાસ થઈ છે. મહિલા સાથે ગેંગરેપ બાદ આરોપીઓએ તેના પ્રાઈવેટ પાર્ટમાં રોડ નાંખ્યો છે. મહિલાની સ્થિતિ ખૂબ જ નાજુક છે. પોલીસને આ મહિલા સવારે ખૈરાની રોડ પર ગંભીર સ્થિતિમાં મળી આવી હતી. મહિલાને સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

મહિલાના ઈન્ટર્નલ પાર્ટ્સમાં ગંભીર ઈજા
ડોક્ટરની ટીમના જણાવ્યા પ્રમાણે મહિલાના ઈન્ટર્નલ પાર્ટ્સમાં ગંભીર ઈજા પહોંચી છે. તેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. DCP અને એડિશનલ પોલીસ કમિશ્નર કાકીનાકા પોલિસ સ્ટેશન પહોંચ્યા છે. આરોપી સામે IPCની કલમ 307,376,323 અને 504 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ કરાયેલ આરોપીની ઓળખ મોહન ચૌહાન તરીકે થઈ છે.

પુણેમાં એક સપ્તાહમાં દુષ્કર્મની ત્રીજી ઘટના
છેલ્લા એક સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની પુણેમાં પણ દુષ્કર્મની આ ત્રીજી ઘટના સામે આવી છે. અહીં સૌથી પહેલા 31 ઓગસ્ટના રોજ 14 વર્ષની સગીર સાથે 13 લોકોએ ગેંગ રેપ કર્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. બીજી ઘટના 8 સપ્ટેમ્બરના રોજ પુણે રેલવે સ્ટેશન પાસે બની હતી અને તેની પુણેની વિવિદ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે. ત્રીજી ઘટના પુણેના ખેડ તાલુકામાંથી સામે આવી છે. અહીં 12 વર્ષની એક સગીર સાતે 5 લોકોએ અલગ-અલગ સમયે દુષ્કર્મ આચર્યું હતું. તમામ ગુનેગારોની ધરપકડ થઈ ગઈ છે.