જિંદગી ફ્રીઝઝઝઝ...:હિમવર્ષાને પગલે અમૃતસર જેવા મેદાની વિસ્તારોમાં પારો શૂન્ય તરફ

શિમલા/શ્રીનગર/નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ દિવસમાં મધ્ય ભારતમાં પારો 5 ડિગ્રી ઘટી શકે છે

જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તેમજ પાકિસ્તાનના ગેરકાયદે કબજાવાળા વિસ્તારો ગિલગિટ, બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં ફરી હિમવર્ષા થઈ છે. તેનાથી પહાડી રાજ્યોના મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે થઈ ગયું છે. હવે ઠંડી પવનો મેદાનો તરફ પણ ફૂંકાઈ રહ્યા છે.

તેનાથી પંજાબના અમૃતસરમાં તાપમાન શૂન્ય નજીક પહોંચી ગયું છે. હવામાન વિભાગના મતે, મંગળવાર સુધી ભારતમાં લઘુતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. પહાડો પર 25 ડિસેમ્બર સુધી હિમવર્ષાની શક્યતા છે. આ વખતે ‘વ્હાઈટ ક્રિસમસ’ની પૂરેપૂરી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...