સરકારે ગુરુવારે દેશમાં નિર્મિત મિલિટ્રી હાર્ડવેર અથવા ડિફેન્સ ઈક્વિપમેન્ટ્સ સંબંધિત મોટો નિર્ણય લીધો છે. તેના મુજબ સેના માટે 70 હજાર 584 કરોડના ઉપકરણ ખરીદવામાં આવશે. આ નિર્ણય ડિફેન્સ એક્વાજિશન કાઉન્સિલ એટલે કે DACએ કર્યો છે. તેના ચેરમેન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ છે.
DACની બેઠકમાં ભારતીય નેવી માટે 60 મેડ ઈન ઈન્ડિયા UH મરીન હેલિકોપ્ટર, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ, ભારતીય સેના માટે 307 ATAGS હોવિત્ઝર તોપ, 9 ALH ધ્રુવ હેલિકોપ્ટરની ખરીદીને મંજૂરી આપી છે. ત્રણ વર્ષથી પૂર્વ લદાખમાંની લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર ચીન સાથે તણાવની સ્થિતિ છે એટલા માટે પણ આ નિર્ણય મહત્ત્વપૂર્ણ છે.
DACએ AoNને મંજૂરી આપી
નાણાકિય વર્ષ 2022-23 માટે હવે કુલ 2 લાખ 71 હજાર 538 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેનો 98.9% ભાગ ભારતમાં બનેલી વસ્તુ ખરીદવા પર જ ખર્ચ થશે. DACએ ખાસ પ્રપોઝલ એક્સેપટેન્સ ઓફ નેસેસિટી (AoN)ને મંજૂરી આપી દીધી છે. આ રૂપિયા તેના હેઠળ જ આપવામાં આવશે. આ એક સ્પેશિયલ પ્રોગ્રામ છે. તેનો ઉદ્દેશ ભારતમાં બનેલા ઉપકરણને હથિયારોમાં સામેલ કરવું છે.
આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પણ હાસલ કરી શકાશે
રાજનાથની ઓફિસ તરફથી સોશિયલ મીડિયા પર આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, તેનાથી ભારતીય ઉત્પાદકને એક પ્લેટફોર્મ પર લાવવાની સાથે જ આપણે આત્મનિર્ભર ભારતને લક્ષ્યને પણ હાંસલ કરી શકીએ છીએ. સૌથી મોટો લાભ તો એ હશે કે ડિફેન્સ સેક્ટરમાં ફોરેન વેન્ડર્સ પર ડિપેન્ડેન્સ એટલે કે નિર્ભરતા ઘણી હદ સુધી ઘટાડી શકાશે.
કોસ્ટ ગાર્ડને મળશે ચાર હેલિકોપ્ટર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈન્ડિયન કોસ્ટગાર્ડ માટે 3800 કરોડ રૂપિયાથી વધુના 9 ધ્રુવ માર્ક ચાર હેલિકોપ્ટર ખરીદવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું કે નેવી માટે ખરીદવામાં આવી રહેલાં UH મરીન હેલિકોપ્ટર એ ધ્રુવ હેલિકોપ્ટરનો જ એક પ્રકાર છે, જે 2025-26 સુધી દરિયાઈ સરહદની દેખરેખ અને અન્ય જરૂરિયાતો માટે તૈયાર થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.