તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જમ્મુ-કાશ્મીરમાં 551 દિવસ પછી 4જી ઇન્ટરનેટ સેવા શરૂ થયા બાદ દૃશ્ય બદલાયું છે. પૂર્વ સીએમ અને નેશનલ કોન્ફરન્સ નેતા ઓમર અબ્દુલ્લાહે તો કહ્યું કે ‘દેર આએ પર દુરુસ્ત આએ’. ઓગસ્ટ 2019 બાદથી આ ખુશીનો પ્રથમ અવસર છે. 4જી મુબારક. સેવા શરૂ થવાથી સ્થાનિકો જ નહીં પણ પર્યટકો પણ ખુશ થયા છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ શેખ આશીકે કહ્યું કે અમે બે વર્ષથી પરેશાન હતા. હવે રાહત મળી.
કાશ્મીર ટ્રેડર્સ એન્ડ મેન્યુફેક્ચરિંગ ફેડરેશનના વડા મોહમ્મદ યાસીન ખાને કહ્યું કે તેનાથી વેપારીઓ-બિઝનેસમેનોને સૌથી વધુ ફાયદો થઇ રહ્યો છે. આજે ભાવથી લઇને સપ્લાય સુધી બધુ જ ઈન્ટરનેટ પર નિર્ભર છે. નક્કી જ હવે ધંધા ધબકતાં થશે. 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવ્યા બાદથી 4જી ઈન્ટરનેટ સેવા બંધ હતી. શ્રીનગરમાં ઈ-કોમર્સ સાઈટ કાશ્મીર ઓરિજિનના સહ સંસ્થાપક આરિફ ઈરશાદ હસ્તશિલ્પ ઉત્પાદનો ઓનલાઈન વેચે છે. આરિફ કહે છે કે 2જીને કારણે તેની વેબસાઈટ પણ યોગ્ય રીતે ખૂલતી નહોતી. 75 ટકા ગ્રાહકો દૂર થઈ ગયા. હવે બિઝનેસ વધશે તેવો વિશ્વાસ છે.
ઓનલાઈન ખરીદી કરનાર ગૃહિણી મહેક જાન કહે છે કે હવે ખરીદી માટે તેની પાસે વધુ વિકલ્પ રહેશે. આ રીતે 4જી બહાલ થવાથી એ હજારો લોકોને સરળતા રહેશે જે જમ્મુ-કાશ્મીરમાં બેસી ટેક્નોલોજી કંપનીમાં કામ કરે છે. સાથે જ રાજ્ય અને દેશમાં નીકળતી સરકારી, બિન સરકારી નોકરી માટે ફોર્મ ભરી શકશે.
ગુજરાતથી પત્ની અને બાળકો સાથે કાશ્મીર પહોંચેલા અમન મહેરા કહે છે કે હવે હું ન ફક્ત વીડિયો કોલ કરી શકું છું પણ પરિજનોને કાશ્મીરની રોમાંચક ખીણો પણ ફોન પર બતાવી શકી રહ્યો છું. રોકડ લેવડ-દેવડની ઝંઝટનો પણ અંત આવ્યો છે.
કન્ટેન્ટ- વર્ચ્યુઅલ ક્લાસનો વિકલ્પ ઉપલબ્ધ થયો
શ્રીનગરની વિદ્યાર્થિની સુમેરા જાને કહ્યું કે કોલેજના પ્રોફેસરોએ ઈ-કન્ટેન્ટ અને લેક્ચરના વીડિયો બનાવી કોલેજની વેબસાઈટ પર અપલોડ કર્યા હતા પણ 2જી ઈન્ટરનેટને લીધે તે સાઈટ ખૂલી ના શકી. હવે અમે તેને ડાઉનલોડ કરી શકીશું. સાથે જ ઝૂમ જેવા પ્લેટફોર્મ પર ક્લાસ લઈ શકીશું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.