• Gujarati News
  • National
  • Mirage Landed On The Airstrip In The Presence Of PM Modi, Carrying AN 32 Commandos; Demonstration Of The Power Of The Sukhoi Raphael Fighter

એક્સપ્રેસ-વે પર એર શો:PM મોદીની ઉપસ્થિતિમાં એર સ્ટ્રિપ પર ઉતર્યું મિરાઝ, AN-32 કમાન્ડોઝ લઈ પહોંચ્યું; સુખોઈ-રાફેલ ફાઈટરનું શક્તિ પ્રદર્શન

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ આગ્રા એક્સપ્રેસ-વે પર મિરાઝ 2000, જગુઆર, સુખોઈ-30 અને સુપર હર્ક્યુલિસ જેવા વિમાનો ઉતરી ચુક્યા છે

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં એરફોર્સે ઈતિહાસ રચ્યો છે. PM મોદી સામે વાયુસેનાના મિરાઝ-2000 મલ્ટીરોલ ફાઈટરે એક્સપ્રેસ-વે પર તૈયાર કરવામાં આવેલા ઈમર્જન્સી એર સ્ટ્રિપ પર લેન્ડિંગ કર્યું હતું. અહીં મરિઝમાં ઈંધણ પણ ભરવામાં આવ્યું હતુ. ત્યારબાદ કમાન્ડોઝ સાથે એરફોર્સનું ટ્રાન્સપોર્ટ પ્લેન AN-32 હાઈવે પર ઉતર્યું હતુ. આ કમાન્ડોઝે ઓપરેશનને લગતા સાહસિક અભિયાન પણ રજૂ કર્યું હતુ. એર શોમાં સુખોઈ, મિરાઝ, રાફેલ, AN32, સુર્યકિરણ જેવા પ્લેનનો સમાવેશ થતો હતો. આ એર સ્ટિપ બન્યા બાદ એક્સપ્રેસ વે પર 3-3 એર સ્ટ્રિપ ધરાવતું UP દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે.

આ અગાઉ ભારતીય વાયુસેનાએ આગ્રા એક્સપ્રેસ-વે પર મિરાઝ 2000, જગુઆર, સુખોઈ-30 અને સુપર હર્ક્યુલિસ જેવા વિમાનો સફળતાપૂર્વક ઉતરી ચુક્યા છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું લોકાર્પણ કર્યુ હતું. હર્ક્યુલિસ વિમાનથી કોઈ એક્સપ્રેસ વે પર પહોંચાનારા તેઓ પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશનો ત્રીજો રનવે ધરાવતો એક્સપ્રેસ-વે છે, જ્યાં ફાઈટર પ્લેન લેન્ડિંગ અને ટેક ઓફ કરી શકે છે. આ અગાઉ આગ્રા એક્સપ્રેસ-વે અને યમુના એક્સપ્રેસ વે પર લડાકૂ વિમાન ઉતરી ચુક્યા છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખી કાર્યક્રમ સ્થળથી આશરે 10 કિલોમીટર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એર ફોર્સના પ્લેન હાઈવે પર ઉતર્યાં હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એર ફોર્સના પ્લેન હાઈવે પર ઉતર્યાં હતા
એરફોર્સના AN-32 મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર લેન્ડિંગ કર્યું. તેનો નાટો સેના લાંબા સમયથી ઉપયોગ કરી રહી છે
એરફોર્સના AN-32 મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર લેન્ડિંગ કર્યું. તેનો નાટો સેના લાંબા સમયથી ઉપયોગ કરી રહી છે
એરફોર્સ ઉપરાંત સેનાના જવાનોએ પણ બહાદુરીનું પ્રદર્શન કર્યું. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર પ્રથમ વખત આગ્રા એક્સપ્રેસ વે પર પણ ફાઈટર પ્લેનનું લેન્ડિંગ થઈ ચુક્યું છે.
એરફોર્સ ઉપરાંત સેનાના જવાનોએ પણ બહાદુરીનું પ્રદર્શન કર્યું. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર પ્રથમ વખત આગ્રા એક્સપ્રેસ વે પર પણ ફાઈટર પ્લેનનું લેન્ડિંગ થઈ ચુક્યું છે.
એક્સપ્રેસ વેનું ઉદઘાટન કર્યાં બાદ સુલ્તાનપુરમાં એક્સપ્રેસ વે પર એર શો જોઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
એક્સપ્રેસ વેનું ઉદઘાટન કર્યાં બાદ સુલ્તાનપુરમાં એક્સપ્રેસ વે પર એર શો જોઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી