તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Senior Ministers And Army Officials Likely To Meet Today To Discuss 3 Issues, Including India's Preparations Against China

ભારત-ચીન સીમા વિવાદ:વરિષ્ઠ મંત્રીઓ અને સેનાના અધિકારીઓ આજે મીટિંગ કરી શકે છે, ચીનની વિરુદ્ધ ભારતની તૈયારીઓ સહિત 3 મુદ્દાઓ પર ચર્ચાની શકયતા

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લેહમાં ઉડાન ભરતા એરફોર્સના એરક્રાફટનો ફોટો મંગળવારનો છે.
  • ભારત-ચીનની વચ્ચે લદ્દાખમાં છેલ્લા 6 મહિનાથી તણાવ, 15 જૂને ગલવાનમાં હિંસક અથડામણ થઈ હતી
  • 29-30 ઓગસ્ટની રાતે ચીને પૈંગોન્ગ સરોવર વિસ્તારની એક પહાડી પર કબ્જો કરવાની કોશિશ કરી હતી

લદ્દાખમાં ચીન સાથેના તણાવના મુદ્દા પર ચર્ચા માટે આજે મોદી સરકારના મંત્રીઓ અને સેનાના અધિકારીઓની મીટિંગ થવાની શકયતા છે. ન્યુઝ એજન્સી એનએનઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના મામલાને ડીલ કરી રહેલા સિનિયર મિનિસ્ટર અને મિલિટ્રી અધિકારી બેઠકમાં સામેલ થશે. તેમાં લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી ભારત-ચીન સીમાની સ્થિતિ પર વાત કરવામાં આવશે.

આ 3 મુદ્દાઓ પર વાતચીતની શકયતા

  • ડોકલામ સહિત ભૂતાનના બીજા વિસ્તારમાં ચીનની શું એક્ટિવિટીઝ ચાલી રહી છે અને સ્થિતિનો સામનો કરવા માટે ભારતની શું તૈયારી છે ?
  • બંને દેશોની વચ્ચે કોર્પ્સ કમાન્ડર લેવલની મીટિંગમાં મોડુ કેમ થઈ રહ્યું છે, જોકે મોસ્કો કરારમાં વાતચીત પર સહમતિ બની હતી.
  • લદ્દાખમાં ચીનના અગ્રેસનની વિરુદ્ધ ભારતના કડક વલણ પછી ચીનનો રિસપોન્સ કેવો રહ્યો છે ?

ભારત-ચીનના આર્મી અધિકારીઓની વચ્ચે પહેલા 5 રાઉન્ડની મીટિંગ્સમાં કોઈ મહત્વનો માર્ગ નીકળ્યો ન હતો. પૂર્વ લદ્દાખના ફિંગર-4 વિસ્તારથ ચીન પાછળ હટી રહ્યું નથી પરંતુ ચીને સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ ભૂતાનમાં ચીનના બિલ્ડઅપને લઈને સરકારે થોડા દિવસો પહેલા જ ચર્ચા કરી હતી.

ચીન વારંવાર ઘુસણખોરીની કોશિશ કરી રહ્યું છે
ભારત-ચીનની વચ્ચે એપ્રિલ-મેથી તણાવ બની રહ્યું છે. ચીનના સૈનિક પૂર્વી લદ્દાખમાં ગલવાન ઘાટીથી લઈને ફિંગર એરિયા અને પૈંગોન્ગ સરોવરમાં ઘણી વખત ઘુસણખોરીની કોશિશ કરી ચૂક્યા છે. 15 જૂને ગલવાનમાં ભારત-ચીન વચ્ચે અથડામણ થઈ હતી. 29-30 ઓગસ્ટની રાતે ચીને પૈેંગોન્ગ સરોવરના દક્ષિણ પહાડ પર કબ્જો કરવાની કોશિશ કરી હતી, જોકે ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો