• Gujarati News
  • National
  • Minister Malik Said Parties Worth 15 Crores Took Place During Fadnavis's Era, Wankhede Wears Clothes And Shoes Worth Several Lakhs

નવાબ મલિક ફરી વીફર્યા:કહ્યું- ફડણવીસના કાર્યકાળમાં 15 કરોડની પાર્ટીઓ થઈ, વાનખેડેનાં કપડાં-જૂતાંની કિંમત લાખો રૂપિયા

25 દિવસ પહેલા

આર્યન ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે મંગળવારે સવારે એકવાર ફરી પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને સમીર વાનખેડે પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસ સીએમ હતા ત્યારે ફોર સીઝન હોટલમાં 15 કરોડ રૂપિયાની પાર્ટીઓ કરવામાં આવી હતી. આ હોટલમાં એક-એક ટેબલની કિંમત રૂ. 15 લાખ હોય છે.

મલિકે કહ્યું હતું કે આ પાર્ટીઓના આયોજકો કોણ હતા એની હકીકત સામે આવવી જોઈએ. શું તમને ખબર નહોતી કે તમારું પોલીસતંત્ર એટલું નબળું હતું કે તમને આની માહિતી ના મળી. તેમણે વધુમાં કહ્યું હતું કે અમે કોઈના પર હવામાં આરોપ નથી લગાવ્યો, પરંતુ તથ્યો સાથે તેને લોકોની સામે લાવ્યા છીએ. હું ફરી એક વખત કહેવા માગું છું કે સમીર વાનખેડે દેવેન્દ્ર ફડણવીસના ખાસ છે.

ટૂંક સમયમાં અમે પુરાવા રજૂ કરીશું
મલિકે કહ્યું હતું કે જો આર્યનને લઈને 18 કરોડની ડીલ થઈ છે તો તમે સમજો કે મોટા અભિનેતા-અભિનેત્રીઓમાં કેટલી મોટી ડીલ થઈ હશે. અમે આવનારા સમયમાં વધારે પુરાવા રજૂ કરીશું. બધી કડી ભેગી થઈ રહી છે અને ટૂંક સમયમાં જ આ વિશે ઘટસ્ફોટ કરવામાં આવશે.

મારા ઘરેથી કશું મળ્યું નથી, ફડણવીસે માફી માગવી જોઈએ
મલિકે કહ્યું હતું કે મારા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે હું મહિલાઓને ટાર્ગેટ કરું છું. એકનાથ ખડસે સાહેબની પત્નીને ઈડી પહોંચાડવાનું કામ કોણે કર્યું, એનો જવાબ બીજેપીએ આપવો જોઈએ.
કાલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે નવાબ મલિકના જમાઈના ઘરેથી ગાંજો મળી આવ્યો હતો, પરંતુ પંચનામામાં કોઈ પણ એવી વસ્તુ મળી આવ્યાનો ઉલ્લેખ નથી. દેવેન્દ્ર ફડણવીસે માફી માગવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે મલિક ચાર્જશીટને નબળી કરવા માટે વાનખેડે પર પ્રહાર કરે છે. સમીર ખાન એટલે કે મારા જમાઈના કેસમાં ઓલરેડી ચાર્જશીટ ફાઈલ છે. તેમનો આ આરોપ પણ ખોટો પણ સાબિત થાય છે.

મારા અંડરવર્લ્ડ સાથે સંબંધ હતા તો કાર્યવાહી કેમ ના થઈ
મલિકે વધુમાં કહ્યું હતું કે ફડણવીસે મારા પર એવો આરોપ લગાવ્યો છે કે તેઓ દિવાળી પછી બોમ્બ ફોડશે. એવું કહે છે કે મારા અંડરવર્લ્ડ સાથે સંબંધ છે. હું 62 વર્ષથી મુંબઈમાં રહું છું અને કોઈનામાં એવો દમ નથી કે જે મારા પર આરોપ લગાવે કે મારું અંડરવર્લ્ડ સાથે કનેક્શન છે. જો મારે કોઈ અંડરવર્લ્ડ સાથે કનેક્શન હોય તો તમે 5 વર્ષ સત્તામાં રહ્યા અને ગૃહ વિભાગ તમારી પાસે જ હતું. તેમ છતાં ત્યારે કેમ મારી સામે કોઈ કાર્યવાહી ના કરી.

અન્ય સમાચારો પણ છે...