તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mehul Choksi To Be Tried In Dominica Court, MEA Says All Efforts Made To Bring Him To India

મિશન ચોક્સીનો મહત્ત્વપૂર્ણ દિવસ:મેહુલ ચોક્સી પર ડોમિનિકા કોર્ટમાં સુનાવણી શરૂ, MEAએ કહ્યું- ભારત લાવવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા

19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડોમિનિકામાં ધરપકડ કરવામાં આવેલા મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે વિદેશ મંત્રાલયે પોતાનાથી બનતા તમામ પ્રયાસો હાથ ધર્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અત્યારે ડોમિનિકામાં મેહુલ ચોક્સીની ધરપકડ કરવામાં આવી છે અને એના અંતર્ગત ત્યાં કાયદાકીય કાર્યાવાહી હાથ ધરવામાં આવી રહી છે. અમે ભારતથી છેડો ફાડીને નાસી ગયેલા આરોપીઓને વતન પરત લાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છીએ.

મેજિસ્ટ્રેટ કોર્ટમાં સુનાવણી શરૂ
ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં મેહુલ ચોક્સી કેસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી છે. મેહુલ ચોક્સીની ડોમિનિકામાં કેવી રીતે એન્ટ્રી થઈ એ અંગે સુનાવણી હાથ ધરાઈ છે. સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મેહુલ ચોક્સી અહીંયા ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો છે, જ્યારે બીજી બાજૂ એના વકીલોએ જણાવ્યું હતું કે તેનું અપહરણ કરીને અહીંયા બળજબરી પૂર્વક લવાયો છે.

ડોમિનિકાની કોર્ટ આજે નિર્ણય કરી શકે છે
બુધવારના રોજ ડોમિનિકાની કોર્ટે તમામ પક્ષોની દલિલોને સાંભળ્યા પછી સુનાવણીને સ્થગિત કરી દીધી હતી. જેનું આજે પરિણામ આવી શકે છે. આજે ડોમિનિકાની કોર્ટમાં મેહુલ ચોક્સી અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે. ગણતરીના સમયગાળામાં ત્યાં આ કેસની સુનાવણી પ્રક્રિયા હાથ ધરાશે.

ડોમિનિકાની 2 કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે

  • મેજિસ્ટ્રેટ કોર્ટઃ કોર્ટે બુધવારના રોજ આનો નિર્ણય સ્થગિત રાખ્યો હતો અને આ કેસ અંતર્ગત 14 જૂનના રોજ સુનાવણી હાથ ધરી શકે એમ છે. ચોક્સીના વકીલોએ દાવો કર્યો છે કે એને જબરદસ્તી અપહરણ કરીને અહીંયા લવાયો હતો. વકીલોએ તો જામીન રકમ આપવાની પણ વાતનો ઉલ્લેખ કર્યો હતો.
  • હાઈકોર્ટઃ મેહુલ ચોક્સીને કયા દેશમાં મોકલવો? આ પશ્ન અંતર્ગત અહીંયા સુનાવણી હાથ ધરાઈ છે. હાઈકોર્ટે સર્વ પ્રથમ એ જાણવાનું રહેશે કે ચોક્સીનો પ્રવેશ ડોમિનિકામાં ગેરકાયદેસર હતો કે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું? ત્યારપછી ચોક્સીની ધરપકડ કાયદેસર હતી કે પછી ગેરકાયદેસર એની પણ તપાસ કરવામાં આવશે. આ તમામ સવાલના જવાબ સામે આવ્યા પછી જ એને કયા દેશને સૌંપવો એ અંગે નિર્ણય લેવામાં આવશે.

એન્ટિગુઆની નાગરિકતા મેહુલ ચોક્સીની ઢાલ
એન્ટિગુઆ અને ડોમિનિકા સરકાર કોના પક્ષમાં છે?
ડોમિનિકા અને એન્ટિગુઆ સરકાર બંને મેહુલ ચોક્સીને ભારતને સોંપવાના પક્ષમાં છે. આ અંગે ડોમિનિકાની સરકારે ભારત સરકારની તરફથી હાઈકોર્ટમાં એક એફિડેવિટ પણ દાખલ કરી હતી, જેમાં સાબિત થાય છે કે મેહુલ ચોક્સી અત્યારે પણ ભારતનો નાગરિક છે અને તેને ભારતીય નાગરિકતાને સત્તાવાર ત્યજી નથી. આની સાથે આમાં ઉલ્લેખ કરાયો હતો કે મેહુલ ચોક્સી વિરૂદ્ધ 11 ક્રાઈમ રેકોર્ડ્સ છે અને ઈન્ટરપોલે પણ આના વિરૂદ્ધ રેડ નોટિસ જાહેર કરી દીધી છે. આના સિવાય એન્ટિગુઆના પ્રધાનમંત્રી ગેસ્ટન બ્રાઉને પણ ડોમિનિકા સરકારને કહ્યું હતું કે મેહુલ ચોક્સીને ભારતને સોંપી દેવો જોઇએ.

હવે 2 પરિસ્થિતિઓ છે
પ્રથમઃ ડોમિનિકાની હાઈકોર્ટ મેડિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયની પ્રતિક્ષા કર્યા વગર ડિપોર્ટેશન અંગે નિર્ણય સંભળાવી દે.
દ્વિતિયઃ હાઈકોર્ટ ચોક્સીની જામીન અરજી પર મેજિસ્ટ્રેટ કોર્ટમાં નિર્ણયની પ્રતિક્ષા કરે. મેજિસ્ટ્રેટ કોર્ટમાં 14 જૂને જામીન અરજી પર સુનાવણી કરવાની છે.

શું છે સમગ્ર કેસ?

ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ પર 5492 કરોડનું દેવું
ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે. જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ 5492 કરોડની લોન લીધી હતી. તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે 4314 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

પંજાબ નેશનલ બેંક સ્કેમના મામલાનો ભાગેડુ આરોપી મેહુલ ચોકસીના કેસમાં ડોમિનિકાની કોર્ટે ચુકાદો ગુરૂવાર સુધી ટાળી દીધો છે. એન્ટીગુઆથી ફરાર થઈને ડોમિનિકા પહોંચેલા મેહુલ ચોકસીને લઈને ત્યાંની સ્થાનિક કોર્ટે પોતાનો ચુકાદો આવતીકાલે સંભળાવશે. ઝુમ એપની મદદથી મેહુલ પણ સુનાવણીમાં હાજર રહ્યો હતો.આ સુનાવણીમાં ED અને CBIની ટીમ પણ ઉપસ્થિત હતી. સુનાવણી દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું કે, મેહુલ ચોકસીની અરજી સુનાવણીને યોગ્ય નથી. ડોમિનિકા સરકારે કહ્યું ચોકસીને ભારતને સોંપી દેવો જોઈએ.

ચોક્સીને ભારત લાવવામાં કેટલો સમય લાગી શકે છે
નિષ્ણાતોના મત પ્રમાણે, તેમને નથી લાગતું કે હાલ મેહુલ ચોકસીને ભારત લાવી શકાશે. એન્ટિગુઆ સાથે આપણે લાંબા સમયથી વાત કરી રહ્યા હતા. ભારતની એન્ટિગુઆ સાથે પ્રત્યાર્પણ સંધિ પણ છે. ચોક્સી અહીં લગભગ 3 વર્ષથી રહે છે. પ્રત્યાર્પણ સંધિ હોવા છતાં એન્ટિગુઆથી ચોકસીને ભારત લાવવામાં આટલો સમય લાગ્યો તો ડોમિનિકાથી ચોકસીને ભારત લાવવામાં વિચારો કે કેટલો સમય લાગી જશે. ડોમિનિકા ભારત સાથે પ્રત્યાર્પણ સંધિવાળા દેશોની યાદીમાં નથી. મને લાગે છે કે ચોકસીને ભારત લાવવામાં હજુ થોડાં વર્ષ નીકળી જશે.

અન્ય સમાચારો પણ છે...