તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Metro, Trams Are Being Forgotten More Than Buses, People Said This Legacy Should Be Preserved Instead Of Stopped

ભાસ્કર ખાસ:મેટ્રો, બસની તુલનામાં ટ્રામ ભુલાઈ રહી છે, લોકોએ કહ્યું- બંધ કરવાના બદલે આ વારસાને જાળવી રાખવો જોઈએ

કોલકાતા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલકાતામાં વધતી વસતીના કારણે ટ્રામ સર્વિસ પર દબાણ

સિટી ઓફ જોય એટલે કે કોલકાતાની લાઈફલાઈન ટ્રામ સેવાની ચમક હવે ફિક્કી પડી રહી છે. 140 વર્ષથી તે લોકોને કોલેજ, ઓફિસ, રેલવે સ્ટેશન સહિત અનેક સ્થળ સુધી પહોંચાડી રહી છે. અંગ્રેજોના જમાનાના આ વાહનને આજે પણ, કોલકાતાના કે બહારથી આવતા પ્રવાસીઓ, એક આનંદમય પ્રવાસ તરીકે ઉપયોગ કરે છે.

લોકોનું કહેવું છે કે, આ કોલકાતાનો વારસો છે. આ વારસાને જાળવી રાખવો જોઈએ. દેશના હજારો લોકો તેને પરીકથા જેવું સાધન માને છે. કોલકાતા એશિયાની પહેલી ટ્રામ સેવા છે. 1881માં બનેલી ટ્રામ સિસ્ટમે કોલકાતાને મેટ્રો તરીકે વિકસિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

દેશમાં અત્યાર સુધી સંચાલિત એકમાત્ર સેવા હવે ખતરામાં છે. તેનું કારણ હાલમાં આવેલી કુદરતી આફતો અને તંત્રની અનદેખી છે, જેના કારણે ટ્રામ સેવાનું તંત્ર કથળી રહ્યું છે અને હવે તે ભુલાઈ રહી છે. હવે તે ફક્ત જૂની યાદોનું રૂપ ધારણ કરી રહી છે.

શહેરનું સૌથી સસ્તું સાધન હોવા છતાં તેના પ્રવાસીઓની સંખ્યા નિયમિત રીતે ઘટી રહી છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, બસ અને મેટ્રો રેલ સાથે ટ્રામ સેવા શહેરની વાહન વ્યવહાર સિસ્ટમનો મિશ્ર હિસ્સો રહેવો જોઈએ. કારણ કે, તે દોઢ કરોડની વસતી ધરાવતા શહેરના લોકોનું જીવન 21મી સદીમાં પણ વધુ સારું બનાવતી આવી છે.

ટ્રામ ઈકો ફ્રેન્ડલી છે, તેની સાથે લોકભાવના પણ જોડાયેલી છે
એક ટ્રામ સમર્થક એક્ટિવિસ્ટનું કહેવું છે કે, ક્લાઈમેટ ચેન્જના દોરમાં ડીઝલ-પેટ્રોલથી ચાલતી બસો, કાર વગેરે પ્રદૂષણ ફેલાવે છે. બીજી તરફ, ટ્રામ ઓવરહેડ ઈલેક્ટ્રિક લાઈનોથી ચાલે છે અને તે ઈકો ફ્રેન્ડલી વિકલ્પ છે. વૈજ્ઞાનિક, આર્થિક અને પર્યાવરણીય રીતે ટ્રામને બસની જગ્યા આપવા ના હટાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...