મિશન ચોકસી:ડોમિનિકા કોર્ટમાં મેહુલ ચોકસી પરનો નિર્ણય ગુરૂવાર સુધી ટળ્યો, ભારતને સોંપવો કે નહીં તે અંગેના નિર્ણય પર હજુ સસ્પેન્સ યથાવત

6 મહિનો પહેલા
  • મેહુલ સાથે ગયેલી મહિલાને હું પહેલેથી જાણું છુંઃ મેહુલની પત્ની પ્રીતિનો દાવો
  • મેહુલ ચોકસીના ભાઈએ ડોમિનિકામાં નેતાને આપી લાંચ, સ્થાનિક મીડિયાનો દાવો
  • એન્ટિગુઆના PMએ પણ મેહુલ ચોક્સી પર નાગરિકતાની માહિતી છુપાવવાનો આરોપ મુક્યો

પંજાબ નેશનલ બેંક સ્કેમના મામલાનો ભાગેડુ આરોપી મેહુલ ચોકસીના કેસમાં ડોમિનિકાની કોર્ટે ચુકાદો ગુરૂવાર સુધી ટાળી દીધો છે. એન્ટીગુઆથી ફરાર થઈને ડોમિનિકા પહોંચેલા મેહુલ ચોકસીને લઈને ત્યાંની સ્થાનિક કોર્ટે પોતાનો ચુકાદો આવતીકાલે સંભળાવશે. કોર્ટમાં આ મામલા પર સુનાવણી પુરી થઈ ગઈ છે. ઝુમ એપની મદદથી મેહુલ પણ સુનાવણીમાં હાજર રહ્યો હતો.આ સુનાવણીમાં ED અને CBIની ટીમ પણ ઉપસ્થિત છે. સુનાવમઈ દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું કે, મેહુલ ચોકસીની અરજી સુનાવણીને યોગ્ય નથી. ડોમિનિકા સરકારે કહ્યું ચોકસીને ભારતને સોંપી દેવો જોઈએ. કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ છે. જજે બંને પક્ષની દલીલ સાંભળી હતી. હવે આ કેસમાં ગુરૂવારે ચુકાદો આવશે તેવી શક્યતા છે.

સુનાવણી પહેલાં મેહુલના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે, 'મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેહુલના ભાઈ ડોમિનિકામાં વિપક્ષી પાર્ટીઓ સાથે વાતચીત કરી રહ્યાં છે. આ અફવા છે. મેહુલના ભાઈ ડોમિનિકામાં તે જોવા આવ્યા છે કે શું મેહુલ ચોકસીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે કે નહીં.' આ દરમિયાન એન્ટીગુઆના વડાપ્રધાન ગૈસ્ટન બ્રાઉનની એક ચિઠ્ઠી સામે આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મેહુલે તેની નાગરિકતા સંબંધિત માહિતી છુપાવી છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે, મેહુલ ચોક્સીએ સત્યતા છુપાવી છે અને પોતાની વાતને ખોટી રીતે રજૂ કરી છે.

સુનાવણી પહેલાં શું બોલી મેહુલની પત્ની
મેહુલ ચોકસીની પત્ની પ્રીતિ ચોકસીએ ન્યૂઝ એજન્સીને કહ્યું કે, 'મારા પતિને સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ છે. તે એન્ટીગુઆનો નાગરિક છે અને તેને બારબુડાના બંધારણ મુજબ તમામ અધિકાર અને સુરક્ષાનો લાભ લેવાનો હક્ક છે.' પ્રીતિએ કહ્યું કે, મને કેરેબિયન દેશના કાયદા પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમે મેહુલ જલદીથી અને સુરક્ષિત રીતે એન્ટીગુઆ પરત ફરે તેની રાહ જોઈ રહ્યાં છીએ.

આ ઉપરાંત મેહુલની પત્નીએ તેની કથિત ગર્લફ્રેન્ડ અંગે પણ કહ્યું કે, 'તે મહિલા મારા પતિને જાણતી હતી. જ્યારે તે એન્ટીગુઆ આવતી હતી તો તે મારા પતિને મળતી હતી. જે લોકો તેને મળ્યા છે, તેનાથી મને જે સમજાયું છે તે એ છે કે મીડિયા ચેનલમાં દેખાડવામાં આવેલી મહિલા તે મહિલા નથી જેને બાર્બરાના નામથી ઓળખું છું. મેહુલને આપવામાં આવેલા શારીરિક ત્રાસથી ચિંતિત છું. હકિકતમાં મેહુલ જીવતો પરત ફરે તેવુ ઈચ્છે છે તો તેને શારીરિક અને માનસિક રીતે પરેશાન કેમ કરવામાં આવે છે?'

ચોક્સી પાસે જવાબ માંગ્યો હતો
14 ઓક્ટોબર 2019ના રોજ લખેલા પત્રમાં બ્રાઉને કહ્યું હતું કે, એન્ટિગુઆ અને બારબૂડા નાગરિકતા અધિનિયમ, કૈપ 22ની કલમ 8 પ્રમાણે એક આદેશ આપવાનો પ્રસ્તાવ કરુ છું. જેથી તમને અમુક સત્યો જાણી જોઈને છુપાવવાના આધાર પર એન્ટિગુઆ અને બારબૂડાની નાગરિકતાથી વંચિત રાખી શકાય.
તેમણે લખ્યું છે કે, હું તમને એન્ટિગુઆ અને બારબૂડા નાગરિકતા અધિનિયમની કલમ 10 અંતર્ગત તપાસ કરવાના તમારા અધિકાર અને તે તપાસમાં તમારી પસંદના વકિલ પસંદ કરવાનો પણ અધિકાર આપુ છું. તમને આ નોટિસ મળે તેના એક મહિનાની અંદર તમારે જવાબ આપવો પડશે.

