• Gujarati News
  • National
  • Minister Gudha Said There Was A Festive Atmosphere, There Was Only A Little Nostalgia

રાજસ્થાનના મંત્રીના પુત્રની બર્થડે પાર્ટીમાં અશ્લીલ ડાન્સ, VIDEO:મંત્રી ગુઢાએ કહ્યું- જશ્નનો માહોલ હતો, કોઈ ગમગીની થોડી જ હતી

ઉદયપુરવાટી21 દિવસ પહેલા

રાજસ્થાન સરકારમાં સૈનિક કલ્યાણ મંત્રી રાજેન્દ્રસિંહ ગુઢાના પુત્રના બર્થડે પાર્ટીમાં અશ્લીલ ડાન્સ કરવાનો મામલો સામે આવ્યો છે. રાત્રે 10 વાગ્યા સુધી યુવતીઓએ ડાન્સ કર્યા. ખાસ વાત એ છે કે આ દરમિયાન મંત્રી ગુઢા પણ મંચ પર જ હાજર હતા. મામલો ઝુંઝુનૂં જિલ્લાના ઉદયપુરવાટી વિસ્તારમાં આવેલા લિબટ્રી ફાર્મહાઉસનો છે. આ ઘટના 9 સપ્ટેમ્બરની છે પણ તેનો વીડિયો હવે સામે આવ્યો છે.

9 સપ્ટેમ્બરનાં રોજ મંત્રી ગુઢાના પુત્ર શિવમનો બર્થડે હતો. બર્થડે પર મોટી પાર્ટીનું આયોજન કરાયું હતું. આ પાર્ટીમાં રાત્રે 8 વાગ્યે અશ્લીલ ડાન્સ શરૂ થયો હતો. કાર્યક્રમમાં અલગ-અલગ ડાન્સર બોલાવવામાં આવી હતી. જેમાં વિદેશીની સાથે દેશી યુવતીઓ પણ હતી. કુલ 10 યુવતીઓને ડાન્સ માટે બોલાવવામાં આવી હતી.

ડાન્સ દરમિયાન ડાન્સર મંચ પર ઠુમકા લગાવી રહી હતી, તો મંત્રી રાજેન્દ્ર ગુઢા પોતે ભીડને કંટ્રોલ કરતાં જોવા મળ્યા.
ડાન્સ દરમિયાન ડાન્સર મંચ પર ઠુમકા લગાવી રહી હતી, તો મંત્રી રાજેન્દ્ર ગુઢા પોતે ભીડને કંટ્રોલ કરતાં જોવા મળ્યા.

ક્રિકેટ સ્પર્ધાનું પણ સમાપન થયું
શુક્રવારે રાજેન્દ્રસિંહ ગુઢાના પુત્ર શિવમના બર્થડે પર અનેક કાર્યક્રમો આયોજિત કરાયા હતા. આ દરમિયાન ઉદયપુરવાટી પ્રીમિયર લીગ ક્રિકેટ પ્રતિયોગિતાનું સમાપન સમારંભનું પણ આયોજન કરાયું હતું. જેમાં વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી તેમજ પુરસ્કાર અપાયા હતા.

સરપંચ ફોરમના જિલ્લાધ્યક્ષ અને રઘુનાથપુરા સરપંચ સંજય નેહરા પણ વિદેશી ડાન્સર્સ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા.
સરપંચ ફોરમના જિલ્લાધ્યક્ષ અને રઘુનાથપુરા સરપંચ સંજય નેહરા પણ વિદેશી ડાન્સર્સ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા.

મંત્રી રાજેન્દ્ર ગુઢાએ સ્પષ્ટતા કરી
મંત્રી ગુઢાનું કહેવું છે કે ગમનું વાતાવરણ તો હતું નહીં, જશ્નનો માહોલ હતો અને કોઈ સમર્થકે પાર્ટી બુક કરી હતી. હું પોતે મંચ પર ગયો હતો, ત્યારે યુવતીઓ ડાન્સ કરી રહી હતી. હજારોની ભીડ એકઠી હતી અને એકાએક બંધ કરાવવાથી ભીડ બેકાબૂ બની શકી હોત, તેથી બે-ત્રણ ગીત પછી ડાન્સ બંધ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...