તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેક ન્યૂઝ એક્સપોઝ:માઈક્રોસોફ્ટે 130 બિલિયન ડોલરમાં ખરીદી સોની કંપની? તપાસમાં સામે આવ્યું સત્ય

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

શું થઈ રહ્યું વાયરલ: સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે માઈક્રોસોફ્ટ ગ્રુપે સોની કંપનીના તમામ ડિવિઝન ખરીદી લીધા છે. સોશિયલ મીડિયા ઉપરાંત અનેક
વેબસાઈટ્સે પણ સોની કંપની વેચાઈ હોવાના સમાચાર પબ્લિશ કર્યા છે.

EN 24 વેબસાઈટની ખબરમાં જણાવવામાં આવ્યું કે માઈક્રોસોફ્ટે 130 બિલિયન ડોલરમાં સોની કંપનીને ખરીદી છે.

અને સત્ય શું છે?

 • ઈન્ટરનેટ પર અમને એક પણ વિશ્વસનીય મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રકારના સમાચાર નથી મળ્યાં, જેનાથી પુષ્ટિ થાય કે માઈક્રોસોફ્ટે સોની કંપની ખરીદી છે.
 • સોની અને માઈક્રોસોફ્ટના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ ચેક કરવા પર આવો કોઈ અપડેટ નથી મળ્યો, જેનાથી સોની કંપની વેચાય હોય તેવી પુષ્ટિ મળે છે.
 • અલગ-અલગ કીવર્ડ સર્ચ કરીને અમે એ જાણવાનો પ્રયાસ શરૂ કર્યો કે અંતે સોની કંપની વેચવાનો દાવો સૌથી પહેલાં ક્યાં થયો. EN 24 જે સમાચારમાં સોનીને વેચવાનો દાવો કરે છે,તેમાં દાવાના સોર્સ માઈક્રોસોફટર્સ નામની સ્પેનિશ વેબસાઈટનો રિપોર્ટ બતાવવામાં આવ્યો છે.
 • માઈક્રોસોફ્ટર્સ વેબસાઈટમાં અમે માઈક્રોસોફ્ટ અને સોની વચ્ચે થયેલી ડીલનો રિપોર્ટ વાંચ્યો. રિપોર્ટના અંતમાં લખ્યું છે - Feliz Día de los Inocentes! જેનું અંગ્રેજીમાં ટ્રાંસલેશન છે- Happy Day of the Innocents।.
 • તપાસ દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે 'Day of the Holy Innocents’ 28 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. આ દિવસે લોકોને મૂર્ખ બનાવવાની પરંપરા છે. જે રીતે એપ્રિલ ફુલ મનાવવામાં આવે છે. માઈક્રોસોફ્ટ વેબસાઈટ પર સોની કંપની વેચાઈ હોવાના સમાચાર પણ 28 ડિસેમ્બરે જ પબ્લિશ થયા હતા.
 • તેનો અર્થ સ્પષ્ટ છે કે વેબસાઈટ પર સોની કંપની વેચાઈ હોવાના દાવાને માત્ર એક મજાક તરીકે પબ્લિશ કરવામાં આવ્યો હતો. જ્યારે કે સોશિયલ મીડિયા પર તેને સાચું માનીને શેર કરવામાં આવી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો