• Gujarati News
  • National
  • Deputy Chief Minister Randhawa Has Expressed Readiness To Leave The Home Ministry, Minister Ashu Has Advised To Learn 'Congress Culture'.

પંજાબ કોંગ્રેસમાં સિદ્ધુ મુદ્દે ફરી વિવાદ:કંટાળેલા Dy.CM રંધાવાએ ગૃહ મંત્રાલય છોડવાની તૈયારી દર્શાવી, મંત્રી આશુ આપી ચુક્યા છે 'કોંગ્રેસ કલ્ચર' શીખવાની સલાહ

ચંડીગઢ19 દિવસ પહેલા
  • અગાઉ કેપ્ટન અમરિંદર CM પદ પરથી હટ્યા અને કોંગ્રેસમાંથી બહાર થયા ત્યાં સુધી સિદ્ધુ વિવાદમાં રહેલા

પંજાબ કોંગ્રેસમાં નવજોત સિદ્ધૂ અંગે ફરી વિવાદ સર્જાયો છે. સિદ્ધુ અકાળી દળના નેતા વિક્રમ મજેઠીયાની ધરપકડ નહીં કરવાની ઘટનામાં પોતાની જ સરકાર સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમના નિવેદનોથી તંગ આવી નાયબ મુખ્યમંત્રી સુખજિંદર રંધાવાએ ગૃહ મંત્રાલય છોડી દેવાની તૈયારી દર્શાવી છે. નાયબ મુખ્યમંત્રીએ રવિવારે કહ્યું હતું કે સિદ્ધુ વધારે પડતા મહત્વકાંક્ષી છે. જ્યારથી મને ગૃહ મંત્રાલય મળ્યું છે ત્યારથી સિદ્ધુ નારાજ ચાલી રહ્યા છે. માટે હું પદ છોડી દેવા તૈયાર છું.

કેપ્ટન અમરિંદર સિંહ CM પદ પરથી હટ્યા અને કોંગ્રેસમાંથી બહાર થયા ત્યાં સુધીના વિવાદોમાં કેન્દ્રમાં રહેલા સિદ્ધુ ત્યારબાદ પણ પોતાની સરકારને નિશાન પર લઈ રહ્યા છે. ત્યાં સુધી કે મુખ્યમંત્રી ચરણજીત ચન્નીથી પણ તેમના મતભેદ અનેક વખત સામે આવી ચુક્યા છે.

આ અગાઉ મંત્રી ભારત ભૂષણ આશુએ પણ આ રીતે સિદ્ધુને કોંગ્રેસ કલ્ચર શીખવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે પંજાબમાં સિદ્ધુ મોડલ નહીં કોંગ્રેસ મોડલ ચાલશે. તેમણે ત્યા સુધી કહ્યું કે "હું" શબ્દ નહીં પણ સંગઠન મોટું હોય છે. આ અગાઉ સરકારમાં મંત્રી રાણા ગુરજીત પણ સિદ્ધુના વલણ અંગે પ્રશ્નાર્થ કરી ચુક્યા છે.

સિદ્ધુના નિવેદનોથી બદલો લેવાનો સંદેશ
નાયમ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યું કે અકાળી નેતા વિકમ મજેઠીયા પર ડ્રગ્સ કેસ છે. સિદ્ધુ આ અંગે જે નિવેદન આપી રહ્યા છે તેમાં બદલો લેવાનો સંદેશ સ્પષ્ટપણે જણાય છે. હું સિદ્ધુને વિનંતી કરું છું કે પંજાબના લોકોને ન્યાય લેવા દો. સિદ્ધુએ મજેઠીયાની ધરપકડ ન કરવા અંગે સરકાર પર કરવામાં આવતા હુમલા અંગે રંધાવાએ કહ્યું કે કાયદો જે કહેશે તે જ કરશું.

મંત્રી આશુએ કહ્યું- સિદ્ધુ સરકારના પ્રયત્નોને બરબાદ કરી રહ્યા છે
પંજાબ સરકારમાં ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી ભારત ભૂષણ આશુએ સિદ્ધુને આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું કે CM અને મંત્રી 18-18 કલાક કામ કરી રહ્યા છે. 3 મહિનામાં એટલા કામ કરવામાં આવ્યા છે કે જે છેલ્લા સાડા 4 વર્ષમાં થયા નથી. તેમ છતાં સિદ્ધુ આ અંગે વિપરીત નિવેદન આપી રહ્યા છે. જેથી સરકારના તમામ પ્રયત્નો વ્યર્થ જઈ રહ્યા છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે જો કોંગ્રેસમાં બધુ જ ઠીક નથી તો સિદ્ધુએ પાર્ટી છોડી દેવી જોઈએ. તેમણે કોંગ્રેસ હાઈકમાન સમક્ષ માગ કરી છે કે સિદ્ધુ સામે કાર્યવાહી કરવામાં આવે.