• Gujarati News
  • National
  • EC To Hold Important Meeting With Ministry Of Health, 6 Phases In UP, 3 Phases In Punjab

પાંચ રાજ્યની ચૂંટણી અંગે નિર્ણય:સ્વાસ્થ મંત્રાલય સાથે મહત્વની બેઠક યોજશે EC,UPમાં 8 અને પંજાબમાં 3 તબક્કામાં મતદાનની યોજના

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
(ફાઈલ ફોટો) - Divya Bhaskar
(ફાઈલ ફોટો)
  • ઉત્તરાખંડ હાઈકોર્ટે ચૂંટણી પંચને વિધાનસભા ચૂંટણીમાં વર્ચ્યુઅલ રેલીઓ અને ઓનલાઈન વોટિંગ અંગે વિચારણા કરવા કહ્યું

પાંચ રાજ્યમાં આગામી બે મહિનામાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખ અંગે ગુરુવારે નિર્ણય લેવામાં આવી શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચ (ECI)એ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓની એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોના વાઈરસ અને વેક્સિનેશન સંબંધિત સ્થિતિ અંગે નિર્ણય લેવામાં આવશે.

ન્યૂઝ ચેલનના અહેવાલ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં 6થી 8 તબક્કામાં, જ્યારે પંજાબમાં 3 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. ઉત્તરાખંડ અને ગોવામાં એક જ તબક્કામાં જ્યારે મણિપુરમાં 2-2 તબક્કામાં ચૂંટણી યોજવાની તૈયારી છે.

મણિપુરમાં પ્રથમ વખત પોસ્ટલ બેલેટની પણ સુવિધા
મણિપુરમાં પ્રથમ વખત ચૂંટણી સમયે પોસ્ટલ બેલેટ સુવિધાનો પણ વિકલ્પ આપવામાં આવશે. ચૂંટણી પંચે આ અંગે જાણકારી આપી છે. હવે રાજ્યના 80 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધ, PWD વોટર્સ તથા કોરોના સંક્રમિત પોસ્ટલ બેલેટ મારફતે મત આપી શકશે. આ ઉપરાંત, વોટિંગ સેન્ટર્સ પર મતદાતાઓની મહત્તમ સંખ્યા 1500થી ઘટાડી 1250 કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણી અગાઉ મણિપુરના રાજકીય પક્ષો તથા સરકારી અધિકારીઓ સાથે પણ બેઠકને ધ્યાનમાં રાખી આ અંગે નિર્ણય લેવામાં આવી રહ્યો છે.

UPમાં આઠ તબક્કામાં મતદાનની શક્યતા
જ્યારે મણિપુરમાં બે અને ગોવા તથા ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં મતદાન થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સ્વાસ્થ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકમાં પાંચ રાજ્યોમાં કોવિડ સંક્રમણ અને વેક્સિનેશન કાર્યક્રમ અંગે ઈનપુટ એકત્રિત કરવામાં આવશે. હવે આ બેઠક બાદ ચૂંટણી પંચે તમામ બાબત નક્કી કરી. ઉત્તર પ્રદેશમાં આઠ તબક્કામાં મતદાન યોજવાનું ચૂંટણી પંચ આયોજન કરી શકે છે.

હાઈકોર્ટે ચૂંટણી પંચને વર્ચ્યુઅલ રેલીઓ અને ઓનલાઈન વોટિંગ અંગે વિચારણા કરવા કહ્યું
બીજીબાજુ ઉત્તરાખંડ હાઈકોર્ટે ચૂંટણી પંચને આગામી વિધાનસભા ચૂંટણીમાં વર્ચ્યુઅલ રેલીઓ અને ઓનલાઈન વોટિંગ અંગે વિચારણા કરવા કહ્યું છે. હાઈકોર્ટની એક ખંડપીઠે આગામી વિધાનસભા ચૂંટણીને અટકાવવાની માંગ અંગેની અરજી પર સુનાવણી કરતા આ વાત કહી હતી.