ડોમિનિકામા વિપક્ષી પાર્ટીના નેતા લેનોક્સ લિંટન
ડોમિનિકામા વિપક્ષી પાર્ટીના નેતા લેનોક્સ લિંટન

વિપક્ષી પાર્ટીના નેતાને 1.5 કરોડ રૂપિયા લાંચ આપવાનો આરોપ
એન્ટિગુઆના ઓનલાઈન પોર્ટલ એસોસિયેટ્સ ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે મેહુલ ચોકસીના ભાઈ ચેતન ચીનુ ચોકસી પણ 29 મેના રોજ પ્રાઈવેટ જેટથી ડોમિનિકા પહોંચી ગયા હતા. ત્યાં તેમણે વિપક્ષના નેતા લેનોક્સ લિંટન સાથે મુલાકાત કરી હતી. આ પોર્ટલે દાવો કર્યો છે કે ચેતન ચોકસીએ ડોમિનિકાના વિપક્ષી નેતા લેનોક્સ લિંટનને લાંચમાં 2 લાખ અમેરિકન ડોલર આપ્યા છે.

ફરાર ઉદ્યોગપતિ મેહુલ ચોકસી અત્યારે ડોમિનિકાની જેલમાં કેદ છે અને ભારતીય એજન્સીઓ તેને પરત લાવવાના પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન એન્ટિગાના ઓનલાઈન પોર્ટલ એસોસિયેટ્સ ટાઈમ્સે સમાચાર પ્રકાશિત કર્યા છે કે મેહુલ ચોકસીના ભાઈ ચેતન ચીનુ ચોકસી પણ 29 મેના રોજ પ્રાઈવેટ જેટથી ડોમિનિકા પહોંચી ગયા હતા. તેમણે ત્યાંના વિપક્ષના નેતા લેનોક્સ લિંટન સાથે મુલાકાત કરી હતી. અહેવાલમાં દાવો કરાયો છે કે ચેતન ચોકસીએ ડોમિનિકાના વિપક્ષી નેતા લેનોક્સ લિંટનને લાંચ તરીકે 2 લાખ અમેરિકન ડોલર આપ્યા છે.

એટલું જ નહીં, ચેતને લેનોક્સને આગામી ચૂંટણીમાં મદદ માટે પણ વિશ્વાસ આપ્યો છે. અહેવાલો અનુસારે ચેતન ચોકસીએ લિંટનને મેહુલ ચોકસીના મુદ્દાને ત્યાંની પાર્લમેન્ટમાં ઉઠાવવા કહ્યું અને સાથે જ મેહુલ ચોકસીની તરફેણમાં નિવેદન આપવા કહ્યું છે. આ અંગે જાણકારો કહે છે કે ચેતન ચોકસી NV નામની એક કંપની ચલાવે છે. આ કંપની હોંગકોંગની ડિજિકો હોલ્ડિંગ્સ લિમિટેડની સહયોગી કંપની છે. આ કંપની હીરા અને અલંકારોના વેપારમાં સૌથી મોટા રિટેલર્સમાં સામેલ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે ચેતન 2019માં લંડનમાં નીરવ મોદી અંગેની સુનાવણી દરમિયાન પણ કોર્ટની બહાર દેખાયા હતા.

લેનોક્સ લિંટને મેહુલ ચોકસીના મામલે તપાસની માગણી કરી
અહેવાલો અનુસાર, ડોમિનિકાની યુનાઈટેડ વર્કર્સ પાર્ટીના નેતા લેનોક્સ લિંટને મેહુલ ચોકસીના મુદ્દે તપાસની માગ કરી છે. તેમણે પોલીસ અને સરકારમાં આ મામલે સંબંધિત મંત્રીની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા છે.

મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા માટે બેન્કિંગ ફ્રોડ કેસમાં CBI ચીફ શારદા રાઉતના નેતૃત્વમાં 8 સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી
મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા માટે બેન્કિંગ ફ્રોડ કેસમાં CBI ચીફ શારદા રાઉતના નેતૃત્વમાં 8 સભ્યોની ટીમ ડોમિનિકા પહોંચી

સીબીઆઈ અને ઈડીની ટીમ ડોમિનિકા રવાના
ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસીને ભારત લાવવાના મિશન પર સીબીઆઈ અને ઈડીની ટીમ નીકળી છે. કોમનવેલ્થ ઓફ ડોમિનિકાની કોર્ટમાં બુધવારે 2 જૂનને ચોકસીને બહાર મોકલવાની અરજી પર થનારી સુનાવણી માટે આ ટીમ કોર્ટમાં હાજર રહેશે. ડોમિનિકા ગયેલી સીબીઆઈ અને ઈડી બંને જ ટીમોમાં મુંબઈ ઝોનના તપાસ અધિકારી હાજર છે. મેહુલ ચોકસીની લીગલ ટીમની અરજી પર કોમનવેલ્થ ઓફ ડોમિનિકાની કોર્ટે 2 જૂન સુધી મેહુલ ચોકસીને ડોમિનિકામાંથી બહાર લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.