જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. સોમવારે કાશ્મીરના ગુલમર્ગ, પહેલગામ, બનિહાલમાં જ્યારે જમ્મુના ડોડા અને પૂંછમાં હિમવર્ષા થઈ હતી. બીજી તરફ હિમાચલના લાહૌલ-સ્પીતિ, કુલ્લુ અને મનાલીમાં રવિવાર રાતથી હિમવર્ષા શરૂ થઈ હતી, જે સોમવારે સવાર સુધી ચાલુ રહી હતી. ઠંડીની શરૂઆતની સાથે જ ઘાટીમાં ભારે હિમવર્ષાની શરૂઆત થતાં આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ઠંડી પડી શકે છે.
જમ્મુ-કાશ્મીર અને હિમાચલના મેદાની વિસ્તારોમાં પણ અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. સોમવારે સવારે શ્રીનગરમાં 3.4 ડિગ્રી સેલ્સિયસ, પહેલગામમાં 0.6 અને ગુલમર્ગમાં માઈનસ 2.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયો હતો.
તસવીરોમાં જુઓ હિમવર્ષા...
હિમાચલના ઊંચા શિખરો પર હિમવર્ષા, લાહોલ સ્પીતિ બરફથી ઢંકાયેલી
હિમાચલ પ્રદેશના ઊંચા શિખરો પર રવિવાર રાતથી હિમવર્ષા થઈ રહી છે. લાહોલ સ્પીતિ, ચંબા અને કિન્નોરના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે. લાહૌલ સ્પીતિના મુખ્ય મથક કેલોંગ અને અટલ ટનલ પાસે એક ઇંચ સુધી બરફ જમા થતા ટનલ બંધ કરી દેવામાં આવી છે. પ્રવાસીઓના મનપસંદ સ્થળો કુલ્લુ અને મનાલીમાં પણ ભારે હિમવર્ષા થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.