તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mehul Choksi Extradition The Special Plane That Went To Bring Mehul Choksi Returned Empty It May Take A Long Time

ડોમિનિકાથી લીલા તોરણે પાછા:ભાગેડુ મેહુલ ચોક્સીને ભારત પરત લાવવા ગયેલી સ્પેશિયલ ટીમ 3 કરોડ ફૂંકીને ખાલી હાથે પરત આવી

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
સરકારને મેહુલ ચોક્સીને ભારત લાવવાનું મોંઘું પડ્યું. - Divya Bhaskar
સરકારને મેહુલ ચોક્સીને ભારત લાવવાનું મોંઘું પડ્યું.
  • ડોમિનિકાની મેજિસ્ટ્રેટ કોર્ટ મેહુલ ચોક્સીના જામીન ફગાવ્યા છે, 1 જુલાઈએ વધુ સુનાવણી હાથ ધરાશે

ભાગેડુ મેહલ ચોક્સીને ભારત પરત લાવવાનું વધારે મુશ્કેલ થતું લાગી રહ્યું છે. એવું લાગે છે કે ચોક્સીના પ્રત્યાર્પણમાં વધારે સમય લાગી શકે છે. ડોમિનિકા કોર્ટે હાલ આ મામલે સુનાવણી પાછી ઠીલી દીધી છે. આ દરમિયાન તમામ વ્યવસ્થા સાથે ગયેલા ભારતીય અધિકારીઓને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડોમિનિકાથી વિશેષ વિમાન ભારત પરત ફરી રહ્યું છે. માનવામાં આવે છે કે ચોક્સીને લેવા ગયેલા વિશેષ વિમાન અને સ્પેશિયલ ટીમનો ખર્ચ અંદાજે 3 કરોડ થયો છે. આમ, 28 મેના રોજ સ્પેશિયલ ટીમ ખાસ વિમાન લઈને ડોમિનિકા પહોંચી ગઈ હતી અને 3 જૂનના રોજ રાતે પરત આવી ગઈ છે. 8 દિવસની ડોમિનિકા મુલાકાત પછી પણ કૌભાંડી મેહુલ ચોક્સી ભારતને મળ્યો નથી અને દેશે એની પાછળ રૂ. 3 કરોડનો ખર્ચ કરી દીધો છે.

મેહુલ ચોક્સીને લાવવાનો ખર્ચ
મેહુલ ચોક્સીને ભારત પ્રત્યર્પણ કરવા માટે ભારત સરકાર સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. તેને ભારત લાવવો ખૂબ જરૂરી છે, જેથી તેની પાસેથી ઘણાં રહસ્યો ઉકેલાવી શકાય, પરંતુ હવે લાગે છે કે મેહુલ ચોક્સીને ભારત લાવવો ખૂબ મુશ્કેલ છે. મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે બોમ્બાર્ડિયર ગ્લોબલ જેટ 500 મોકલવામાં આવ્યું હતું. આ વિમાન કતર એરવેઝનું છે. એના એક કલાકનું અંદાજિત ભાડું 9 લાખ રૂપિયા છે. ભારતથી ડોનિમિકાનું અંતર અંદાજે 13,300 કિલોમીટર કરતાં વધારે છે. આ અંતર પસાર કરવા માટે 16થી 17 કલાકનો સમય લાગે છે. આ સંજોગોમાં જેટને માત્ર જવાનો ખર્ચ 1.43 કરોડ અને જઈને પરત આવવાનો અંદાજિત ખર્ચ 2.86 કરોડ થઈ શકે છે.

એક્ઝિક્યુટિવ કેટેગરીનું છે આ પ્લેન.
એક્ઝિક્યુટિવ કેટેગરીનું છે આ પ્લેન.

અન્ય ખર્ચ પણ સામેલ
આ ઉપરાંત વિમાનને રેન્ટ પર લેનાર એજન્સીને દેશ દ્વારા 5,11,000ની ચુકવણી કરવાની હોય છે, જેને વિમાન ઉડાનનું ભાડું કહેવામાં આવે છે. હવે બંને દેશો વચ્ચેનું અંતર વધારે હોવાથી વિમાનને ઈંધણ ભરાવવા સ્પેનના મેડ્રિડમાં પણ રોકવામાં આવ્યું હશે, જેને કારણે પણ તેના ખર્ચમાં વધારો થયો હશે. આ દરેક કિંમત સિવાય જેટ જેટલા પણ કલાક ડોનિમિકામાં રોકાયું હશે એના દૈનિક રૂ. 1 લાખ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

મોંઘું સાબિત થયું ચોક્સીને પરત લાવવાનું
મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણ માટે 28 મેના રોજ વિશેષ વિમાન રવાના થયું હતું, પરંતુ ત્યાં તેના પ્રત્યાર્પણમાં મુશ્કેલીઓ આવ્યા પછી ડોમિનિકા મોકલવામાં આવેલું પ્રાઈવેટ જેટે ગુરુવારે રાતે 8.10 વાગે ત્યાંથી ઉડાન ભરી હતી. જો જેટ વિમાન દિલ્હીથી સીધું ડોમિનિકા જાય તો ઉડાનનો સમય 16-17 કલાક માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં એવું હોતું નથી. ટ્રાવેલ કંપની યાત્રાની વેબસાઈટ પર જણાવવામાં આવ્યું છે કે દિલ્હીથી ડોનિમિકા જવામાં બે સ્ટોપની સાથે અંદાજે 52 કલાકનો સમય લાગે છે અને જો ખૂબ ઓછા સમય માટે સ્ટોપેજ લેવામાં આવે તોપણ ઓછામાં આછો 25 કલાક જેટલો સમય લાગે છે, એટલે કે વિમાનના કલાક જેટલા વધશે એટલો એનો સમય વધી જશે. એ ઉપરાંત જેટ ક્યાંય રોકવામાં આવે તો એ દેશની એર ઓથોરિટીને પણ અલગથી ભાડું આપવામાં આવે છે. આમ, સ્પષ્ટ છે કે ભારતને મેહુલ ચોક્સીને ભારત પરત લાવવાનું મોંઘું પડ્યું છે અને એ પછી પણ મેહુલ ચોક્સીને પરત લાવી શકાયો નથી.

વિમાનનો એક કલાકનો ઉડાનનો અંદાજિત ખર્ચ રૂ. 9 લાખ છે.
વિમાનનો એક કલાકનો ઉડાનનો અંદાજિત ખર્ચ રૂ. 9 લાખ છે.

એક સમયે 9 હજાર કિમીની ઉડાન ભરી શકે છે
આ જેટ વિમાન કતર એક્ઝિક્યુટિવની કેટેગરીમાં આવે છે, જે 2009માં બનાવવામાં આવી છે. આ મિડલ ઈસ્ટ સહિત સમગ્ર દુનિયાને પોતાના જેટ એરક્રાફ્ટ આપવા માટેની સૌથી મોટી કંપની હોવાનો દાવો કરે છે. કંપનીએ ચોક્સીને પરત લાવવા માટે જે ગ્લોબલ 5000 મોડલ આપ્યું હતું, તેમાં 13 યાત્રી મુસાફરી કરી શકે છે. આ વિમાન એક સમયે 9260 કિમીની ઉડાન ભરી શકે છે. એથી જ્યારે પણ લાંબું અંતર હોય ત્યારે આ વિમાનમાં ઈંધણ ભરવા માટે સ્ટોપ કરવું પડતું હોય છે.

શું છે સમગ્ર કેસ?
ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલિ જેમ્સ પર 5492 કરોડનું દેવું

ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે. જે રકમ ખાતામાં નાખવામાં આવી છે એમાં ટોચ પર નીરવ મોદી અને મેહુલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલિ જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ 5492 કરોડની લોન લીધી હતી. એની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે 4314 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે.

પંજાબ નેશનલ બેંક સ્કેમના મામલાનો ભાગેડુ આરોપી મેહુલ ચોકસીના કેસમાં ડોમિનિકાની કોર્ટે ચુકાદો ગુરુવાર સુધી ટાળી દીધો છે. એન્ટિગુઆથી ફરાર થઈને ડોમિનિકા પહોંચેલા મેહુલ ચોકસીને લઈને ત્યાંની સ્થાનિક કોર્ટે પોતાનો ચુકાદો આવતીકાલે સંભળાવશે. ઝૂમ એપની મદદથી મેહુલ પણ સુનાવણીમાં હાજર રહ્યો હતો. આ સુનાવણીમાં ED અને CBIની ટીમ પણ ઉપસ્થિત હતી. સુનાવણી દરમિયાન ડોમિનિકા સરકારે કોર્ટમાં કહ્યું હતું કે મેહુલ ચોકસીની અરજી સુનાવણીને યોગ્ય નથી. ચોકસીને ભારતને સોંપી દેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...