તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mercury Rises 7 Degrees In Northern India; Delhi Breaks 9 year Record; People In Ahmedabad Are Also Likely To Have To Wait For Rains

ચોમાસું 2 અઠવાડિયાથી અટવાયું:ઉત્તર ભારતમાં 7 ડિગ્રી વધ્યો પારો; દિલ્હીમાં 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો; અમદાવાદમાં પણ 10 જુલાઇ સુધી વરસાદની સંભાવના નહિવત્

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધ શર્મા
  • છેલ્લા બે દિવસથી દિલ્હીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ રહ્યો

ચોમાસાની શરૂઆતના ઝરમર ઝરમર વરસાદથી મળેલી રાહત બાદ હવે ગરમ પવાનોએ મુશ્કેઌ ઊભી કરી છે ચોમાસું છેલ્લા બે અઠવાડિયાથી અટવાયું છે. ગરમી પરત ફરી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પારો સામાન્ય કરતાં 7 ડિગ્રી ઉપર ચાલી રહ્યો છે.

દિલ્હીમાં જુલાઈનો પહેલો દિવસ 9 વર્ષ બાદ સૌથી ગરમ રહ્યો. ગુરુવારે તાપમાનનો પારો 44 ડિગ્રી હતો, જે આ દિવસોમાં 37-38 ડિગ્રી રહે છે. આ પહેલા વર્ષ 2012ના જુલાઈ મહિનામાં 43.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ પહેલા 1 જુલાઇ, 1931ના રોજ પારો 45 ડિગ્રી નોંધાયો હતો.

દિલ્હીમાં ગુરુવારે તાપમાનનો પારો 44 ડિગ્રી હતો.
દિલ્હીમાં ગુરુવારે તાપમાનનો પારો 44 ડિગ્રી હતો.

છેલ્લા બે દિવસથી દિલ્હીમાં તાપમાનનો પારો 43 ડિગ્રીની આસપાસ રહ્યો છે, જે સામાન્ય કરતા 7 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. જો કે, દિલ્હીમાં 3 જુલાઈ સુધી હળવા વરસાદની સંશક્યતા છે. આને કારણે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

અમદાવાદમા પણ લોકોને વરસાદ માટે રાહ જોવી પડી શેક છે
ગુજરાતમાં પણ મોસમનો અત્યાર સુધીનો 4.80 ઈંચ વરસાદ નોંધાયો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં લોકો ભારે બફારાથી મુશ્કેલીઓ અનુભવી રહયા છે. ચોમાસાના શરૂઆતમાં વરસાદની ભારે જમાવટ બાદ વરસાદે બ્રેક મારતા અમદાવાદમાં પણ લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં આગામી 10 જુલાઇ સુધી નોંધપાત્ર વરસાદની સંભાવના નહિવત્ છે અને શહેરીજનોને હજી વધુ બાફરાનો સામનો કરવો પડી શકે છે. અમદાવાદ વાસીઓએ પણ વરસાદ માટે રાહ જોવી પડી શકે છે.

અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં લોકો ભારે બફારાથી મુશ્કેલીઓ અનુભવી રહયા.
અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં લોકો ભારે બફારાથી મુશ્કેલીઓ અનુભવી રહયા.

પ્રાદેશિક હવામાન વિભાગના વડા કુલદીપ શ્રીવાસ્વત મુજબ, પૂર્વ દિશામાંથી આવતા ભેજવાળા પવનને પશ્ચિમ દિશામાંથી આવતા પશ્ચિમી પવનો અવરોધે છે. આ કારણોસર દિલ્હીમાં ચોમાસા માટે ઘણી લાંબી રાહ જોવી પડી રહી છે.

દિલ્હી ઉપરાંત પંજાબ, હરિયાણા અને યુપી પણ ઝપેટમાં
દિલ્હીની સાથે હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને પશ્ચિમ યુપીના વિસ્તારો પણ ત્રણ દિવસથી ભારે લૂની ઝપેટમાં છે. આ વિસ્તારોમાં હજી ચોમાસાનિ એન્ટ્રી થઈ નથી. ખરેખર પાકિસ્તાનથી આવતા પવન પશ્ચિમ ઉત્તર પ્રદેશના આકાશમાં મોન્સૂનના પવાનો બે સપ્તાહથી અટકવાયા છે.

હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને પશ્ચિમ યુપીના વિસ્તારો પણ ત્રણ દિવસથી ભારે લૂની ઝપેટમાં આવી ગયા છે.
હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને પશ્ચિમ યુપીના વિસ્તારો પણ ત્રણ દિવસથી ભારે લૂની ઝપેટમાં આવી ગયા છે.

એક કે બે દિવસમાં મળી શકે છે રાહત
કેરળમાં બે દિવસ મોડુ પહોચેલુ ચોમાસુ એટલું ઝડપાઇ દોડ્યું કે 10 દિવસમાં દેશના 80% ભાગમાં છવાઈ ગયું, પરંતુ હવે તે અટવાયું છે. હવામાન વિભાગ કહે છે કે 3 જુલાઈથી અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવન ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી પહોંચવાનું શરૂ કરશે, ત્યારબાદ ગરમીથી થોડી રાહત મળી શકે છે.

ભારે ગરમી વચ્ચે વિશાખાપટ્ટનમના બીચ પર બેઠેલા લોકો.
ભારે ગરમી વચ્ચે વિશાખાપટ્ટનમના બીચ પર બેઠેલા લોકો.

મોન્સૂન વિરામ 7 જુલાઈ સુધી ચાલુ રહી શકે છે. આ પછી, બંગાળની ખાડીમાંથી આવતા પવનો ઉત્તર ભારતમાં પહોંચવાનું શરૂ કરશે, ત્યારબાદ ચોમાસુ ફરીથી સક્રિય થશે. 11-12 જુલાઇએ બંગાળની ખાડીમાં હળવા દબાણનું ક્ષેત્ર પણ બનશે, જે નબળા પડેલા ચોમાસાને તાકાત આપશે.

જો કે, ત્યાં સુધીમાં તે થોડો વિલંબ થઈ જશે. કારણ કે, સામાન્ય રીતે 8મી જુલાઈ સુધીમાં ચોમાસું આખા દેશને આવરી લે છે, પરંતુ આ વખતે હજી એક અઠવાડિયા વધુ સમય લાગી શકે છે.

બંગાળની ખાડીમાંથી આવતા પવનો ઉત્તર ભારતમાં પહોંચવાનું શરૂ કરશે, ત્યારબાદ ચોમાસુ ફરીથી સક્રિય થશે.
બંગાળની ખાડીમાંથી આવતા પવનો ઉત્તર ભારતમાં પહોંચવાનું શરૂ કરશે, ત્યારબાદ ચોમાસુ ફરીથી સક્રિય થશે.

વરસાદનાં વાદળો ખેંચાઇ રહ્યા છે

  • પંજાબ-હરિયાણા-રાજસ્થાનમાં સતત પશ્ચિમ પવન ફૂંકાઇ રહ્યો છે, જેના કારણે ચોમાસાનું ઉત્તરીય લાઇનનો પૂર્વીય છેડો 13 જૂને અને પશ્ચિમ છેડે 19 જૂને જ્યાં પહોંચતું હતું, 1 જુલાઇએ પણ ત્યાં જ અટકાઈ રહ્યું. આગામી 7 દિવસ સુધી પણ કદાચ આગળ વધશે નહીં.
  • છેલ્લા બે અઠવાડિયાથી બાડમેર, ભીલવાડા, ધોલપુર, અલીગઢ, મેરઠ, અંબાલા અને અમૃતસરમાં ચોમાસાની રેખા અટવાઇ છે. આ વખતે ચોમાસુ શરૂઆતના 10 માં દિવસે ચાર રાજ્યો સિવાય દેશનો 80% ભાગમાં છવાઈ ગયું હતું. હવે આગળ નથી વધી રહ્યું.
  • IMD અનુસાર ચોમાસા દરમિયાન જૂનમાં દેશમાં 16.7 સે.મી. વરસાદ પડે છે, આ વખતે 18.3 સે.મી. વરસાદ પડ્યો છે. એટલે કે ચોમાસાના પહેલા મહિનામાં સામાન્ય કરતા 10% વધુ વરસાદ થયો છે. મધ્ય ભારતમાં સૌથી વધુ 17% વરસાદ થયો છે.