તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Meditation In The Sea: See Where The Country's First Centralized AC Railway Was Built

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:સમુદ્રના પાણીમાં ધ્યાનમગ્ન પ્રતિમાઃ મંગળ સાથે તો આપણે ઘર જેવું!; આ શું કોરોના સામે હવે સુપરમેન મેદાને?

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
દરિયામાં અન્ડરવોટર મ્યુઝિયમ. - Divya Bhaskar
દરિયામાં અન્ડરવોટર મ્યુઝિયમ.

બ્રિટનના જાણીતા શિલ્પકાર જેસન ડીકેર્સ ટેલરે ફ્રાન્સના કાન્સ શહેરના કાંઠા નજીક દરિયામાં 10 ટનનું એક એવા 6 જાયન્ટ હેડ સ્કલ્પ્ચર બનાવ્યા છે.

જેસને ઊભા કરેલા આ અનોખા અન્ડરવોટર મ્યુઝિયમમાં 6 જાયન્ટ 3D પોર્ટ્રેટ સ્કલ્પ્ચર છે. તેમને દરિયામાં 2-3 મીટર ઊંડે રખાયા છે. દરેકની ઊંચાઇ 2 મીટર અને વજન 10 ટનની આસપાસ છે. આ સ્કલ્પ્ચર સ્થાનિક લોકોના પોર્ટ્રેટ આધારિત છે, જેમાં 80 વર્ષના એક માછીમાર અને 9 વર્ષની એક વિદ્યાર્થિની પણ સામેલ છે. સ્કલ્પ્ચર્સની ખાસિયત એ છે કે જેસને દરેક સ્કલ્પ્ચર બે ભાગમાં હોય તે રીતે બનાવ્યું છે. ગયા મહિને કાન્સના મેયરે મ્યુઝિયમ ખુલ્લું મૂક્યું હતું. જેસન અદભુત શિલ્પો સાથેના અન્ડરવોટર મ્યુઝિયમ તૈયાર કરવા માટે જાણીતા છે. તેઓ મેક્સિકો, ગ્રેનેડા, બહામાસ, માલદીવ, નોર્વે અને ઓસ્ટ્રેલિયામાં પણ આવા મ્યુઝિયમ તૈયાર કરી ચૂક્યા છે.

આ શું કોરોના સામે હવે સુપરમેન મેદાને?

આ તસવીર જોઈને તમને લાગશે કે સુપરમેન પણ હવે રસી લઈને કોરોના મહામારી સામે મેદાને પડ્યો કે શું? વાસ્તવમાં, સુપરમેનના વેશમાં સજ્જ આ છે ભારતીય મૂળના ડોક્ટર મયંક અમીન. ડો. અમીનને અમેરિકાના પેનસિલ્વેનિયામાં અનેક લોકો ડો. મેક તરીકે પણ ઓળખે છે. તેઓ સ્કિપપેક ફાર્મસી ખાતેના ક્લિનીકમાં લોકોને કોવિડ-19ની રસી આપી રહ્યા છે. એવા સમયે તેઓ ઘણીવાર સુપરમેનનો વેશ ધારણ કરે છે. આમેય કોરોના કાળમાં ડોક્ટરોની ભૂમિકા સુપરમેન જેવી જ ગણી શકાય. ડો. અમીન મે મહિનામાં પિતા બનવા જઈ રહ્યા છે ત્યારે તેઓ કહે છે કે તેમનું પ્રથમ સંતાન જન્મે ત્યાં સુધીમાં તેમના તમામ લોકોને રસી આપી દેવામાં આવે એવું તેમનું સપનું છે.

મંગળ સાથે આપણે ઘર જેવું!

નાસાએ મંગળ ગ્રહ પરનું સંશોધન આક્રમક બનાવ્યું છે. તેનો ‘તલસ્પર્શી’ અભ્યાસ કરવા એક રોવર પણ મંગળ ગ્રહની ધરતી પર ઉતારી દીધું છે. અહીં જે તસવીર છે એ તો તુર્કીના બુર્દુર પ્રાંતના સાલદા લેકની છે પરંતુ નાસાએ મંગળ ગ્રહનો જે ડેટા એકત્ર કર્યો છે તે અને સાલદા લેક આસપાસના ખડકો અને ખનીજોના ડેટાને મળતો આવે છે.

બેંગલુરુમાં દેશનું પ્રથમ સેન્ટ્રલાઇઝ્ડ એસી રેલવે ટર્મિનલ તૈયાર

બેંગલુરુમાં દેશનું સૌપ્રથમ સેન્ટ્રલાઇઝ્ડ એર-કન્ડિશન્ડ રેલવે ટર્મિનલ બનીને તૈયાર થઇ ચૂક્યું છે. તેનું ચાલુ મહિનાના અંતે ઉદઘાટન કરાશે તેમ જણાવી કેન્દ્રીય રેલવે મંત્રી પિયૂષ ગોયલે શનિવારે આ રેલવે ટર્મિનલની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી. 314 કરોડ રૂ.ના ખર્ચે તૈયાર થયેલા આ ટર્મિનલ સાથે દેશના સર્વોત્તમ સિવિલ એન્જિનિયર્સમાં સ્થાન ધરાવતા ભારત રત્ન સ્વ. સર એમ. વિશ્વેશ્વરાયનું નામ જોડવામાં આવ્યું છે. 4,200 ચો. મી. વિસ્તારમાં ફેલાયેલા ટર્મિનલ પરથી રોજ અંદાજે 50 હજાર લોકો મુસાફરી કરશે. ટર્મિનલ અપર ક્લાસ વેઇટિંગ હૉલ, ડિજિટલ રિયલ-ટાઇમ પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ સાથેની વીઆઇપી લાઉન્જ અને લે‌વિશ ફૂડ કોર્ટ સહિતની સુવિધાઓથી સજ્જ છે.

કોરોનાકાળમાં બીચ પર જમાવડો

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર છે. પરંતુ હજુય લોકો કોઈને કોઈ રીતે તેના પ્રત્યે બેદરકાર રહે છે. અમેરિકામાં ફ્લોરિડાના ફોર્ટ લાઉડરડેલ ખાતે આવેલા એક બીચ પર કોલેજિયન્સ સહિતના સહેલાણીઓ મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા.