ઉત્તરપ્રદેશ:બદમાશોએ યુવતીના વાળ ખેંચી પ્રેમી પંખીડાને માર માર્યો, સોશિયલ મીડિયામાં વાઈરલ થયો વીડિયો

2 મહિનો પહેલા

ઉત્તરપ્રદેશના લખનઉમાં ગામના લોકો પ્રેમી પંખીડાની જાહેરમાં ધોલાઈ કરતો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ ગામના લોકોએ જણાવ્યા પ્રમાણે, આ લોકો ખેતરમાં વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. જે બાદ રોષે ભરાયેલા ગામના લોકોએ તેમને પકડી ઢોર માર માર્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે લોકો બંનેના વાળ ખેંચી માર મારી રહ્યા છે અને અન્ય લોકો વીડિયો બનાવી રહ્યા છે. ગ્રામીણોનાં કહેવા પ્રમાણે આવા લોકોના કારણે સમાજનું વાતાવરણ બગડી રહ્યું છે. જોકે આ વીડિયો વાયરલ થતા પોલીસે ચાર લોકો વિરૂદ્ઘ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે આ લોકો બેસીને વાતો જ કરી રહ્યાં હતા, એટલામાં ચાર લોકો આવી આ લોકોને મારવા લાગ્યા. પોલીસની તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, આ લોકો એક બીજાનાં સંબંધીઓ છે.

અન્ય સમાચારો પણ છે...