• Home
  • National
  • Migrant Workers Mumbai (Bombay) Banaras Coronavirus Covid 19 Lockdown LIVE News Today Latest News Updates

બમ્બઈથી બનારસઃ23 કલાકથી LIVE રિપોર્ટ / થોડા કિમી ઓછું ચાલવું પડે એટલા માટે રફીક સવારે નમાઝ પછી હાઈવે પર આવીને ઊભા રહે છે અને પગપાળા જતા લોકોને રસ્તો બતાવે છે

Migrant Workers Mumbai (Bombay) Banaras Coronavirus Covid 19 Lockdown LIVE News Today Latest News Updates
X
Migrant Workers Mumbai (Bombay) Banaras Coronavirus Covid 19 Lockdown LIVE News Today Latest News Updates

  •  પોતાની માતા સાથે આઝમગઢ જી રહ્યો છે ગોલૂ, તેને કહ્યું તે બોલી શકતો નથી, સાંભળી પણ શકતો નથી, માતાને ચિંતા છે કે ગામડે જઈને તેના માટે સ્પેશ્યલ બાળકોની શાળા પણ નહીં મળે

  •   દેવાસ હાઈવે પર અનિલ તેના ખેતરમાંથી કાકડી લાવીને ડ્યૂટી પર તહેનાત બાળકોને વહેંચી રહ્યો છે. 

વિનોદ યાદવ

May 18, 2020, 04:29 PM IST

મુંબઈ. ભાસ્કરના પત્રકાર મુંબઈથી બનારસની સફર માટે નીકળ્યા છે. એ જ રસ્તાઓ પર જ્યાંથી લોકો પોત પોતાના ગામ તરફ જવા માટે નીકળી ગયા છે. ખુલ્લા પગે, પગપાળા, સાઈકલ, ટ્રક અથવા ગાડીઓ ભરી ભરીને. કોઈ પણ હાલમાં આ લોકો પોતાના ઘરે પહોંચવા માંગે છે, છેલ્લા કપરી ઘડીમાં આપણે ઘરે જ તો જઈએ છીએ. અમે આ જ રસ્તાઓની કહાનીઓ તમારી સમક્ષ રજુ કરી રહ્યા છીએ. 

છઠ્ઠા સમાચાર, ઈન્દોર-દેવાસ હાઈવેથી 

અમે દેવાસ બાયપાસ ટોલ પ્લાઝા પાર કરતાની સાથે ખરા તાપમાં એક વ્યક્તિને જોયો તે દૂરથી હાથથી ઈશારો કરી રહ્યો હતો. પાસે ગયા તો ખબર પડી કે તે એ તરફ જવાનો ઈશારો કરી રહ્યો છે, જે બાજુ સાચો રસ્તો છે.

દેવાસના રહેવાસી રફીક સવારે દેવાસ બાયપાસની આગળના ફ્લાયઓવર બ્રિજ પર સવારે વહેલા આવીને લગભગ 11 વાગ્યા સુધી અને પછી સાંજે 4 વાગ્યે ફરી આવીને લોકોને રસ્તો દેખાડવાનું કામ કરીએ છીએ. તેમણે જણાવ્યું કે, કડક તાપમાં રહેવાના કારણે તરસ લાગી જાય છે એટલે મોટરસાઈકલના હેન્ડલમાં એક થેલીમાં પાણીની બોટલ ભરીને રાખીએ છીએ. 

દેવાસના રહેવાસી રફીક સવારે નમાઝ પઢ્યા પછી તડકમાં ઊભા રહીને યુપી -બિહારના લોકોને રસ્તો દેખાડવા આવે છે. 

રફીક સાથે અમે વાત કરી રહ્યા હતા કે અમે રોન્ગ સાઈડ બાઈક પર આવતા અનિલ જાધવ જોવા મળ્યા. અનિલ જાધવનું એ વિસ્તારમાં થોડેક દૂર ખેતર છે. અનિલ ડ્યૂટી પર તહેનાત પોલીસકર્મીઓને કાકડી આપે છે. કહેતા હતા કે હું આમને(રફીક)ને છેલ્લા 4-5 દિવસોથી અહીંયા ઊભા રહીને લોકોને સાચો રસ્તો દેખાડતા જોઈ રહ્યો છું. આજે હું આમને કાકડી આપવા માટે આવ્યું છે કારણ કે તે ખુબ સારી કામગીરી કરી રહ્યા છે.

મજૂરોને જે પણ વાહન મળી રહ્યું છે, તેમાં સવાર થઈને નીકળી પડે છે. આ તસવીર ઈન્દોર-દેવાસ બાયપાસની છે.

વાતો વાતોમાં રફીકે જણાવ્યું કે, આ રમઝાનનો મહિનો ચાલી રહ્યો છે. એટલા માટે તેમને લાગે છે કે કોરોનાવાઈરસના કારણે શહેર છોડીને ગામ તરફ જતા લોકોની કોઈ રીતે સેવા કરવામાં આવે. અને મેં તેમને સાચો રસ્તો બતાવવાનું કામ શરૂ કરી દીધું. 

મારા ગોલૂનું શું થશે, એ તો બોલી પણ શકતો નથી. આઝમગઢમાં તેને ભણાવી શકું એવી શાળા પણ નથી. 
દેવાસ બાયપાસ ટોલ નાકાથી પસાર થઈ રહ્યા હતા કે તેમની નજર ત્યાં ઊભેલી મહારાષ્ટ્ર નંબર MH-01-સીઆર-8408 પર પડી હતી.ત્યાં મારી મુલાકાત નવી મુંબઈમા નેરુલમાં રહેતા બે પરિવાર સાથે થઈ હતી. અહીંયા અમને 16 વર્ષનો ગોલૂ ચૌહાણ મળ્યો હતો.તે સાંભળી નહોતો શકતો અને ન તો બોલી શકતો હતો. ગોલૂ તેની માતા સાથે આઝમગઢ જઈ રહ્યો છે.

મીના ચૌહાણના પતિ કારપેન્ટરનું કામ કરે છે. તે હાલ દુબઈમાં છે. મીના પર તેમના બે બાળકોની સંભાળની જવાબદારી છે.

આઝમગઢ ટેમ્પોમાંથી બહાર આવેલી મીના ચૌહાણે જણાવ્યું કે, ગોલૂ જ્યારે 6 વર્ષનો હતો, ત્યારે રમતી વખતે પડી ગયો હતો અને તેના કાનની નસ દબી ગઈ હતી. અમે મુંબઈ, વારાણસી,આઝમગઢ તથા દિલ્હી સહિત ઘણા શહેરોમાં તેની સારવાર માટે બતાવ્યું હતું. પણ કંઈ ફાયદો ન થયો. નવી મુંબઈના ઘણાસોલીમાં સાંભળી ન શકતા હોય એવા બાળકો માટે શાળા છે. ગોલૂ ત્રીજા ધોરણમાં ભણે છે. મીનાએ જણાવ્યું કે, હવે મને મારા ગોલૂની ચિંતા છે એનું શું થશે? આઝમગઢમાં એવી કોઈ શાળા પણ નથી. જ્યા તેના જેવા બાળકને ભણાવતા હોય.

પહેલો રિપોર્ટ: 40 ડિગ્રી તાપમાનમાં લાઇનમાં ઉભા રહેવું મુશ્કેલ બન્યું તો બેગને લાઇનમાં રાખી, સવારે ચાર વાગ્યાથી બસ માટે 1500 મજૂરો લાઇનમાં લાગ્યા 
બીજો રિપોર્ટ: ઘરેથી પૈસા મંગાવીને સાઇકલ ખરીદી / 2800 કિમી દૂર અસમ જવા સાઇકલ પર નિકળ્યા, દરરોજ 90 કિમી અંતર કાપે છે, મહિનામાં પહોંચશે 
ત્રીજો રિપોર્ટઃમુંબઈથી 200 કિમી દૂર આવીને ડ્રાઈવરે કહ્યું- વધારે પૈસા આપો, ના પાડી તો- ગાડી સાઈડમાં કરીને ઉંઘી ગયો, બપોરથી રાહ જોવે છે
ચોથો રિપોર્ટઃમહારાષ્ટ્ર સરકાર UP-બિહારના લોકોને બસમાં ભરીને મપ્ર બોર્ડર પર ડમ્પ કરી રહી છે, અહીંયા એક મંદિરમાં 6000થી વધારે મજૂરોનો જમાવડો

પાંચમો રિપોર્ટઃહજારોની ભીડમાં બેસેલી પ્રવીણને નવમો મહિનો છે ગમે ત્યારે બાળક થઈ શકે છે, સવારથી પાણી સુદ્ધા નથી પીધું જેથી પેશાબ ન થાય

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી