હાશ... આખરે ટ્રેન ચાલુ થશે!:રેલવે મંત્રાલયને માર્ચ સુધી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો દોડવાની આશા

નવી દિલ્હીએક વર્ષ પહેલા
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાની સ્થિતિ સુધારવાની સાથે જ પ્રવાસની સગવડો વધવાની આશા
  • અગાઉ 1700થી વધુ મેલ-એક્સપ્રેસ દોડતી, હાલ ફક્ત 1100

કોરોનાના કારણે દેશમાં ટ્રેનોનું લૉકડાઉન હજુ પૂરું નથી થયું. સ્પેશિયલ ટ્રેનો શરૂ તો થઈ, પરંતુ લોકોએ તેમાં બમણું ભાડું ભરવું પડે છે. આ સ્થિતિમાં એક સારા સમાચાર છે. રેલવે મંત્રાલયને આશા છે કે, માર્ચ સુધી તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનો ફરી શરૂ થઈ શકે છે. એટલે કે કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં રેલવે હવે નિયમિત ટ્રેનોને ફરી પાટા પર લાવવાની તૈયારીમાં છે. રાજ્યોની સંમતિ અને તેમની માંગના આધારે રેલવે ફેબ્રુઆરી-માર્ચ સુધી બાકીની ટ્રેનોનું સંચાલન શરૂ કરી શકે છે. દેશમાં કોરોના કાળ પહેલા આશરે 12 હજાર પેસેન્જર ટ્રેનો દોડતી હતી, જ્યારે હાલ 1100 ચાલે છે. એવું કહેવાય છે કે, અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવ્યું હોવાથી તેમજ મૃત્યુદર ઘટ્યો હોવાથી ટ્રેનોનું સંચાલન ઝડપથી સામાન્ય થઈ જશે.

મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં સ્પેશિયલ ટ્રેનોના ભાડાં બમણા
મધ્ય પ્રદેશમાં પશ્ચિમ મધ્ય રેલવે ઝોનના રૂટ પર દોડતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોનું ભાડું રૂ. 200થી 800 સુધી વધારે છે. રાજસ્થાનમાં પણ જયપુર-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોમાં પણ બમણું ભાડું ચૂકવવું પડી રહ્યું છે. એવી જ રીતે, મહારાષ્ટ્રમાં ભુસાવળ-મુંબઈ જેવા વ્યસ્ત રૂટ પણ ભાડા બમણા છે. કોરોના કાળ પહેલા હરિયાણામાં 385 એક્સપ્રેસ ટ્રેનો સંચાલિત થતી હતી, જ્યારે હવે ફક્ત 125 થાય છે. આ ટ્રેનોના મુસાફરોએ પણ બમણાથી વધુ ભાડું ચૂકવવું પડી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...