તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

અનલોક 4.0ની તૈયારી:1લી સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે મેટ્રો ટ્રેન સર્વિસ, શાળા-કોલેજો ખુલવાની હજુ કોઈ શક્યતા નથી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના વાઈરસના વધી રહેલા કેસની સ્થિતિનો સામનો કરવા મેટ્રો સેવા માર્ચના અંત ભાગમાં બંધ કરવામાં આવી હતી (ફાઈલ ફોટો)
  • અનલોક 4.0ની ગાઈડલાઈનમાં સિનેમાઘર ખોલવા અંગે નિર્ણય આવી શકે છે
  • દેશમાં અત્યાર સુધીમાં 31 લાખથી વધારે લોકો સંક્રમિત છે જ્યારે 57 હજારથી વધુ મૃત્યુ થઈ ચુક્યા છે

કેન્દ્ર સરકારે અનલોક 4.0 માટેની તૈયારી શરૂ કરી દીધી છે. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે અનલોકના ચોથા તબક્કામાં 1 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન સર્વિસને શરૂ કરવા મંજૂરી આપવામાં આવી શકે છે. બીજી બાજુ શાળા-કોલેજો ખુલવાની હજુ કોઈ શક્યતા જણાતી નથી. ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે બાર પણ ખોલવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

માર્ચ મહિનાથી મેટ્રો સેવા બંધ છે
કોરોના વાઈરસના વધી રહેલા કેસનો સામનો કરવા માટે મેટ્રો સેવાને માર્ચ મહિનાના અંત ભાગમાં બંધ કરવામાં આવી હતી. દેશમાં અત્યારે આશરે 31 લાખથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે.

શાળા અંગે હજુ કોઈ નિર્ણય નહીં
દેશભરની શાળા તથા શૈક્ષણિક સંસ્થાઓએ રાજ્ય સરકારો મારફતે કેન્દ્રને મોકલેલા પ્રતિભાવોમાં કહ્યું છે કે શાળા ખોલવા અંગે સ્થિતિ સામાન્ય થયા બાદ જ નિર્ણય લેવામાં આવે. બાળકોના આરોગ્ય અને જીવનને લઈ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરી શકાય નહીં. આ અંગે કોઈ ઉતાવળીયો નિર્ણય લેવાની જરૂર નથી.

અડધી સીટ ક્ષમતા સાથે સિનેમાઘરો ખોલવાની માંગ
કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનલોક 4.0માં સિનેમાઘર ખોલવાને લગતા નિયમો ઘડવામાં આવી શકે છે. મોલ ખોલવા અંગેની મંજૂરી બાદ સિનેમાઘર તથા મલ્ટીપ્લેક્સના માલિકો ત્રીજા ભાગથી 50 ટકા સુધીની ક્ષમતા સાથે પિક્ચર હોલ ખોલવાની માંગ કરી રહ્યા છે.

કેટલીક શરતો સાથે શૂટિંગની મંજૂરી મળી
અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે દેશમાં ગમે ત્યાં તથા આઉટડોર શૂટિંગની મંજૂરી આપવામાં આવી હતી. નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝર્સ (SOP) પણ ઈસ્યુ કરવામાં આવી છે. ફક્ત ફિલ્મી કલાકારોને જ કેમેરા સામે માસ્ક નહીં પહેરવાની છૂટ હશે. અલબત બે ગજનું અંતર રાખવું જરૂરી હશે. મેકઅપ આર્ટિસ્ટ તથા હેર સ્ટાઈલિસ્ટને PPE કિટ પહેરવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો