તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Men Banned From TV For Behaving Like Women In China, Officials Say Do Not Encourage Boys For Masculinity

ભાસ્કર વિશેષ:ચીનમાં મહિલાઓ જેવું વર્તન-મેકઅપ કરનાર પુરુષો ટીવી પર પ્રતિબંધિત, અધિકારીઓએ કહ્યું - છોકરાઓને મર્દાનગી માટે પ્રોત્સાહિત નથી કરતા

નવી દિલ્હી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના નામે શી જિનપિંગ સરકારની દખલ અને નિયંત્રણ વધ્યાં

ચીનમાં મહિલાઓ જેવું વર્તન કરવા અને મેકઅપ કરનારા પુરુષો માટે ટીવી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સરકાર કહે છે કે આવા પુરુષોથી દેશના aછોકરાઓને મર્દાનગી માટે પ્રોત્સાહન નથી મળતું. ખરેખર ચીનમાં દેશની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના નામે કમ્યુનિસ્ટ પાર્ટી એટલે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની દખલ અને નિયંત્રણ વધતાં જઈ રહ્યાં છે.

અવાર-નવાર નવા નિયમો બનાવાઈ રહ્યા છે જે બિઝનેસ, શિક્ષણ અને સમાજ પર થોપવામાં આવી રહ્યા છે. તેના લીધે લોકો અને મોટી કંપનીઓ દબાણ હેઠળ છે. જિનપિંગ સરકારે ગુરુવારે ટીવી પ્રસારણકર્તાઓને મહિલાઓ જેવી છબિ ધરાવતા પુરુષો પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે. સાથે જ તેમને ક્રાંતિકારી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના નિર્દેશ આપ્યા છે.

નિષ્ણાતોનું માનવું છે કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી રાષ્ટ્રપતિ શી જિનપિંગની છબિને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે. એટલા માટે સરકારે ગત થોડા સમયમાં એવાં અનેક પગલાં ભર્યા છે જે અર્થતંત્રની સાથે સાથે શિક્ષણ અને સમાજ પર સરકારી નિયંત્રણના પ્રયાસોને દર્શાવે છે.

મોટી ટેક કંપનીઓ પર કાર્યવાહી, શિક્ષણ અને કોચિંગ સાથે સંકળાયેલી કંપનીઓ પર કઠોર નિયંત્રણ ઉપરાંત બાળકોના વીડિયો અને ઓનલાઈન ગેમ રમવા પર કડકાઈ કરાઈ છે. તે હેઠળ હવે કમ્યુનિસ્ટ સરકાર પ્રસારણકર્તાઓ પર કડક નિયમો થોપી રહી છે. ચીનના નેશનલ રેડિયો એન્ડ ટીવી એડમિનિસ્ટ્રેશને કહ્યું કે પ્રસારણકર્તાને મહિલાઓની જેમ વર્તન કરનારા, વસ્ત્રો પહેરાનારા અને મેકઅપ કરનારા પુરુષોને ટીવી પર બતાવવાનું બંધ કરી દે.

અધિકારીઓની ચિંતા ખાસ કરીને એ ચીની પોપ સ્ટાર્સને લઈને છે જે અમુક દક્ષિણ કોરિયાઈ, જાપાની સિંગર્સ અને એક્ટર્સથી પ્રભાવિત થઇ મહિલાઓ જેવો મેકઅપ કરીને વધુ ફેશનેબલ લુકમાં દેખાય છે. અધિકારીઓ માને છે કે તેનાથી છોકરાઓને મર્દાનગી માટે પ્રોત્સાહન મળતું નથી.

ઈન્ટરનેટ ઈન્ડસ્ટ્રી પર પણ નિયંત્રણ, રાષ્ટ્રવાદી ગેમ બનાવવાનો આદેશ
ચીનની સરકાર ઈન્ટરનેટ ઈન્ડસ્ટ્રી પર પણ આકરું નિયંત્રણ મેળવી રહી છે. સરકારે ગેમ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી કંપનીઓ પર એકાધિકાર વિરોધી, ડેટા સિક્યોરિટી અને પ્રવર્તન સંબંધિત કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમાં ટેન્સેન્ટ હોલ્ડિંગ અને અલીબાબા ગ્રૂપ જેવી મોટી કંપનીઓ સામેલ છે. ગેમ ડેવલોપર્સને રિલીઝ પહેલાં તેનાં ટાઈટલ અને ગેમ માટે સરકારથી મંજૂરી લેવી પડશે. તેમને રાષ્ટ્રવાદી વિષયો પર ગેમ બનાવવા કહેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...