• Gujarati News
  • National
  • Message Also Sent To Those Who Died 6 Months Ago You Have Been Given Another Dose At 5 Pm

મૃત્યુ બાદ વેક્સિનના ડોઝ:જેમના 6 મહિના પહેલા મૃત્યુ થયા તેમને પણ મોકલ્યા મેસેજ- તમને સાંજે 5 વાગે બીજો ડોઝ અપાઈ ગયો છે

બાંસવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિના પહેલા મૃત્યુ પામેલા લોકોને બીજો ડોઝ અપાયાનો મેસેજ મોકલી રહ્યું

સરકાર કોરોના વેક્સિનેશનના લક્ષ્‍યાંકને પૂર્ણ કરવા માટે પૂરા પ્રયાસો કરી રહી છે. રાજસ્થાનના બાંસવાડામાં ટાર્ગેટ પૂરો કરવા માટે મેડિકલ વિભાગ એવા લોકોને પણ વેક્સિન આપી રહ્યું છે, જેઓ મૃત્યુ પામ્યા છે. સાંભળવામાં વિચિત્ર લાગે છે, પરંતુ અહીં મેડિકલ વિભાગે 6 મહિના પહેલા મૃત્યુ પામેલા લોકોને બીજા ડોઝના અભિનંદન સંદેશ પણ મોકલ્યા છે. સંબંધીઓ પાસે જ્યારે આ સંદેશ પહોંચ્યા તો તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

ભાસ્કરે જ્યારે આ બાબતે તપાસ કરી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે. બાંસવાડાની કાકનવાની (કુશલગઢ) ના ધરતારા ગામના રહેવાસી સંતરામ ભૂરીયાના મોબાઈલ નંબર પર 21 ઓકટોબરની સાંજે 5 વાગ્યા બાદ એક મેસેજ મળ્યો. મેસેજમાં તેના દાદા હુરતિંગ ભૂરીયા અને દાદી ઇતરીને બોજી ડોઝ લગાવ્યાના અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

હરતિંગ ભૂરીયા, જેનું 19 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ થઈ ગયું છે. વિભાગે 21 ઓકટોબરે મોબ્બાઇલ પર મેસેજ મોકલ્યો હતો.
હરતિંગ ભૂરીયા, જેનું 19 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ થઈ ગયું છે. વિભાગે 21 ઓકટોબરે મોબ્બાઇલ પર મેસેજ મોકલ્યો હતો.

જેમનું 6 મહીના પહેલા મૃત્યુ થયું, તેમને 21 ઓકટોબરે વેક્સિનનો મેસેજ
સરકારના આંકડાઓ જોઈએ તો, હુરતિંગનું મૃત્યુ 19 એપ્રિલે અને ઇતરીનું મૃત્યુ 21 મે ના રોજ થયું હતું. બંનેએ ફેબ્રુઆરી મહીનામાં રામગઢ PHC ખાતે પ્રથમ ડોઝ મુકાવ્યો હતો. ત્યારબાદ બંનેની તબીયાત બગાડવા લાગી હતી. હુરતિંગનું મૃત્યુ 6 મહીના અને ઇતરીના મૃત્યુના 5 મહીના થઈ ગયા છે. જ્યારે આરોગ્ય વિભાગ મેસેજ મોકલી રહ્યું છે કે 21 ઓકટોબરની સાંજે 5 વાગે બંનેને બીજા ડોઝ આપવામાં આવ્યા છે.

હરતિંગ ભૂરીયાના નામથી આપવામાં આવેલ મૃત્યુનું પ્રમાણપત્ર.
હરતિંગ ભૂરીયાના નામથી આપવામાં આવેલ મૃત્યુનું પ્રમાણપત્ર.

સરકારની તરફથી તંત્ર ગામની સાથે અભિયાનમાં આ વખતે કોરોના વેક્સિનેશનનો પણ ટાર્ગેટ જોઈ રહ્યું છે. આ મેસેજ ટાર્ગેટ પૂરો કરવાના હેતુથી મોકલવામાં આવી રહ્યા છે. 21 ઓકટોબરની સાંજે ગ્રામ પંચાયત કાકનવાનીમાં ગામના વેક્સિનેશન અભિયાન હેઠળ સાંજે 5 વાગ્યા બાદ ટાર્ગેટ પૂરો કરવા માટે તે લોકોના નામે પણ મેસેજ મોકલાયા છે, જેમના મૃત્યુ પણ થીય ગયા છે. જ્યારે આ બાબતે તપાસ કરવામાં આવી કે તેમને 6 મહીના પહેલા પ્રથમ ડોઝ લગાવ્યો હતો. મેસેજમાં જણાવાયું છે કે 21 ઓકટોબરે સાંજે 5 વાગે કોરોનાનો બીજો ડોઝ લગાવવામાં આવ્યો.

હરતિંગ ભૂરીયાના પત્ની ઇતરીનું મૃત્યુ 21 મે ના રોજ થયું હતું.
હરતિંગ ભૂરીયાના પત્ની ઇતરીનું મૃત્યુ 21 મે ના રોજ થયું હતું.

પૌત્રએ કહ્યું- મારો બીજો ડોઝ બાકી અને મને પણ મેસેજ મોકલ્યો
રાજસ્થાનના બાંસવાડામાં ધરાતારા, ગ્રામ પંચાયત કાકનવાની (કુશલગઢ) ના રહેવાસી સંતરામ ભૂરીયાએ જણાવ્યુ હતું કે તેના દાદા-દાદીના નામે તો બીજો ડોઝ લગાવયાનો મેસેજ આવ્યો હતો. પરંતુ તેનો બીજો ડોઝ લેવાનો બાકી હોવા છતાં તેણે પણ બીજો ડોઝ લીધાનો મેસેજ મળ્યો. સંતરામે જણાવ્યુ હતું કે 11 જૂને ડુંગરા CHCમાં તેને પ્રથમ ડોઝ અપાયો હતો. તે હજી કુશલગઢ ખાતેના ITIમાં અભ્યાસ કરે છે. જે દિવસે તેને મેસેજ મળ્યો તે કોલેજમાં હતો. હવે તે અસમંજસમાં છે કે તેને બીજો ડોઝ લેવાનો બાકી છે અને મેસેજ પણ મળી ગયો છે તો શું હવે બીજો ડોઝ મળી શકશે કે નહીં.

યુવક સંતરામ, જેને હજી બીજો ડોઝ લેવાનો બાકી છે, તેને પણ ડોઝ આપવામાં આવ્યાનો મેસેજ મોકલ્યો છે.
યુવક સંતરામ, જેને હજી બીજો ડોઝ લેવાનો બાકી છે, તેને પણ ડોઝ આપવામાં આવ્યાનો મેસેજ મોકલ્યો છે.

આ તરફ અધિકારી કહ્યું- ટેકનિકલ ખામીના કારણે જતો રહ્યો હશે મેસેજ​​​​​​​
આ બાબતે આરોગ્ય વિભાગના CMHO ડો. હીરાલાલ તાબીયાર કોઈ સ્પષ્ટ જાણકારી આપી શક્ય ન હતા. પહેલા તો તેઓ એક જ મોબાઈલ નંબર પર ચાર લોકોનું રજીસ્ટ્રેશનની વાત કરવાનો દાવો કરતાં રહ્યા. પછી બાદમાં કહ્યું, ટેકનિકલ ખમીના કારણે આવું થયું હશે. CMHOએ ભાસ્કરના રિપોર્ટર પણ કહ્યું કે તમે જાણકારી મોકલી દો, હું તેમાં તપાસ કરવી દઇશ.

21 લાખની જનસંખ્યામાં 51 ટકાનો ટાર્ગેટ પૂર્ણ
બાંસવાડા જિલ્લાની કુલ જનસંખ્યા લગભગ 21 લાખ છે. તેમાં 18+ લોકોની સંખ્યા 13 લાખ 51 હજાર 501 છે. RCHO ડો. નરેન્દ્ર કોહલીએ જણાવ્યુ હતું કે જિલ્લામાં લગભગ 75 ટકા લોકોને 10 લાખ 13 હજાર 625 લોકોને પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. જ્યારે લગભગ 6 લાખ 89 હજાર 265 લોકોને બીજા ડોઝનું લક્ષ્ય પૂર્ણ થઈ ગયું છે. પરંતુ આ પ્રકારની ખામીઓએ વેક્સિનેશન અભિયાન સામે સવાલો ઊભા કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...