તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mehul Choksi's Bail Rejected, Further Hearing To Be Held On July 1; Ambiguity About Whether To Be Sent To India

PNB કૌભાંડ:મેહુલ ચોક્સીના જામીન ફગાવાયા, 1 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે; ભારત મોકલવામાં આવશે કે કેમ એના વિશે અસ્પષ્ટતા

નવી દિલ્હી11 દિવસ પહેલા
ચોક્સીને એક વ્હીલચેર પર જ કોર્ટની અંદર લઈ જવામાં આવ્યો હતો. તેણે વાદળી રંગનું ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યાં હતાં.

પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના જામીન ફગાવાયા છે. હવે પછીની સુનાવણીની તારીખ કોર્ટે નક્કી કરી નથી, પરંતુ 1 જુલાઈએ સુનાવણી હાથ ધરાશે એમ મનાય છે. ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરાયો હતો. ચોક્સીને એક વ્હીલચેર પર જ કોર્ટની અંદર લઈ જવામાં આવ્યો હતો. તેણે વાદળી રંગનું ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યાં હતાં.

​​​​​ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટે ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીના દેશમાં ગેરકાયદે પ્રવેશના કેસમાં કોર્ટે મેહુલ ચોક્સીની જામીન અરજી નામંજૂર કરી છે. ત્યારે હવે ચોક્સીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું હતું કે તેઓ આ મામલે ઉચ્ચ અદાલતમાં સંપર્ક કરશે.

3 કલાક ચાલી સુનાવણી
ચોક્સીએ કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ કેરિબિયન ટાપુ દેશમાં બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. આ પહેલાં ચોક્સીના કેસમાં ડોમિનિકાની હાઇકોર્ટમાં 3 કલાક સુનાવણી થઈ હતી.

ચોક્સીએ કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
ચોક્સીએ કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

હાઈકોર્ટના ન્યાયાધીશ બર્ની સ્ટેફેન્સને જ ચોક્સીને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો હતો અને ચોક્સીના કેસની સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખવામાં આવી છે, એટલે કે આજે ફરી સુનાવણી થશે અને ચોક્સીના પ્રત્યાર્પણ અંગે નિર્ણય પણ આવી શકે છે.

મેહુલ ચોકસીને ભારત મોકલાશે કે કેમ તેના વિશે અસ્પષ્ટતા
જોકે એ સ્પષ્ટ નથી કે મેહુલને પહેલા એન્ટિગુઆ મોકલવામાં આવશે કે સીધા ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપવામાં આવશે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોમિનિકા સરકારે ચોક્સીને ભારત મોકલવાની વાત કરી છે, જ્યારે એન્ટિગુઆ સરકારે ડોમિનિકાને પહેલેથી જ કહ્યું છે કે ચોક્સીને સીધો જ ભારત મોકલવો જોઈએ.

ચોક્સી પર ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવાનો આરોપ છે, પરંતુ તેણે તેની કસ્ટડીને હાઈકોર્ટમાં પડકારી છે. ચોક્સીએ દાવો કર્યો છે કે એન્ટિગુઆ-બારબુડાથી તેનું અપહરણ કરીને તેને ડોમિનિકા લાવવામાં આવ્યો, પરંતુ બુધવારે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારી વકીલે ચોક્સીના દાવાનો વિરોધ કરતાં કહ્યું હતું કે તેણે ગેરકાયદે રીતે ડોમિનિકામાં પ્રવેશ કર્યો છે અને આ કારણે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

ડોમિનિકા સાથે ભારતની પ્રત્યાર્પણ સંધિ નથી
ડોમિનિકાની સાથે આપણી પ્રત્યાર્પણસંધિ નથી. તો હવે એ વાત પર આધાર રહેશે કે આ દેશની સાથે આપણો હાલ તાલમેળ કેવો છે અને અગાઉના સંબંધ કેવા રહ્યા છે? અત્યારે તો પેચ જ પેચ છે. એની પહેલાં મેહુલ ચોકસી અનેક વર્ષ એન્ટિગુઆમાં રહ્યો. તેમણે ત્યાંની નાગરિકતા પણ લઈ રાખી હતી. એવા સમાચારો અનેકવાર આવ્યા કે બસ એન્ટિગુઆ ચોકસીને ભારતને સોંપી જ દેવાનું છે, પણ એવું બન્યું નહીં.

વાસ્તવમાં આ પ્રકારના દેશોની પોતાની મર્યાદા છે. એની ઈકોનોમી મોટા મોટા બિઝનેસમેનના રોકાણ પર ચાલે છે. જો કોઈ મોટો બિઝનેસમેન તેના દેશની નાગરિકતા લે છે તો એમાં તેનું હિત સમાયેલું હોય છે, આથી ક્યાંક ને ક્યાંક આ દેશ પણ તત્કાળ એવા લોકોને સોંપવાથી દૂર રહે છે.

શું છે સમગ્ર કેસ?

ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ પર 5492 કરોડનું દેવું ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે. જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ 5492 કરોડની લોન લીધી હતી. તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે 4314 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

પંજાબ નેશનલ બેંક સ્કેમના મામલાનો ભાગેડુ આરોપી મેહુલ ચોકસીના કેસમાં ડોમિનિકાની કોર્ટે ચુકાદો ગુરૂવાર સુધી ટાળી દીધો છે. એન્ટીગુઆથી ફરાર થઈને ડોમિનિકા પહોંચેલા મેહુલ ચોકસીને લઈને ત્યાંની સ્થાનિક કોર્ટે પોતાનો ચુકાદો આવતીકાલે સંભળાવશે. ઝુમ એપની મદદથી મેહુલ પણ સુનાવણીમાં હાજર રહ્યો હતો.આ સુનાવણીમાં ED અને CBIની ટીમ પણ ઉપસ્થિત હતી. સુનાવણી દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું કે, મેહુલ ચોકસીની અરજી સુનાવણીને યોગ્ય નથી. ડોમિનિકા સરકારે કહ્યું ચોકસીને ભારતને સોંપી દેવો જોઈએ.