તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈતિહાસમાં આજે:‘મેરી હેડ એ લિટલ લેબ’ નર્સરી રાઈમ હતો પ્રથમ રેકોર્ડેડ અવાજ, ટેલીગ્રાફથી મેસેજ મોકલવાનું મશીન બનાવતી વખતે શોધ્યો ગ્રામોફોન

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

તમે ગીતો પણ સાંભળ્યા હશે. ઘણીવાર વોઈસ મેસેજ પણ મોકલ્યા હશે. અવાજ રેકોર્ડ કરવો, રેકોર્ડેડ અવાજ સાંભળવો આજે ઘણું સહજ લાગે છે. આ બધું આજના દિવસે જ સંભવ થયું હતું. જ્યારે પ્રથમવાર અવાજને રેકોર્ડ કરીને પછી સાંભળવામાં આવ્યો હતો.

જ્યારે 1877માં થોમસ અલ્વા એડિસને દુનિયાનો પ્રથમ ફોનોગ્રાફ બનાવ્યો. આ ફોનોગ્રાફમાં અવાજને રેકોર્ડ કરી શકાતો હતો અને પછી સાંભળી પણ શકાતો હતો. પરંતુ આ શોધ એક પ્રી-પ્લાન શોધ નહોતી પરંતુ એક આકસ્મિક શોધ હતી.

વાસ્તવમાં, બલ્બનો આવિષ્કાર કરનારા એડિસન ટેલીગ્રાફ અને ટેલીફોનને સંબંધિત શોધ કરી રહ્યા હતા. તેઓ મેસેજને પેપર ટેપ પર ઉતારવા અને પછી ટેલીગ્રાફ દ્વારા મોકલી શકે એવું મશીન બનાવી રહ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાનો જ રેકોર્ડ થયેલો અવાજ ફરીથી સાંભળ્યો. એડિસને ‘મેરી હેડ એ લિટલ લેબ’ નર્સરી રાઈમ ગાઈ અને તેને રેકોર્ડ કરીને ફરી સાંભળી. ફોનોગ્રાફ જ આગળ જઈને ગ્રામોફોન નામથી મશહૂર થયો.

એક મહિનો ચાલેલું ભારત-ચીન યુદ્ધ ખતમ થયું
20 ઓક્ટોબર, 1962ના રોજ ભારત અને ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. ચીનના ભારતીય વિસ્તારો પર કબજો કરવાના દાવાઓ પછી બંને દેશોની સેનાઓ એકબીજાની સામે આવી ગઈ હતી. એક મહિનો ચાલેલા યુદ્ધમાં ભારતના લગભગ 11-12 હજાર સૈનિકો સામે ચીને પોતાનો 80 હજારથી વધુ સૈનિકો મેદાનમાં ઉતારી દીધા હતા.

એક મહિના પછી 20 નવેમ્બરે ચીને યુદ્ધવિરામની ઘોષણા કરી હતી. સાથે તે વિવાદિત ક્ષેત્રમાંથી હટી જવા માટે પણ તૈયાર થયું હતું. તેના પછી 21 નવેમ્બર, 1962ના રોજ આ યુદ્ધ સમાપ્ત થયું હતું. આ યુદ્ધમાં ભારત તરફથી 1383 ભારતીય જવાનો શહીદ થયા હતા. જ્યારે ચીનના 722 સૈનિકો માર્યા ગયા હતા.

આ તસવીર 1962માં થયેલા ભારત-ચીન યુદ્ધના સમયની છે. પહાડી વિસ્તાર હોવાથી ભારતીય સેનાને પોતાના હથિયારોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. ચીને પણ એ સમયે અચાનક હુમલો કર્યો હતો. ભારત એ સમયે યુદ્ધ માટે તૈયાર પણ નહોતું.
આ તસવીર 1962માં થયેલા ભારત-ચીન યુદ્ધના સમયની છે. પહાડી વિસ્તાર હોવાથી ભારતીય સેનાને પોતાના હથિયારોની અવરજવરમાં ભારે મુશ્કેલી પડતી હતી. ચીને પણ એ સમયે અચાનક હુમલો કર્યો હતો. ભારત એ સમયે યુદ્ધ માટે તૈયાર પણ નહોતું.

