તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • MHA Invites Applications For Indian Citizenship From Non Muslim Refugees From Afghan,Pak,Bangladesh

ગૃહ મંત્રાલયની સૂચના:સરકારે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકત્વ આપવા માટે અરજીઓ મગાવી

4 મહિનો પહેલા
CAAનો વિરોધ થયો હતો. ફાઇલ તસવીર
  • ભારતના નાગરિકત્વ માટે તમામ શરણાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે

ગૃહમંત્રાલયે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશના બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ આપવા માટે અરજીઓ મગાવી છે. આ તમામ શરણાર્થીઓ ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા અને પંજાબ સહિત 13 જિલ્લામાં રહે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ સંદર્ભમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામામાં સિટિઝનશિપ એક્ટ 1955 અને 2009માં કાયદા હેઠળ બનાવેલા નિયમો અંતર્ગત કહેવામાં આવ્યું છે કે તરત જ આ હુકમનું પાલન કરવામાં આવશે. તેમ છતાં સરકારે વર્ષ 2019માં પસાર કરેલા સિટિઝનશિપ અમેડમેન્ટ એક્ટ (CAA) હેઠળ હજી સુધી નિયમો ઘડવામાં આવ્યા નથી.

ઓનલાઇન અરજી કરવાની રહેશ
આ શરણાર્થીઓ ગુજરાતમાં મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરા, છત્તીસગઢના દુર્ગ અને બાલોદા બજાર, રાજસ્થાનના જલોર, ઉદયપુર, પાલી, બાડમેર અને સિરોહી, હરિયાણાના ફરીદાબાદ અને પંજાબના જલંધરમાં રહે છે. તેમણે નાગરિકત્વ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

CAAનો વિરોધ થયો હતો
2019માં જ્યારે સરકારે CAAને મંજૂરી આપી હતી ત્યારે દેશના ઘણા ભાગોમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં. વિરોધ દરમિયાન 2020ની શરૂઆતમાં દિલ્હીમાં તોફાનો પણ થયાં હતાં. CAA અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે.

CAA વગર ભારતનું નાગરિકત્વ મળશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અત્યારે CAA કાયદા અંતર્ગત નિયમો તૈયાર થયા નથી. CAAના આધારે નરેન્દ્ર મોદી સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં વસવાટ કરતા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઈ ધર્મના લોકોને ભારતનું નાગરિકત્વ આપવા માટે જોગવાઈ કરી છે, પરંતુ આ નિયમ હજુ સંપૂર્ણ રીતે તૈયાર નથી. જેથી નાગરિકત્વ માટે પહેલાંથી ચાલી આવતા નિયમો અંતર્ગત સૂચના આપવામાં આવી છે. MHAએ નારગિકતા કાયદો 1955 અને 2009 અંતર્ગત બનાવેલા નિયમોને આધારે આદેશને તાત્કાલિક લાગુ કરવા માટે સૂચના આપી છે.

કોણ-કોણ નાગરિકતાને પાત્ર છે
MHA દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાના સંદર્ભે ભારતીય નાગરિકતા માટે એવા લોકો યોગ્ય છે, જે ગુજરાતના મોરબી, રાજકોટ, પાટણ અને વડોદરામાં વસવાટ કરી રહ્યા છે. આના સિવાય જે શરણાર્થીઓ છત્તીગઢના દુર્ગના બાલોદાબાજારમાં રહે છે તથા રાજસ્થાનના જાલોર, ઉદયપુર, પાલી, બાડમેર અને સિરોહીમાં રહેતા લોકો પણ આનો લાભ ઉઠાવી શકશે. હૈદરાબાદના ફરીદાબાદ અને પંજાબના જલંધરમાં રહેતા લોકો પણ આ આવેદનના પાત્ર છે.

નાગરિકતા કાયદો 1955 આનો આધાર છે
MHAએ સૂચનામાં જણાવ્યું હતું કે નાગરિકતા કાયદો 1955ની કલમ 16 અંતર્ગત પ્રાપ્ત થતી શક્તિઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે કાયદાની ધારા (5)ના આધારે આ પગલું ભર્યું છે. આની અંદર ઉપર દર્શાવેલા તમામ રાજ્ય અને જિલ્લામાં વસવાટ કરતા અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઈના શરણાર્થીઓને ભારતીય નાગરિક બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...