તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mehul Choksi Succumbed To Honey Trap The Woman Took Him To The Apartment But Part Of Abduction Team Says Sources

સિક્રેટ ઓપરેશનમાં પકડાયો કૌભાંડી:મેહુલ ચોક્સીને હનીટ્રેપમાં ફસાવીને ડોમિનિકા લાવી ગર્લફ્રેન્ડ કે એ હતી અપહરણ કરાવનારી ટીમનો હિસ્સો?

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેહુલ ચોક્સીની એન્ટિગુઆમાં બર્બરા સાથે મિત્રતા થઈ હતી. - Divya Bhaskar
મેહુલ ચોક્સીની એન્ટિગુઆમાં બર્બરા સાથે મિત્રતા થઈ હતી.

મેહુલ ચોક્સીના એન્ટિગુઆથી અચાનક ગાયબ થવાનું કારણ હવે સામે આવ્યું છે. માનવામાં આવે છે કે પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને એન્ટિગુઆથી ડોમિનિકા પહોંચાડવામાં એક મહિલાની ભૂમિકા ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને પણ દાવો કર્યો છે કે મેહુલ ચોક્સી તેની ગર્લફ્રેન્ડ સાથે ડોમિનિકા આવ્યો હતો. આ મહિલાનું નામ બાર્બરા જરાબિકા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મેહુલ ચોક્સીની કથિત ગર્લફ્રેન્ડ બાર્બરાએ તેને મળવા માટે એક અપાર્ટમેન્ટ પર બોલાવ્યો હતો. મેહુલ ચોક્સી જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે અમુક લોકો પહેલેથી એ અપાર્ટમેન્ટ પર હાજર હતા. તેમણે મેહુલ સાથે ખૂબ મારઝૂડ કરી અને તેનું અપહરણ કરીને તેને ડોમિનિકા લઈ આવ્યા. ત્યાં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે મહિલા પણ અપહરણ કરનાર ટીમનો જ એક હિસ્સો હતી.

મેહલુ ચોક્સીની કથિત ગર્લફ્રેન્ડ બર્બરા.
મેહલુ ચોક્સીની કથિત ગર્લફ્રેન્ડ બર્બરા.

મહિલાએ મેહુલને ફ્રેન્ડશિપની જાળમાં ફસાવ્યો
જોકે મેહુલ ચોક્સીના વકીલે દાવો કર્યો છે કે 23 મેના રોજ તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તે લોકોની ભારત સાથે લિંક જોડાયેલી છે. વકીલનો આરોપ છે કે એન્ટિગુઆના અધિકારીઓ સાથે મળીને અપહરણ કરવામાં આવ્યું છે. આરોપ છે કે ચોક્સીને ખૂબ માર મારવામાં આવ્યો હતો અને ત્યાર પછી તેને અધમૂઓ કરીને ડોમિનિકા લાવવામાં આવ્યા હતો. ત્યાં પછી અહીં તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. વકીલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલા થોડા સમયથી એન્ટિગુઆમાં હતી. ત્યાર પછી તે સવાર-સાંજનો સમય મેહુલ ચોક્સી સાથે સમય પસાર કરતી અને મહિલાએ તેની સાથે ફ્રેન્ડશિપ કરી લીધી હતી. મિત્રતાના અમુક દિવસો પછી આ મહિલાએ જ 23 મેના રોજ મેહુલ ચોક્સીને તેના અપાર્ટમેન્ટ પર બોલાવ્યો હતો.

આ મહિલાએ મેહુલ ચોક્સીને તેના અપાર્ટમેન્ટ પર બોલાવ્યો હતો, ત્યાં જ અમુક લોકોએ તેનું અપહરણ કર્યું.
આ મહિલાએ મેહુલ ચોક્સીને તેના અપાર્ટમેન્ટ પર બોલાવ્યો હતો, ત્યાં જ અમુક લોકોએ તેનું અપહરણ કર્યું.

એન્ટિગુઆના વડાપ્રધાને કર્યો હતો દાવો
ચોક્સી મહિલાના અપાર્ટમેન્ટ પર પહોંચતાં જ અમુક લોકોએ તેનું અપહરણ કરી લીધું અને તેને ડોમિનિકા લઈ આવ્યા. ત્યાં તેની ધરપકડ કરી લેવામાં આવી છે. રવિવારે એન્ટિગુઆના વડાપ્રધાન ગેસ્ટન બ્રાઉને સંવેદનશીલ દાવો કરતાં કહ્યું હતું કે ચોક્સી તેની ગર્લફ્રેન્ડ સાથે ડોમિનિકા ગયો હતો અને ત્યાં તેની ધરપકડ કરી લેવાઈ. બ્રાઉને ડોમિનિકાના પ્રશાસનને ભલામણ પણ કરી છે કે મેહુલ ચોક્સીને સીધો ભારત મોકલી દેવામાં આવે. ધરપકડ પછી મેહુલ ચોક્સીની અમુક તસવીરો પણ સામે આવી છે, જેમાં તે જેલના સળિયા પાછળ દેખાઈ રહ્યો છે. સામે આવેલી અન્ય તસવીરોમાં તેના હાથ અને મોઢા પર ઈજાનાં નિશાનો પણ જોવા મળી રહ્યાં છે.

ઈન્ટરપોલની યલો નોટિસના આધાર પર ધરપકડ કરાઈ
નોંધનીય છે કે ચોક્સી તાજેતરમાં જ એન્ટિગુઆ અને બારબુડાથી ફરાર થયો હતો અને તેની સામે ઈન્ટરપોલે યલો નોટિસ જાહેર કરી હતી. આ નોટિસના આધારે જ ડોમિનિકામાં તેની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારત આ મુદ્દે એન્ટિગુઆ અને બારબુડાના સંપર્કમાં હતા અને હવે તેમણે ડોમિનિકા સરકાર સાથે પણ સંપર્ક કરી લીધો છે.
સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે અમે તેના સંપર્કમાં છીએ. ચોક્સી અને અન્ય ભાગેડુ લોકોને ભારત લાવવાના અમે દરેક પ્રયત્ન કરી રહ્યા છીએ. ચોક્સીને ભારત લાવવા માટે ભારત સરકાર સાથે દેશની ઈન્ટેલિજન્સ એજન્સીઓ પણ પ્રયત્નો કરી રહી છે. ​​​​​​

ધરપકડ પછી ડોમિનિકાની જેલમાંથી મેહુલની આ તસવીર સામે આવી છે. સળિયા પાછળ કેદ ચોકસી સ્કાઇ કલરનું ટી-શર્ટમાં દેખાય છે.
ધરપકડ પછી ડોમિનિકાની જેલમાંથી મેહુલની આ તસવીર સામે આવી છે. સળિયા પાછળ કેદ ચોકસી સ્કાઇ કલરનું ટી-શર્ટમાં દેખાય છે.

મંગળવારે રાતે ડોમિનિકામાં ચોક્સીની ધરપકડ થયા પછી બ્રાઉનીએ મીડિયાને કહ્યું હતું કે અમે ચોક્સીને ભારતને તરત સોંપવા માટે ડોમિનિકા પ્રશાસનને સ્પષ્ટ આદેશ આપ્યો છે. એન્ટિગુઆ ન્યૂઝે બ્રાઉની તરફથી કહ્યું હતું કે અમે ડોમિનિકાને કહ્યું છે કે મેહુલ ચોક્સીને એન્ટિગુઆ નહીં, પરંતુ ભારત પરત મોકલવાની જરૂર છે, જ્યાં તેણે તેના પર દાખલ થયેલા ગુનાનો સામનો કરવાનો છે. પીએનબી કૌભાંડમાં મેહુલ ચોક્સી પર 13 હજાર કરોડથી વધારે રકમનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે. પીએનબી કૌભાંડમાં નીરવ મોદી પણ આરોપી છે. નીરવ મોદી પણ ભારતથી ભાગીને બ્રિટન ગયો હતો અને હાલ તે લંડનની એક જેલમાં બંધ છે. મેહુલ ચોક્સી નીરવ મોદીનો સંબંધમાં મામા થાય છે.

2 જૂને ડોમિનિકાની કોર્ટમાં સુનાવણી
મેડુલ ચોક્સી હાલ ડોમિનિકાની જેલમાં બંધ છે. તેને ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટની કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 2 જૂને ડોમિનિકાની કોર્ટમાં સુનાવણી થવાની છે અને ત્યાર પછી ભારતીય એજન્સીઓ મેહુલને ભારત પરત લાવવાની કાર્યવાહી કરી શકે છે.

હાથ પર ઈજાનાં નિશાન બતાવતો મેહુલ ચોકસી. તેના વકીલોએ દાવો કર્યો છે કે ચોકસી સાથે મારપીટ કરવામાં આવી છે.
હાથ પર ઈજાનાં નિશાન બતાવતો મેહુલ ચોકસી. તેના વકીલોએ દાવો કર્યો છે કે ચોકસી સાથે મારપીટ કરવામાં આવી છે.

ચોક્સીને ભારત લાવવામાં કેટલો સમય લાગી શકે છે
નિષ્ણાતોના મત પ્રમાણે, તેમને નથી લાગતું કે હાલ મેહુલ ચોકસીને ભારત લાવી શકાશે. એન્ટિગુઆ સાથે આપણે લાંબા સમયથી વાત કરી રહ્યા હતા. ભારતની એન્ટિગુઆ સાથે પ્રત્યાર્પણ સંધિ પણ છે. ચોક્સી અહીં લગભગ 3 વર્ષથી રહે છે. પ્રત્યાર્પણ સંધિ હોવા છતાં એન્ટિગુઆથી ચોકસીને ભારત લાવવામાં આટલો સમય લાગ્યો તો ડોમિનિકાથી ચોકસીને ભારત લાવવામાં વિચારો કે કેટલો સમય લાગી જશે. ડોમિનિકા ભારત સાથે પ્રત્યાર્પણ સંધિવાળા દેશોની યાદીમાં નથી. મને લાગે છે કે ચોકસીને ભારત લાવવામાં હજુ થોડાં વર્ષ નીકળી જશે.

અન્ય સમાચારો પણ છે...