• Gujarati News
  • National
  • Minister Ajay Mishra's Son Ashish Mishra Was Present In The Jeep Crushing The Agitating Farmers, His Friend Also Became The Accused.

લખીમપુર હિંસામાં 5 હજાર પાનાંની ચાર્જશીટ દાખલ:મંત્રી ટેનીનો પુત્ર ખેડૂતોને કચડનારી જીપમાં હાજર હતો; ચાર્જશીટમાં મંત્રીના નામનો ઉલ્લેખ નહીં

17 દિવસ પહેલા

લખીમપુર ખીરી હિંસાને આજે 90 દિવસ પૂર્ણ થયા છે. મામલામાં SITએ કોર્ટમાં આરોપપત્ર દાખલ કર્યો છે. SITના સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે ચાર્જશીટ 5 હજાર પાનાંની છે. એમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીના પુત્ર આશિષ મિશ્રાના મિત્ર વીરેન્દ્ર કુમાર શુક્લાનું નામ જોડવામાં આવ્યું છે. જોકે ખેડૂતોએ વકીલને મંત્રી અજય મિશ્રાનું નામ જોડવાની અરજી પણ કરવામાં આવી હતી, પરંતુ ચાર્જશીટમાં તેનું નામ જોડવામાં આવ્યું નથી.

લખીમપુરના તુકનિયામાં 3 ઓક્ટોબરે એક પત્રકાર સહિત 8 લોકોનાં મોત થયાં હતાં. એમાં બંને પક્ષો તરફથી કેસ નોંધાવવામાં આવ્યા હતા. એ બાબતની તપાસ SIT ટીમ કરી રહી છે. ગંભીર આરોપોમાં 90 દિવસની અંદર એજન્સીને ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા મોનુ સહિત 13 લોકો જ્યુડિશિયલ કસ્ટડીમાં બંધ છે.

ખેડૂતોના વકીલે કલમો ઉમેરવાની જાણકારી આપી
તિકોનિયા હિંસા કેસમાં ખેડૂતોના વકીલ અમાને કહ્યું હતું કે FIRમાં કલમ 201 ઉમેરવામાં આવી છે, સાથે વિરેન્દ્ર કુમાર શુક્લાનું નામ પણ ઉમેરાયું છે. મંત્રીનું નામ પણ ઉમેરવા માટે વિનંતી કરવામાં આવી હતી, પરંતુ તેમનું નામ ઉમેરવામાં આવ્યું નથી.

SITએ પૂર્વઆયોજિત ષડયંત્ર ગણાવ્યું
3 ઓક્ટોબરથી 3 જાન્યુઆરી સુધી તુકનિયાકાંડના 90 દિવસ પૂર્ણ થયા છે. ગંભીર આરોપોમાં તપાસ એજન્સીને 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. SITના ઈન્સ્પેક્ટર વિદ્યા રામ દિવાકરે એને એક અકસ્માત નહીં, પણ પૂર્વઆયોજિત કાવતરું ગણાવ્યું હતું. તેણે કોર્ટને આ કેસમાં આરોપીઓ સામેની કલમો બદલવાની વિનંતી કરી હતી. ભવિષ્યમાં આ જ કલમો હેઠળ મામલાની તપાસ થવી જોઈએ.

હિંસામાં 8 લોકોનાં મોત થયાં હતાં
લખીમપુરમાં 3 ઓક્ટોબરે બનેલી આ ઘટનામાં ચાર ખેડૂત, એક સ્થાનિક પત્રકાર સહિત આઠ લોકો માર્યા ગયા હતા. આશિષ મિશ્રા અને તેના સહયોગીઓ પર ખેડૂતોને તેમની કારથી કચડી નાખવાનો આરોપ છે, જેમાં ચારનાં મોત થયાં હતાં અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

4 ઓક્ટોબરે તુકનિયા પોલીસ સ્ટેશનમાં આશિષ મિશ્રા અને અન્ય ઘણા લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. બાદમાં SITની તપાસમાં બહાર આવ્યું હતું કે આ અકસ્માત નહીં, પરંતુ પૂર્વઆયોજિત કાવતરા હેઠળ કરવામાં આવેલી હત્યા હતી.

અન્ય સમાચારો પણ છે...