આ યુદ્ધની ભૂમિકા લગભગ ચાર મહિના અગાઉ થયેલા એક વિવાદથી શરૂ થઈ. વાસ્તવમાં, ભારતીય ગોરખા સૈનિકોએ 4 જુલાઈ, 1962ના રોજ ખીણમાં પહોંચ્યા પછી એક ચોકી બનાવી હતી. આ પોસ્ટે સમાંગલિંગની એક ચાઈનીઝ ચોકીના કમ્યુનિકેશન નેટવર્ક કાપી નાખ્યું હતું. જેને ચીને પોતાના પર હુમલો ગણાવ્યો હતો.

તેના પછી ચીનના સૈનિકોએ ગોરખા પોસ્ટને 100 ગજના અંતરેથી ઘેરી લીધી હતી. ભારતે ચીનને ધમકી આપી હતી કે તે તેને કોઈપણ કિંમતે ખાલી કરાવીને જંપશે. તેના પછી ભારતે ચાર મહિના સુધી આ પોસ્ટ પર હેલિકોપ્ટર દ્વારા ખાદ્ય અને સૈન્ય સપ્લાઈ ચાલુ રાખી હતી. તેનાથી અકળાયેલા ચીને અરૂણાચલના તવાંગ અને જમ્મુ કાશ્મીરના ચોસુલમાં ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી અને તેના પછી જ યુદ્ધ શરૂ થયું.

1970માં આજના દિવસે થયું હતું નોબેલ વિજેતા મહાન વિજ્ઞાની સી વી રામનનું નિધન
આજના દિવસે 1970માં મહાન વૈજ્ઞાનિક સી વી રામનનું નિધન થયું હતું. તેમણએ લાઈટ સ્કેટરિંગની ઈફેક્ટ અંગે મહત્વની શોધ કરી હતી. ફિઝિક્સમાં તેને રમન ઈફેક્ટ નામ અપાયું છે. 28 ફેબ્રુઆરી, 1928માં તેમણે આ શોધ કરી હતી તેથી દર વર્ષે 28 ફેબ્રુઆરીએ નેશનલ સાયન્સ ડે મનાવવવામાં આવે છે.

તેમની આ શોધ માટે સી વી રામનને 1930માં નોબેલ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા. નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ એશિયાના પ્રથમ વિજ્ઞાની હતા. 1954માં ફિઝિક્સમાં તેમના યોગદાન માટે ભારત રત્નથી પણ સન્માનિત કરાયા હતા. તેમણએ ઓપ્ટિક્સ અને એકોસ્ટિક્સ પર અનેક પુસ્તકો પણ લખ્યા હતા. ફોરેન્સિક સાયન્સમાં પણ રામન ઈફેક્ટ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. આ જ કારણથી એ જાણવું આસાન થયું છે કે કઈ ઘટના ક્યારે અને કેવી રીતે બની હતી.

ભારત અને દુનિયામાં 21 નવેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ

  • 1571ઃ દિલ્હીના શાસક સિકંદર લોધીનું નિધન
  • 1783ઃ હોટ એર બલૂનમાં પ્રથમવાર બે લોકોએ પેરિસમાં ઉડ્ડયન કર્યું. આ બલૂન મોન્ટ ગોલ્ફેયર બ્રધર્સે બનાવ્યો હતો. જો કે, તેમાં સફર કરનારા ફ્રાંસના બે સામાન્ય નાગરિક હતા.
  • 1906ઃ ચીને અફીણના બિઝનેસ પર પ્રતિબંધ મૂક્યો.
  • 1963ઃ કેરળના થુંબાથી ‘નાઈક અપાચે’ નામનું પ્રથમ રોકેટ છોડવામાં આવ્યું. આ સાથે જ ભારતનો અંતરિક્ષ કાર્યક્રમ શરૂ થયો.
  • 1965ઃ રશિયા ( એ સમયે સોવિયેત સંઘ)એ પૂર્વ કઝાકિસ્તાનમાં ન્યુક્લિયર ટેસ્ટ કર્યો.
  • 1996ઃ યુનાઈટેડ નેશને આજના દિવસને વર્લ્ડ ટેલીવિઝન ડે તરીકે જાહેર કર્યો.
  • 2017ઃ લગભગ 37 વર્ષ સુધી ઝિમ્બાબ્વે પર શાસન કરનારા રોબર્ટ મુગાબેને મહાભિયોગની કાર્યવાહી શરૂ થયા પછી રાજીનામું આપવું પડ્યું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો