તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Migrant Worker Stopped By Thief And After Hearing Their Story They Gave Them Cash Money

ઉત્તર પ્રદેશ:રસ્તામાં ચોર શ્રમિકનો સામાન ચોરવા આવ્યા પણ, તેની મજબૂરી જોઈને સામેથી 5 હજાર રૂપિયા આપીને ગયા

લખનઉએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનમાં હાલ દેશમાં પ્રવાસી શ્રમિકો પગપાળા પોતાને વતન જઈ રહ્યા છે. ઘણા શ્રમિકોને રસ્તામાં ભોજન મળી રહે છે તો ઘણા ભૂખ્યા પેટે ચાલી રહ્યા છે, હરિયાણાના રોહતક શહેરમાં ફેક્ટરીમાં કામ કરતાં મુન્નાને રસ્તા પર જિંદગીમાં ક્યારેય ના ભૂલાય તેવો અનુભવ થયો છે. રસ્તામાં અમુક લોકો તેની સાથે રહેલો સામાન ચોરવા આવ્યા પણ તેની મજબૂરી જોઈને સામેથી 5 હજાર રૂપિયા આપીને જતા રહ્યા.

મુન્ના નામનો પુરુષ લોકડાઉનમાં તેની પત્ની અને ત્રણ છોકરાઓ સાથે વતન જવા પગપાળા નીકળ્યો હતો. મથુરામાં તેની પત્નીની અચાનક તબિયત બગડી ગઈ, તેના હાથ-પગ ઠંડા પડી ગયા. પણ થોડો સમય આરામ કર્યા બાદ તે સ્વસ્થ થઇ. ત્યારબાદ લખનઉ એક્સપ્રેસ-વે પર અમુક લોકો મુન્ના સાથે રહેલો સામાન ચોરી કરવા આવ્યા. પણ મુન્નાએ પોતાની મજબૂરી કહી તો તે લોકોને દયા આવી ગઈ અને તેને 5 હજાર રૂપિયા આપીને ગયા. 

મુન્નાએ આ ઘટના વિશે મીડિયાને કહ્યું કે, રાત્રે દોઢ વાગ્યે અમે આરામ કરી રહ્યા હતા, તે દરમિયાન 4-5 લોકો નજીક આવ્યા અને મને પૂછ્યું- કોણ છો, ક્યાં જાઓ છો, તમારી પાસે શું સામાન છે. મને ખબર પડી ગઈ કે તેમનું ધ્યાન સામાનમાં હતું, મેં તેમને મારો જૂનો ફોન આપ્યો અને કહ્યું-હું મજૂર છું, મારી પાસે બસ આ ફોન જ છે. ત્યારબાદ તેમાંથી એક છોકરાએ મારા હાથમાં 500 રૂપિયાની ઘણી બધી નોટ મૂકી અને કહ્યું રસ્તામાં કઇક ખાઈ લેજો. વધારે ચાલો નહિ, કોઈ ટ્રક પાસે મદદ માગીને તેમાં બેસી જજો. તેણે મારી સૌથી નાની દીકરીના માથા પર હાથ પણ ફેરવ્યો હતો. તે લોકો કોણ હતા તે તો ખબર નથી પણ, અમે આખી જિંદગી તેમના આભારી રહીશું

અન્ય સમાચારો પણ છે...