નિવૃત્તિ વય અંગે મોટા નિર્ણયની તૈયારી:ભારતના લાખો કર્મચારીઓને લાભ મળશે, યુએસ-યુરોપ મોડલ પર વિચારણા

19 દિવસ પહેલા

વર્ષ 2047 સુધીમાં ભારત વૃદ્ધ લોકોની મોટી વસતિ ધરાવતો દેશ બની જશે. ત્યારે 60 વર્ષથી ઉપરના લોકોની સંખ્યા વધીને 14 કરોડ થઈ જશે. આ કારણે પેન્શન ફંડ પર દબાણ વધશે. EPFOના 6 કરોડથી વધુ ગ્રાહકો છે. ભારતમાં નિવૃત્તિની ઉંમર યુએસ અને યુરોપ કરતાં ઓછી છે. આ બધું જોતાં ભારતમાં નિવૃત્તિવય મર્યાદા વધારીને 65 જેટલી કરવામાં આવે એવી વિચારણા ચાલી રહી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દેશમાં કર્મચારીઓની રિટાયર્મેન્ટ ઉંમર વધારવાના પક્ષમાં છે. EPFOએ પોતાના વિઝન ડોક્યુમેન્ટમાં આ વાત કરી છે. ભવિષ્ય નિધિ સંગઠનનું કહેવું છે કે રિટાયર્મેન્ટની ઉંમરને વધારવા માટે અન્ય દેશોના અનુભવ અનુસાર વિચાર કરી શકાય છે. આનાથી પેન્શન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ મળશે. હાલમાં 6 કરોડથી વધારે લોકો EPFO સાથે જોડાયેલા છે. જૂન 2022ના મહિનામાં EPFOમાં કુલ 18.36 લાખ નવા સદસ્ય જોડાયા છે.

અમેરિકામાં નિવૃત્તિની ઉંમર
ઈકોનોમિક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, EPFOમાં પોતાના વિઝન 2047ના ડોક્યુમેન્ટમાં જણાવાયું છે કે દેશમાં રિટાયર્મેન્ટની ઉંમરને વધારવાનો વિચાર કરવામાં આવી શકે છે. અત્યારે ભારતમાં નિવૃત્તિ વય મર્યાદા 58થી 65 વર્ષ છે. ભારતમાં નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષથી ઓછી છે. ત્યાં ઈટાલી, ડેનમાર્ક અને ગ્રીસમાં 67 વર્ષ છે. અમેરિકામાં કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા 66 વર્ષ છે.

14 કરોડ થઈ જશે વડીલોની વસતિ
વર્ષ 2047 સુધીમાં ભારત વડીલોની સૌથી વધારે વસતિ ધરાવતો દેશ બની જશે. એ સમયે વધારે ઉંમરના લોકોની સંખ્યા 14 કરોડ જેટલી થઈ જશે. આ જ કારણે પેન્શન ફન્ડ પર દબાણ વધશે. આ જ કારણથી EPFOએ નિવૃત્તિ વય વધારવા અંગે વિચાર કરવા સરકારને કહ્યું છે. જો નિવૃત્તિ વય વધશે તો લાંબાગાળે EPFOમાં અને બીજા ફન્ડમાં વધારે પૈસા જમા થશે. આનાથી પેન્શન સિસ્ટમ પર દબાણ વધશે અને મોંઘવારી ઓછી થવામાં પણ મદદ મળશે.

6 કરોડથી વધારે સદસ્યો
EPFOના 6 કરોડથી વધારે સદસ્યો છે અને 12 લાખ કરોડથી વધારેનું પેન્શન અને પ્રોવિડન્ટ ફંડનું આયોજન કરે છે. EPFO હવે પોતાના પ્લાનમાં પેન્શન એન્ડ રેગ્યુલેટરી ઓથોરિટીને સામેલ કરશે. આ ઓથોરિટી કેન્દ્ર સરકારની પેન્શન યોજનાનું સંચાલન કરે છે.

અન્ય સમાચારો પણ છે...